Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૫
.
| ૨૧૫ |
છે. શ્રોતેન્દ્રિય આદિ પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો તે આ મહાવ્રતની પાંચ ભાવના છે.
સાધને શબ્દ આદિ પાંચે ઈન્દ્રિય વિષયો તો પ્રાપ્ત થતા જ રહે પરંતુ તેમાં આસક્ત ન થવું, તેની ઈચ્છા પણ ન કરવી. તેણે રાગ અને દ્વેષ જેવા વિકૃતભાવોને ઉત્પન્ન થવા ન દેવા, ઉપેક્ષાભાવ તટસ્થ ભાવમાં લીન થઈ, ઈન્દ્રિયાતીત બની, સંયમનો સાચો આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. જે પાંચે ઈન્દ્રિયોના વિષયથી વિરક્ત બની શકે છે તે જ અપરિગ્રહ મહાવ્રતની આરાધના કરી શકે છે.