Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શ્રુતસ્કંધ-ર/અધ્યયન–૩
૧૯૧]
માસખમણ આદિ વિશિષ્ટ તપસ્યા કરનાર. (૫) ગ્લાન– બીમાર સાધુ. (૬) શૈક્ષ- નવદીક્ષિત સાધુ. ગ્રહણ અને આસેવન શિક્ષા પ્રાપ્ત કરવાની ક્રિયામાં સંલગ્ન સાધુ. (૭) સાધર્મિક- સમાન સમાચારીવાળા સાધુ. (૮) કુલ- એક ગુરુના શિષ્યોનો સમુદાય અથવા એક વાચનાચાર્ય પાસે જ્ઞાન–અધ્યયન કરનાર. (૯) ગણ–અનેક કુલનો સમૂહ. (૧૦) સંઘ- અનેક ગણોનો સમૂહ, સાધુ-સાધ્વી- શ્રાવકશ્રાવિકાઓનો સમૂહ.
આ સર્વની વૈયાવચ્ચ કર્મનિર્જરાના હેતુથી કરવી જોઈએ; યશ, કીર્તિ, આદિ માટે નહીં. ભગવાને વૈયાવચ્ચને આત્યંતર તપ કહ્યું છે. તેનું સેવન કરવાથી સાધકને બમણો લાભ થાય છે. વૈયાવચ્ચ કરનાર કર્મનિર્જરાનો લાભ લે છે અને જેની વૈયાવચ્ચ કરવામાં આવે છે તેના ચિત્તમાં સમાધિ, સુખ-શાંતિ ઉત્પન્ન થાય છે.
આરાધનાનું ફળ :५ इमं च परदव्वहरणवेरमण-परिरक्खणट्ठयाए पावयणं भगवया सुकहियं अत्तहियं पेच्चाभावियं आगमेसिभई सुद्धं णेयाउयं अकुडिलं अणुत्तर सव्वदुक्खपावाणं विउवसमणं ।
ભાવાર્થ :- પરદ્રવ્યના અપહરણથી વિરમણ(નિવૃત્તિ) રૂપ આ અસ્તેય વ્રતની રક્ષા માટે ભગવાન તીર્થકર દેવે આ પ્રવચન સમીચીન રૂપે કહ્યું છે. આ પ્રવચન આત્મા માટે હિતકારી, આગામી ભવમાં શુભ ફળ દેનાર અને ભવિષ્યમાં કલ્યાણકારી છે. આ પ્રવચન શુદ્ધ છે; ન્યાયયુક્ત-તર્કથી સંગત છે; અટિલ-મુક્તિનો સરળ માર્ગ છે; સર્વોત્તમ છે તથા સમસ્ત દુઃખો અને પાપોને સંપૂર્ણરૂપે શાંત કરનાર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસ્તેય વ્રત સંબંધી જિન પ્રવચનનો મહિમા અને વ્રતના પાલનકર્તાને પ્રાપ્ત થનાર ફળનો પણ નિર્દેશ કર્યો છે.
અચૌર્ય મહાવ્રતની પાંચ : ૧. નિર્દોષ ઉપાશ્રય :
६ तस्स इमापंच भावणाओ होति परदव्व-हरण-वेरमण-परिरक्खणट्ठयाए । पढम-देवकुल-सभाप्पवावसह-रुक्खमूल-आराम-कंदरागर-गिरि-गुहा-कम्मत उज्जाण जाणसाला-कुवियसाला-मंडव-सुण्णघर-सुसाण-लेण-आवणे अण्णम्मि य एवमाइयम्मि दग-मट्टिय-बीय-हरिय-तसपाण-असंसत्ते अहाकडे