Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રુતસ્કંધ–૨/અધ્યયન-૫
તો એ ઉપકરણ પરિગ્રહ બની જાય છે. આ ભાવને પ્રગટ કરવા માટે પ્રસ્તુત પાઠમાં પણ રાવોલ રદિય પરિહરિયળ એટલે કે રાગદ્વેષથી દૂર રહીને તેનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રમાણે ઉલ્લેખ છે. નિગ્રંથોનું આંતરિક સ્વરૂપ :
૨૩૭
९ एवं से संजए विमुत्ते णिस्संगे णिप्परिग्गहरुई णिम्ममे णिण्णेहबंधणे सव्वपावविरए वासीचंदणसमाणकप्पे सम- तिण- मणिमुत्तालेट्ठकंचणे समे य माणावमाणणाए समियरए समिय रागदोसे समिए समिइसु सम्मदिट्ठी समे य जे सव्वपाणभूएसु से हु समणे, सुयधारए उज्जुए संजए सुसाहू, सरणं सव्वभूयाणं सव्वजगवच्छले सच्चभासए य संसारंतट्ठिए य संसारसमुच्छिणे सययं मरणाणुपारएपारगे य सव्वेसिं संसयाणं, पवयणमायाहिं अट्ठहिं अट्ठकम्म-गंठीविमोयगे, अट्ठमय-महणे ससमयकुसले य भवइ, सुहदुहणिव्विसेसे, अब्भिंतरबाहिरम्मि सया तवोवहाणम्मि सुठुज्जुए, खंते दंते य हियणिरये, રૂરિયાતમિ, માલામિ, સળાસમિમ્, આયાળ-મંડ-મત્ત બિન્તેવાસમિ, અન્નાર-પાસવળ-શ્વેત- સિંધાળ-નત્ન-પઠ્ઠિાવળિયા સમિ, મળ-મુત્તે वयगुत्ते कायगुत्ते गुत्तिंदिए गुत्तबंभयारी, चाई लज्जू धण्णे तवस्सी खंतिखमे जिइंदिए सोहिए अणियाणे अबहिल्लेस्से अममे अकिंचणे छिण्णगंथे णिरुवलेवे ।
ભાવાર્થ :- આ પ્રકારના આચારનું પરિપાલન કરવાના કારણે તે સાધુ સંયમવાન, વિમુક્ત–ધન દોલત વગેરેના ત્યાગી, નિઃસંગ–આસક્તિ રહિત, નિષ્પરિગ્રહરુચિ-અપરિગ્રહની રુચિવાળા, નિર્મમ– મમતાથી રહિત, નિઃસ્નેહબંધન–પ્રેમના બંધનથી મુક્ત, સર્વપાપ વિરત, વાસીચંદનકલ્પ–ઉપકારી અને અપકારી પ્રત્યે સમાન ભાવવાળા હોય છે. તે તૃણ, મણિ, મુક્તા અને માટીના ઢગલાને સમાન માનનારા, માન–અપમાનમાં સમતા ધારણ કરનારા, શમિતરજ–પાપરૂપી રજને ઉપશાંત કરનારા, રાગદ્વેષને શાંત કરનારા, ઈર્યા આદિ પાંચ પ્રકારની સમિતિઓથી યુક્ત, સમ્યક્દષ્ટિ, બેઈન્દ્રિય આદિ સર્વ ત્રસ પ્રાણીઓ અને ભૂત–એકેન્દ્રિય(સ્થાવરો) ઉપર સમભાવ ધારણ કરનારા હોય છે. તે જ ખરેખર સાધુ છે.
તે સાધુ શ્રુતના ધારક, ઋજુ નિષ્કપટ–સરલ, ઉદ્યત–પ્રમાદ રહિત તથા સંયમી છે. તે સાધુ સર્વ પ્રાણીઓ માટે શરણભૂત હોય છે, જગવત્સલ–જગતના સર્વ જીવોના હિતચિંતક હોય છે. તે સત્યવાદી, સંસાર–જન્મમરણના અંતમાં સ્થિત, સંસારનો ઉચ્છેદ–અંત કરનારા, સદાને માટે(બાલ)મૃત્યુ વગેરેના પારગામી, સર્વ શંકાના પારગામી હોય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાઓ વડે આઠ કર્મોની ગ્રંથીને ભેદનારા, આઠ કર્મોનો નાશ કરનારા, જાતિમદ, કુલમદ, વગેરે આઠ મદોનું મંથન કરનારા અને સ્વસમય—સ્વસિદ્ધાંતમાં નિષ્ણાત હોય છે. તેઓ સુખ દુઃખમાં વિશેષતા રહિત અર્થાત્ સુખમાં