Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 304
________________ ર૫ર | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આખા આ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં આ નિર્ણયનો ઉપયોગ ત્રણ જગ્યાએ કરવામાં આવ્યો છે– (૧) ચોથા સંવરદ્વારના બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચમી ભાવનાના પ્રકરણમાં સૂત્ર-૧૦ માં, (૨) શ્રમણ માટે ખાદ્યસામગ્રીનો સંચય કરવાના અપરિગ્રહ મહાવ્રતમાં આદેશ સૂત્ર-૪ માં, (૩) અપરિગ્રહ મહાવ્રતની ચોથી ભાવના–રસનેન્દ્રિય સંયમના પ્રકરણમાં સૂત્ર-૧૫ માં. પ્રસ્તુત સંસ્કરણના આ ત્રણે સ્થળે મૂળપાઠના શબ્દોમાં પૂર્વાપર સંબંધમાં પણ પૂર્ણ સંગતિ જોવાય છે. જ્યારે દારૂમાંસના શબ્દોથી યુક્ત પાઠમાં એમ જણાય કે સાધુની ખાધ સામગ્રીના વચ્ચે વચ્ચે આ શબ્દો કેમ આવી ગયા હશે ? જરૂર કોઈક ભૂલ થઈ લાગે છે. કારણ કે રચનાદષ્ટિથી અને વિષય પ્રસંગની દષ્ટિથી પણ આ શબ્દો ત્યાં કોઈ રીતે ઉપયુક્ત થતા નથી. ભવિષ્યમાં આવનાર પ્રકાશકો, સંપાદકો પાસેથી પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ પણ આ સંસ્કરણનું અનુકરણ કરી આદર્શ ઉપસ્થિત કરશે અને કોઈ પણ કારણથી મૂળપાઠમાં આવેલ વિકૃતિનું યોગ્ય સંશોધન કરી સંપાદન પ્રકાશન કરશે તેથી જૈનાગમોની અવહેલના ન થાય. II અધ્યયન-૫ સંપૂર્ણ in તે પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંપૂર્ણ છે

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344