________________
ર૫ર |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આખા આ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં આ નિર્ણયનો ઉપયોગ ત્રણ જગ્યાએ કરવામાં આવ્યો છે– (૧) ચોથા સંવરદ્વારના બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચમી ભાવનાના પ્રકરણમાં સૂત્ર-૧૦ માં, (૨) શ્રમણ માટે ખાદ્યસામગ્રીનો સંચય કરવાના અપરિગ્રહ મહાવ્રતમાં આદેશ સૂત્ર-૪ માં, (૩) અપરિગ્રહ મહાવ્રતની ચોથી ભાવના–રસનેન્દ્રિય સંયમના પ્રકરણમાં સૂત્ર-૧૫ માં.
પ્રસ્તુત સંસ્કરણના આ ત્રણે સ્થળે મૂળપાઠના શબ્દોમાં પૂર્વાપર સંબંધમાં પણ પૂર્ણ સંગતિ જોવાય છે. જ્યારે દારૂમાંસના શબ્દોથી યુક્ત પાઠમાં એમ જણાય કે સાધુની ખાધ સામગ્રીના વચ્ચે વચ્ચે આ શબ્દો કેમ આવી ગયા હશે ? જરૂર કોઈક ભૂલ થઈ લાગે છે. કારણ કે રચનાદષ્ટિથી અને વિષય પ્રસંગની દષ્ટિથી પણ આ શબ્દો ત્યાં કોઈ રીતે ઉપયુક્ત થતા નથી.
ભવિષ્યમાં આવનાર પ્રકાશકો, સંપાદકો પાસેથી પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ પણ આ સંસ્કરણનું અનુકરણ કરી આદર્શ ઉપસ્થિત કરશે અને કોઈ પણ કારણથી મૂળપાઠમાં આવેલ વિકૃતિનું યોગ્ય સંશોધન કરી સંપાદન પ્રકાશન કરશે તેથી જૈનાગમોની અવહેલના ન થાય.
II અધ્યયન-૫ સંપૂર્ણ in
તે પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંપૂર્ણ છે