________________
૨૫૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સદા જીવન પર્યંત પાલન કરવું જોઈએ.
આ યોગ આશ્રવને રોકનાર, નિર્મલ,મિથ્યાત્વ આદિ છિદ્રોથી રહિત, અપરિશ્રાવી, સંકલેશહીન, શુદ્ધ અને સમસ્ત તીર્થંકરોથી અનુજ્ઞાત છે. આ પ્રકારે પાંચમુ સંવરદ્વાર શરીર દ્વારા સ્પર્શિત, પાલિત, શોધિત–પરિપૂર્ણરૂપે સેવિત, વચનદ્વારા કીર્તિત, અનુપાલિત તથા તીર્થંકરોની આજ્ઞા અનુસાર આરાધિત
છે.
જ્ઞાતમુનિ ભગવાને આ પ્રકારે પ્રતિપાદન કર્યું છે, યુક્તિપૂર્વક સમજાવ્યું છે. આ પ્રસિદ્ધ, સિદ્ધ અને લોકમાં આ શાસન શ્રેષ્ઠ સિદ્ધ છે, સમીચીન રૂપથી કહેલ છે, ઉપદિષ્ટ છે. આ પ્રશસ્ત સંવરદ્વાર પૂર્ણ થયું આ પ્રમાણે હું(સુધર્મા) કહું છું.
સંવરદ્વારનો ઉપસંહાર :
१८ एया वयाई पंच वि सुव्वय-महव्वयाइं हेउसय-विबित्त - पुक्कलाई कहियाई अरिहंत सासणे पंच समासेण संवरा, वित्थरेण उ पणवीसतिं । समियसहिय-संवुडे सया जयण-घडण - सुविसुद्धदंसणे एए अणुचरिय संजए चरमसरीरधरे भविस्सइ ।
पण्हावागरणे णं एगो सुयक्खंधो, दस अज्झयणा एक्कसरगा दससु चेव दिवसेसु उद्दिसिज्जंति एगंतरेसु आयंबिलेसु णिरुद्धेसु आउत्त- भत्तपाणएणं । ભાવાર્થ -- હે સુવ્રત ! આ પાંચ મહાવ્રત સેંકડો નિર્દોષ, પુષ્ટ હેતુઓથી અત્યંત વિસ્તૃત કહેલ છે. અરિહંત શાસનમાં આ સંવરદ્વાર સંક્ષેપમાં કહ્યું છે પરંતુ દરેકની પાંચ પાંચ ભાવના હોવાથી વિસ્તારથી તેના પચ્ચીસ પ્રકાર થાય છે. જે સાધુ ઈર્યાસમિતિ આદિ પચ્ચીસ ભાવનાઓથી યુક્ત હોય છે અથવા જ્ઞાનદર્શનથી યુક્ત ૧ હોય છે તથા કષાય સંવર અને ઈન્દ્રિય સંવરથી સંવૃત્ત હોય છે; જે પ્રાપ્ત સંયમ યોગોનું યત્ના પૂર્વક પાલન કરે છે અને અપ્રાપ્ત સંયમ યોગની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહે છે; હંમેશાં વિશુદ્ધ શ્રદ્ધાવાન હોય છે તે આ સંવરોની આરાધના કરીને સંયત ચરમશરીર ધારણ કરનાર થશે.
પ્રશ્નવ્યાકરણમાં એક શ્રુતસ્કંધ છે, એક સદ્દશ દશ અધ્યયન છે. ઉપયોગ સહિત આહાર-પાણી ગ્રહણ કરનાર સાધુ દ્વારા જે રીતે આચારાંગનું વાંચન કરાય છે તે જ રીતે એકાંતર આયંબિલયુક્ત તપશ્ચર્યા પૂર્વક દશ દિવસમાં તેનું (૧૦ અધ્યયનનું) વાંચન કરાય છે.
II પાંચમું સંવરદ્વાર સમાપ્ત II
વિવેચન :
આ સૂત્રમાં પાંચે ય સંવરદ્વારનું સમાપન કરતા સૂત્રકારે કહ્યું છે કે જિનશાસનમાં મૂળ રૂપે પાંચ