Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શ્રુતસ્કંધ-અધ્યયન-૫
૨૩૧ |
પણ પદાર્થ હોય, તે અલ્પ મૂલ્યવાન હોય કે બહુમૂલ્યવાન હોય, પ્રમાણમાં નાના હોય કે મોટા હોય, તે ત્રસકાય-શંખ આદિ હોય કે સ્થાવરકાય-રત્ન આદિ હોય, તે દ્રવ્ય સમૂહને મનથી પણ ગ્રહણ કરવા કલ્પનીય નથી. મનથી ગ્રહણ કરવાની ઈચ્છા કરવી પણ યોગ્ય નથી. ચાંદી, સુવર્ણ, ક્ષેત્ર(ખુલ્લી જગ્યા), વાસ્તુ (મકાન, દુકાન આદિ)ગ્રહણ કરવા કલ્પનીય નથી. દાસી, દાસ, નૃત્ય, નિયતવૃત્તિ પ્રાપ્ત કરનારા સેવક–પગારદાર નોકર, પ્રેષ્ય(સંદેશ લઈ જનાર સેવક), ઘોડા, હાથી, બળદવિગેરે ગ્રહણ કરવા કલ્પનીય નથી. યાન–રથ, ગાડી આદિ, યુગ્ય-ડોલી, શયન, આસન, છત્ર, છત્રી વિગેરે ગ્રહણ કરવા કલ્પનીય નથી. કમંડલ, પગરખા, મોરપીંછ, વીંજણો, તાલવ્રતતાડનો પંખો, ગ્રહણ કરવા કલ્પનીય નથી.લોઢું, તાંબુ, સીસુ, કાંસુ, ચાંદી, સોના, મણિ અને મોતીના આધારરૂપ સમ સમ્પટ, શંખ, ઉત્તમ દાંત, શિંગડા, શૈલ, પથ્થર, પાઠાંતર અનુસાર શ્લેષ દ્રવ્ય, ઉત્તમ વસ્ત્ર અને ચર્મપાત્ર, આ દરેક વસ્તુ ગ્રહણ કરવી કલ્પતી નથી. આ સર્વ પદાર્થ બીજાના મનમાં ગ્રહણ કરવાની તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન કરે છે, આસક્તિજનક છે. તેના રક્ષણ અને વૃદ્ધિની ઈચ્છા ઉત્પન્ન થાય છે અર્થાત્ કોઈ પણ સ્થાને પૂર્વોક્ત વસ્તુ પડી હોય તો અન્ય લોકોને તે લઈ લેવાની ઈચ્છા થાય છે, તેથી તેની રક્ષા કરવા ઈચ્છે છે. તેથી તે પદાર્થને ગ્રહણ કરવા સાધુને કલ્પનીય નથી. આ પ્રકારે પુષ્પ, ફળ, કંદ, મૂળ વગેરે તથા સણ જેમાં સત્તરમું છે એવા સર્વ ધાન્યો, ઔષધ, ભેષજ અથવા ભોજન સામગ્રી, મન, વચન, કાયાથી પરિગ્રહત્યાગી સાધુ માટે ગ્રહણ કરવા કલ્પનીય નથી. તેનું કારણ શું છે?
અપરિમિત-અનંતજ્ઞાન અને અનંત દર્શનના ધારક, શીલ-ચિત્તની શાંતિ, ગુણ—અહિંસા વગેરે, વિનય, તપ અને સંયમના નાયક, જગતના સમસ્ત પ્રાણીઓ ઉપર વાત્સલ્ય ધારણ કરનાર, ત્રિલોકમાં પૂજનીય તીર્થકર જિનેન્દ્ર દેવોએ પોતાના કેવળજ્ઞાનથી જોયું છે કે આ પુષ્પ, ફળ વગેરે ત્રસજીવોની યોનિઉત્પત્તિ સ્થાન છે. તે યોનિનો ઉચ્છેદ-વિનાશ કરવો યોગ્ય નથી. તેથી શ્રમણોમાં સિંહ સમાન ઉત્તમ મુનિ પુષ્પ, ફળ વગેરેનું પરિવર્જન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અપરિગ્રહ મહાવ્રતના આરાધકના ત્યાગનું પ્રતિપાદન કર્યું છે. સૂક્ષ્મ, પૂલ, સચિત્ત, અચિત્ત કોઈ પણ પદાર્થ હોય પરંતુ સાધુ તે પદાર્થનો અને તેની મૂર્છાનો ત્યાગ કરે. પદાર્થની મૂચ્છ અનેક અનર્થનું સર્જન કરે છે, અનંત કર્મોનું બંધન કરે છે. તેથી આત્મ સ્વરૂપમાં જ સ્થિર થવા ઈચ્છતા પ્રત્યેક સાધકે પ્રત્યેક પર પદાર્થની આસક્તિનો અને પદાર્થનો ત્યાગ કરવો જોઈએ.
સન્નિધિ-ત્યાગ :| ૪ = fજ ઓયમ્માસ-સંગ-તપ-ગંદુ-મુક્તિ-પત્ત-સ્વसक्कुलि-वेढिम-वरसरक-चुण्णकोसग-पिंड-सिहरिणि-वट्ट-मोयग-खीरदहि-सप्पि- णवणीय-तेल्ल-गुड-खंड-मच्छंडिय-महु खज्जग-विहिमाइयं पणीयं