Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શ્રુતસ્કંધ-અધ્યયન-૫
[ ૨૪૯]
વિષયમાં રાગ અને અમનોજ્ઞ વિષયમાં દ્વેષભાવ ઉત્પન્ન થાય છે. શ્રોતેન્દ્રિય સંવર:- સાધક ઈન્દ્રિયનો સંવર કઈ રીતે કરે ? કહ્યું છે કે
न सक्का ण सोउं सद्दा, सोयविसयमागया ।
राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ શ્રોતેંદ્રિયના વિષયભૂત બનેલા શબ્દોને સાંભળ્યા વિના રહી શકાતું નથી પરંતુ ભિક્ષુ તેને સાંભળ્યા પછી ઉત્પન્ન થતાં રાગ-દ્વેષને છોડી દે. વિષયોના ગ્રહણ પછી પોતાની વૃત્તિના આધારે પ્રિય-અપ્રિયનો રંગ ચઢાવી જે રાગ-દ્વેષનો ભાવ ઉત્પન્ન થાય છે, તે ન કરવો તેને શ્રોતેન્દ્રિય સંવર અથવા નિગ્રહ કહે છે. આ રીતે પાંચે ઈન્દ્રિયનો સંવર સમજી લેવો જોઈએ.
આ રીતે પાંચે ઈન્દ્રિયનો નિગ્રહ કરનાર સાધકનું અપરિગ્રહ મહાવ્રત પરિપક્વ બને છે.
जे सद्द रुव-रस-गंध मागए, फासे य संपण्ण मणुण्ण पावए ।
गेही पओसं ण करेज्ज पंडिए, स होइ दंते विरए अकिंचणे ॥
મનોજ્ઞ–અમનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ પ્રાપ્ત થવા પર જે પંડિત પુરુષ રાગ-દ્વેષ કરતા નથી તે જ ઈન્દ્રિયના દમનકર્તા, વિરત અને અપરિગ્રહી કહેવાય છે.
[અહીં સૂત્ર ૧૫માં કંઈક વિચારણીય શબ્દો પ્રત્રોમાં મળે છે. તે સંબંધી સ્પષ્ટીકરણ પાંચમા સંવરદ્વારના અંતે વિશેષ નોધ'માં જુઓ.] અપરિગ્રહ મહાવ્રત ઉપસંહાર :१७ एवमिणं संवरस्स दारं सम्मं संवरियं होइ सुप्पणिहियं इमेहिं पि कारणेहिं मणवयकाय परिरक्खएहिं । णिच्चं आमरणंतं च एस जोगो णेयव्वो धिइमया मइमया, अणासवो अकलुसो अच्छिद्दो अपरिस्सावी असंकिलिट्ठो सुद्धो सव्वजिण- मणुण्णाओ।
एवं पंचमं संवरदारं फासियं पालियं सोहियंतीरियं किट्टियं अणुपालियं आणाए आराहियं भवइ । एवं णायमुणिणा भगवया पण्णवियं परूवियं पसिद्ध सिद्धं सिद्धवरसासणमिणं आघवियं सुदेसियं पसत्थं । त्ति बेमि ॥ ભાવાર્થ :- આ રીતે આ અપરિગ્રહ નામના સંવરદ્વારનું સમ્યક પ્રકારે સેવન થતાં તે સુરક્ષિત થાય છે. તેથી મન, વચન કાયાના યોગથી પરિરક્ષિત થયેલ ધૈર્યવાન અને બુદ્ધિમાન સાધુએ આ પાંચે ભાવનાઓનું,