Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ८४
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
विवेयन :
અદત્તાદાન પાપના ફળસ્વરૂપ જીવની તે જ ભવ સંબંધી વ્યથાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યા પછી શાસ્ત્રકારે પરભવ સંબંધી દુર્દશાનું દિગ્દર્શન કરાવ્યું છે. ચોરીનું ફળ ભોગવવાને માટે ચોરને નરકમાં ઉત્પન્ન થવું પડે છે. નારક જીવ નરકથી છુટકારો પામીને પછીના ભવમાં નરકમાં ઉત્પન્ન થતા નથી, માટે ચોરનો જીવ તિર્યંચ યોનિમાં જન્મ લે છે. ત્યાં પણ તેને નરક જેટલું કષ્ટ ભોગવવું પડે છે. તિર્યંચ ગતિમાંથી તે જીવ ફરીને તિર્યંચ થઈ શકે છે માટે તે વારંવાર તિર્યચોમાં અને વચ્ચે-વચ્ચે નરકગતિમાં જન્મ લેતો રહે છે. આમ જન્મમરણ કરતાં કરતાં અનંતકાળ વ્યતીત થઈ જાય છે. ત્યાર પછી ક્યારેક કોઈ પુણ્ય પ્રભાવે મનુષ્યગતિ પ્રાપ્ત કરે તોપણ નીચ કુળમાં જન્મ લે છે અને પશુઓ જેવું જીવન પસાર કરે છે. તેની રુચિ પાપકર્મમાં જ રહે છે.
પાપી જીવ પોતાના આત્માને કેવા પ્રકારે કર્મથી વેષ્ટિત કરે છે. તે માટે સૂત્રમાં રેશમી કીડાની સુંદર ઉપમા આપવામાં આવેલ છે. તે કીડા પોતાની જ લાળથી પોતે પોતાને વેષ્ટિત કરનાર કોશનું નિર્માણ કરે છે. આ રીતે કીડા પોતે પોતાના માટે જ બંધન તૈયાર કરે છે. તે જ રીતે પાપી જીવ સ્વયં પોતાના કરેલા કર્મો દ્વારા બંધાઈ જાય છે. આ રીતે અદત્તા દાનના પરિણામની પરંપરા અનંતકાલ પર્યંત याले छे.
संसार सागर :१८ एवंणरग-तिरय-णर-अमर-गमण-पेरंतचक्कवालंजम्मजरामरणकरणगंभीर दुक्ख पक्खुभियपउरसलिलं संजोगवियोगवीची-चिंतापसंग-पसरिय-वह-बंधमहल्ल-विपुलकल्लोलं कलुणविलविय-लोभ-कलकलिंत-बोलबहुलंअवमाणण-फेणं तिव्वखिंसणपुलं पुलप्पभूय-रोग-वेयण पराभवविणिवायफरुस-धरिसण-समावडिय-कढिणकम्मपत्थर-तरंग-रंगंत-णिच्चमच्चु-भयतोयपटुं कसाय- पायालसंकुलं भव-सयसहस्सजलसंचयं अणतं उव्वेणयं अणोरपारं महब्भयं भयंकरं- पइभयंअपरिमियमहिच्छ-कलुस- मइवाउवेगउद्धम्ममाणं आसापिवास पायाल-काम-रइ-रागदोस-बंधणबहुविहसंकप्पविउलदगरयरयंधकारं मोहमहावत्त भोगभममाणगुप्पमाणुच्छलतबहुगब्भवासपच्चोणियत्तपाणियं-पहाविय-वसणसमावण्ण रुण्णचंडमारुयसमाहया मणुण्णवीची-वाकुलियभग्ग-फुटुंतऽणि?- कल्लोलसंकुलजलं पमायबहुचंडदुट्ठसावय-समाहयउद्धाय-माणगपूरघोर-विद्धंसणत्थबहुलं । अण्णाणभमंत-मच्छपरिहत्थं अणिहुतिंदिय महामगरतुरिय-चरिय-खोखुब्भमाण