Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રુતસ્કંધ–ર/અધ્યયન–૩
રુઢિળનં ૪ નતુમાં ૨ પરામર’-ઝુલ-૩૦૫-પત્તાન્ત-મૂયન-વાય(વન્દ્રય) શુ – પા–તયખવાત-વ-મૂળ-તળ ક્રુ-સાફ શિક્ મેગ્નોહિસ્સ અટ્ટા, ण कप्पए उग्गहे अदिण्णम्मि गिण्हिउं जे हणि हणि उग्गहं अणुण्णवियं गिण्हियव्वं ।
૧૯૩
एवं उग्गहसमिइजोगेण भाविओ भवइ अंतरप्पा णिच्चं अहिगरण - करणकारावण-पावकम्म-विरए दत्तमणुण्णाय उग्गहरुई ।
ભાવાર્થ :- બીજી ભાવના નિર્દોષ સંસ્તારકગ્રહણની છે. તે આ પ્રમાણે છે– આરામ,ઉદ્યાન કાનન– નગરસમીપવર્તી વન—નગરથી દૂરનો વનપ્રદેશ આદિ સ્થાનોમાં જે કોઈપણ(અચિત્ત) ઈક્કડ જાતિનું ઘાસ તથા કઠિન ઘાસની એક જાતિ, જંતુક—પાણીમાં ઉત્પન્ન થનારા ઘાસ, પરાનામનું ઘાસ, મેરા–મૂંજના તંતુ, કૂર્ચ–કૂંચી બનાવવા યોગ્ય ઘાસ, કુશ, દર્ભ, પલાલ, મૂયક નામનું ઘાસ, વલ્લજ(વચ્ચક) ઘાસ, પુષ્પ, ફળ, ત્વચા, પ્રવાલ, કંદમૂળ, તૃણ, કાષ્ટ અને શર્કરા આદિ દ્રવ્ય સંસ્તારક ઉપધિને માટે ગ્રહણ કરે છે. આ ઉપાશ્રયની અંદરની વસ્તુ પણ દાતા દ્વારા દીધેલી ન હોય તો તે ગ્રહણ કરવી કલ્પતી નથી. તાત્પર્ય એ છે કે ઉપાશ્રયની અનુજ્ઞા લઈ લેવા છતાં ઉપાશ્રયની અંદરથી ઘાસ આદિ લેવું હોય તો તેને માટે પૃથક આજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ.
આ પ્રકારે અવગ્રહ સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળા સાધુ હંમેશાં દુર્ગતિના કારણભૂત પાપકર્મ કરવા, કરાવવાથી વિરત હોય છે, દત્ત અને અનુજ્ઞાત અવગ્રહની રુચિયુક્ત હોય છે. ૩. શય્યા પરિકર્મ વર્જન :
८
| तइयं - पीढफलगसिज्जासंथारगट्ठयाए रुक्खा ण छिंदियव्वा, ण छेयणेण भेयणेण सेज्जाकारियव्वा, जस्सेव उवस्सए वसेज्ज सेज्जं तत्थेव गवेसिज्जा, णय विसमं समं करेज्जा, ण णिवाय पवायडस्सुगत्तं, ण डंसमसगेसु खुभियव्वं, अग्गी धूमो ण कायव्वो, एवं संजमबहुले संवरबहुले संवुडबहुले समाहिबहुले धीरे काएण फासयंतो सययं अज्झप्पज्झाणजुत्ते समिए एगे चरिज्ज धम्मं ।
एवं सेज्जासमिइजोगेण भाविओ भवइ अंतरप्पा णिच्चं अहिगरण करण कारावण-पावकम्म-विरए दत्तमणुण्णाय उग्गहरुई ।
ભાવાર્થ – ત્રીજી ભાવના શય્યા પરિકર્મ વર્જન છે, તે આ પ્રમાણે છે– પીઠ, ફલક, શય્યા અને સંસ્તારકને માટે વૃક્ષોનું છેદન ન કરે. વૃક્ષોનું છેદન, ભેદન કરીને શય્યા તૈયાર ન કરાવે. સાધુ જે ઉપાશ્રયમાં નિવાસ કરે છે, ત્યાં જ શય્યાની ગવેષણા કરે. ત્યાંની ભૂમિ જો વિષમ(ઊંચી—નીંચી) હોય તો તેને સમ ન કરે. પવન વગરના સ્થાનને અધિક પવનવાળું અથવા અધિક પવનવાળા સ્થાનને પવનરહિત– ઓછા