Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પ્રકારના પરિગ્રહ મેળવવાના સેંકડો ઉપાયોમાં પ્રવૃત્તિ કરી રહેલા મનુષ્યો જીવનપર્યંત નાચતા રહે છે. જેની બુદ્ધિ મંદ છે, જે પારમાર્થિક હિતાહિતનો વિવેક કરનારી બુદ્ધિની મંદતાયુક્ત છે, તે પરિગ્રહનો સંચય કરે છે.
૧૪૦
પરિગ્રહને માટે આવા કાર્યો અને પરિણામો થાય છે– લોકો પ્રાણીઓની હિંસામાં પ્રવૃત્ત થાય છે, ખોટું બોલે છે, બીજાને ઠગવાના ધંધા કરે છે, ખરાબ વસ્તુની ભેળસેળ કરીને બીજાને સારી વસ્તુ બતાવે છે અને બીજાને દ્રવ્યની લાલચ આપે છે. પોતાની સ્ત્રી સાથેના ગમનમાં શારીરિક અને માનસિક ખંદને પામે છે તથા બીજાની સ્ત્રીની પ્રાપ્તિ ન થવા પર માનસિક પીડાનો અનુભવ કરે છે. ક્લેશ, લડાઈ, વૈર વિરોધ કરે છે. અપમાન તથા યાતનાઓ સહન કરે છે. ઈચ્છાઓ અને મહેચ્છાઓ અને તૃષ્ણાથી નિરંતર તૃષ્ણાશીલ બની રહે છે. અપ્રાપ્ત દ્રવ્યની પ્રાપ્તિની લાલસા તથા પ્રાપ્ત પદાર્થો સંબંધી આસક્તિ તથા લોભમાં ગ્રસ્ત રહે છે. તે શરણરહિત અને ઈન્દ્રિયો તથા મનના નિગ્રહથી રહિત થઈ ક્રોધ, માન, માયા અને લોભનું સેવન કરે છે.
આ નિંદનીય પરિગ્રહમાં જ નિશ્ચિતરૂપે માયા, નિદાન, મિથ્યાત્વ રૂપ ત્રણ શલ્ય હોય છે. તેમાં જ મન, વચન, કાયરૂપ ત્રણ દંડ હોય છે. તેમાં સદ્ધિ, રસ તથા શાતારૂપ ત્રણ ગૌરવ હોય છે; ક્રોધાદિ કપાય હોય છે; આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞારૂપ ચાર સંજ્ઞાઓ હોય છે. તેમાં જ કામગુણ-શબ્દાદિ ઈન્દ્રિયોના પાંચ વિષય તથા હિંસાદિ પાંચ આશ્રવાર, ઈન્દ્રિય વિકાર તથા કૃષ્ણ, નીલ અને કાપોત નામની ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે; સ્વજનોની સાથે સંયોગ પણ પરિગ્રહ પર આધારિત છે. પરિહી અસીમ અનંત સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોને ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે.
દેવો, મનુષ્યો અને અસુરો સહિત ત્રસ સ્થાવરરૂપ જગતમાં જિનેન્દ્ર ભગવંતો તીર્થંકરોએ (પૂર્વોક્ત સ્વરૂપવાળા) પરિગ્રહનું પ્રતિપાદન કર્યું છે. વાસ્તવમાં પરિગ્રહ સમાન અન્ય બંધન નથી. વિવેચન
પ્રસ્તુત સૂત્રમાં પરિગ્રહ માટે કરવામાં આવતા વિવિધ પ્રકારના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. તે કાર્યોનું સૂત્રમાં તાદૃશ વર્ણન છે. તે સિવાય અન્ય પણ ઘણા કાર્ય છે, જેથી પરિગ્રહની પ્રાપ્તિ, વૃદ્ધિ તેમજ સંરક્ષણ થઈ શકે છે.
મૂળ પાઠમાં પુરુષોની બોતેર કળાઓ અને સ્ત્રીની ચોસઠ કળાઓનું નિદર્શન કરવામાં આવ્યું છે. પ્રાચીન કાળમાં આ કળાઓ પ્રચલિત હતી. તેનો સંક્ષિપ્ત પરિચય સમવાયાંગ સૂત્ર અને અંતગડ સૂત્રમાં છે. સ્ત્રીઓની ૬૪ કળા :– (૧) નૃત્યકળા (૨) ઔચિત્યકળા (૩) ચિત્રકળા (૪) વાજિંત્ર (૫) મંત્ર (૬) તંત્ર (૭) જ્ઞાન (૮) વિજ્ઞાન (૯) દંડ (૧૦) જલસ્તંભન (૧૧)) ગીતગાન (૧૨) તાલમાન (૧૩) મેઘવૃષ્ટિ (૧૪) ફલવૃષ્ટિ (૧૫) આરામરોપણ (૧૬) આકારગોપન (૧૭) ધર્મવિચાર (૧૮) શકુનવિચાર (૧૯) ક્રિયાકલ્પન (૨૦) સંસ્કૃતભાષણ (૨૧) પ્રસાદનીતિ (૨૨) ધર્મનીતિ (૨૩) વાણીવૃદ્ધિ (૨૪) સુવર્ણસિદ્ધિ (૨૫) સુરભિñલ (૨૬) લીલાસંચરણ (૨૭) હાથી-ઘોડા પરીક્ષણ (૨૮) સ્ત્રી-પુરુષ લક્ષણ (૨૯)