________________
| શ્રુતસ્કંધ-ર/અધ્યયન-૫
ર૫૧ |
મહાવ્રતો છે જેનું સેંકડો નિર્દોષ અને પુષ્ટ હેતુઓ વડે વિસ્તૃત વિવેચન છે. અહીં તેનું સંક્ષિપ્ત વર્ણન છે. એક એક મહાવ્રતની પાંચ ભાવના, આ રીતે પંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાઓ છે. જે મહાવ્રતના મર્મને સ્પષ્ટ કરે છે. આ સર્વ સ્વરૂપને સમજી આચરણ કરી આરાધના કરનાર મુનિ મુક્તિને પ્રાપ્ત કરે છે. પતો સુયdધો :- આ સૂત્રના પ્રારંભમાં બે શ્રુતસ્કંધનું કથન ઉપલબ્ધ છે અને અંતે એક શ્રુતસ્કંધ હોવાનું કથન છે. આ બંને કથન સાપેક્ષ છે. પ્રારંભનું કથન આ વર્તમાન આશ્રયદ્વાર અને સંવરદ્વાર યુક્ત સુત્રની અપેક્ષાએ છે અને અંતિમ કથન નંદીસૂત્ર કથિત પ્રાચીન પ્રશ્નવ્યાકરણની અપેક્ષાએ છે.
આ પ્રતોમાં એ ગહ આયરલ્સ આ પ્રકારનો સૂત્રપાઠ અંતે પ્રાપ્ત થાય છે, પરંતુ આ શબ્દોનું અહીં કોઈ પ્રયોજન નથી. તેથી પ્રસ્તુતમાં તે પાઠ રાખેલ નથી. વિશેષ માટે જુઓ ઉપાસક દશા સૂત્રનું અંતિમ સૂત્ર.
I પાંચમું (દસમું) અધ્યયન સંપૂર્ણ II વિશેષ નોંધ :
પ્રશ્નવ્યાકરણ સૂત્રની કેટલીક પ્રતોમાં ચોથા અને પાંચમા સંવરદ્વારમાં કુલ ત્રણ સ્થલે આહાર વિષયક શબ્દોની વચ્ચે દારૂમાંસ સૂચક શબ્દો જોવા મળે છે, જે પાઠમાં અપ્રાસંગિક જણાય છે.
બત્રીસ સૂત્રોની ગુજરાતી, હિંદી, સંસ્કૃત વ્યાખ્યા કરનાર આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબના આ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં દારૂમાંસ સૂચક શબ્દો મૂળપાઠમાં અને હિંદી, ગુજરાતી, સંસ્કૃત વ્યાખ્યાઓમાં પણ નથી અર્થાત્ તે શબ્દોની ત્યાં કોઈપણ ચર્ચા નથી. બત્રીસ સૂત્રના મૂળપાઠની સુરાગમે નામની પુસ્તકમાં પણ પ્રશ્નવ્યાકરણ સૂત્રના આ ત્રણે ય સ્થળે દારૂમાંસ સૂચક શબ્દો નથી.
આગમ અનુભવને લક્ષ્યમાં રાખી સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારતાં પણ આ સહજ બુદ્ધિગમ્ય જેવું છે કે દારૂમાંસ જૈન શ્રમણ શ્રમણોપાસકને ગ્રહણ કરવા કે ખાવાનો સંકલ્પ પણ થઈ શકે નહીં અર્થાત્ જૈન શ્રમણ શ્રમણોપાસક દારૂમાંસના મન, વચન, કાયાથી ત્યાગી હોય છે. સત્ય એ છે કે જૈન શ્રમણ શ્રમણોપાસક દારૂમાંસની નજીકમાં ઊભા પણ રહી શકતા નથી. આવા મધમાંસથી એકાંત દૂર રહેનાર જૈન શ્રમણોના પરિગ્રહ મહાવ્રતના પ્રસંગે ખાવા-પીવાની સામગ્રીના સંગ્રહ કરવાના નિષેધ સૂત્રમાં "સાધુ દારૂમાંસનો સંગ્રહ ઉપાશ્રયમાં કે અન્યત્ર કોઈ પણ સ્થળે કરે નહીં." આવા ભાવનો આદેશ વાક્ય શાસ્ત્રમાં હોય એ કોઈપણ રીતે ઉપયુક્ત થઈ શકે નહીં. આ કારણે એમ સમજાય છે કે આવા મધમાંસ સૂચક શબ્દો ક્યારે કોઈ શાસ્ત્રની પ્રતોમાં અશુદ્ધિથી કે અશુદ્ધ રીતથી લિપિબદ્ધ થઈ ગયા હોય અને પછી તેની નકલો પરંપરામાં ચાલતી રહી હોય.
અમારી સમક્ષ ઉપરોક્ત આચાર્ય ઘાસીલાલજી મ.સા.ની અને અન્ય પ્રતો પણ આવી, જેમાં દારૂમાંસ સૂચક શબ્દો નથી અને વિચાર વિમર્શ કરવાથી પણ તે દારૂમાંસ રહિત પાઠ ઉપયુક્ત લાગતાં આ પ્રસ્તુત સંસ્કરણમાં દારૂમાંસ સૂચક શબ્દો ન રાખવાનું નક્કી કર્યું.