Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 327
________________ પરિશિષ્ટ-૨વાર્તાઓ : ૨૭૫ | જવા દેવાના નથી. રુક્મણીની સખીઓએ તેમને કહ્યું– અમારી સખી શિશુપાલની શુભકામનાને માટે કામદેવની પૂજા કરવા જઈ રહી છે. તમે આ મંગલકાર્યમાં શા માટે વિઘ્ન નાખો છો? દ્વારરક્ષકોએ આ સાંભળીને ખુશીથી તેમને બહાર જવાની સંમતિ આપી અને તેઓ કામદેવના મંદિરમાં પહોંચ્યા. પૂર્વ યોજનાનુસાર શ્રીકૃષ્ણ અને બલદેવ મંદિરમાં આવી ગયા હતા અને તેમણે રુક્ષ્મણીનો હાથ પકડીને તેને સુસજ્જિત રથમાં બેસાડી. રથ કુંડિનપુરની બહાર પહોંચતાં જ તેમણે પંચજન્ય શંખનો નાદ કર્યો, જેનાથી નાગરિક તેમજ સૈનિકો કાંપી ઊઠ્યા. શ્રીકૃષ્ણ જોરથી લલકારતા કહ્યું–" એ શિશુપાલ ! હું દ્વારકાધિપતિ કૃષ્ણ તારા આનંદનું કેન્દ્ર રુકમણીને લઈ જઈ રહ્યો છું. જો તારામાં થોડું સામર્થ્ય હોયતો છોડાવી લે." આ લલકારને સાંભળી શિશુપાલ અને રુક્ષ્મીના કાન ઊભા થઈ ગયા. તે બંને ક્રોધાવેશમાં પોત-પોતાની સેના લઈને સંગ્રામ કરવાને માટે રણસંગ્રામમાં ઉપસ્થિત થયા. પરંતુ શ્રીકૃષ્ણ અને બળ દેવ બંને ભાઈઓએ આખી સેનાને થોડી જ વારમાં પરાસ્ત કરી દીધી. શિશુપાલને તેમણે જીવનદાન આપ્યું. શિશુપાલ હારીને શરમથી મોટું નીચું કરીને પાછો ચાલ્યો ગયો. રુક્ષ્મીની સેના વેરવિખેર થઈ ગઈ. રુક્મણીની પ્રાર્થનાથી બંદીવાન બનાવેલ તેમના ભાઈ રુક્ષ્મીને મુક્ત કરી રુક્ષ્મણી સાથે તેઓ દ્વારકા પહોંચ્યા અને વિધિવત્ લગ્ન કર્યા. પદ્માવતી : ભારત વર્ષમાં અરિષ્ટ નામે નગર હતું. ત્યાં બળદેવના મામા હિરણ્યનાભ રાજા રાજ્ય કરતા હતા. તેના મોટા ભાઈનું નામ રૈવત હતુ. હિરણ્યનાભ રાજાને પદ્માવતી નામની એક કન્યા હતી અને તેના ભાઈને રેવતી, રામા, સીમા અને બંધુમતિ નામની ચાર કન્યા હતી. ભાઈ રેવત સંસારના પ્રપંચોથી મુક્ત થઈને પોતાના પિતાની સાથે પ્રભુ નેમનાથ પાસે દીક્ષિત થઈ ગયા હતા. સંયમ સ્વીકાર કરતાં પહેલા જ પોતાની ચારે પુત્રીઓના લગ્ન બલરામ સાથે કરવા તેવું તેમણે નિશ્ચિત કર્યું હતું. આ બાજુ હિરણ્યનાભ રાજાએ પદ્માવતી માટે સ્વયંવર ગોઠવ્યો. તેમાં બલરામ, શ્રીકૃષ્ણ વગેરે દેશ-વિદેશના રાજાઓને આમંત્રિત કર્યા. સર્વ રાજાઓ અનેક આશા અને અરમાન સાથે આવી ગયા. દરેક રાજાઓ શૂરવીર અને યુદ્ધકુશળ હતા. પદ્માવતીએ સર્વનો પરિચય મેળવ્યો અને અંતે શ્રીકૃષ્ણના ગળામાં વરમાળા પહેરાવી. સર્વત્ર આનંદ સહ જય જયકાર વ્યાપી ગયો. કેટલાક સજ્જન રાજાઓ પદ્માવતીની પસંદગીની પ્રશંસા કરવા લાગ્યા પરંતુ સત્તાના મદમાં અંધ બનેલા કેટલાક રાજાઓ શ્રીકૃષ્ણની પુણ્યવાનીની ઈર્ષ્યા કરતા ઉશ્કેરાઈ ગયા અને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. થોડીવારમાં તો રણભૂમિમાં કોલાહલ અને હાહાકાર વ્યાપી ગયો. આ યુદ્ધમાં અનેક માનવો મૃત્યુના મુખમાં પહોંચી ગયા. શ્રીકૃષ્ણનો વિજય થયો. પદ્માવતીના લગ્ન શ્રીકૃષ્ણ સાથે અને રૈવતી આદિ ચારે બહેનોના લગ્ન બલરામ સાથે આનંદ પૂર્વક સંપન્ન થયા. તારા : કિર્ડિંધા નગરમાં વાનરવંશી વિદ્યાધર આદિત્ય રાજા રાજ્ય કરતા હતા. તેને બે પુત્રો હતા વાલી

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344