Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શ્રુતસ્કંધ-ર/અધ્યયન-૧
| ૧૫૩ |
(૫૦) આશ્વાસ:- પ્રાણીઓ માટે આશ્વાસનરૂપ છે. તેથી તેને આશ્વાસ કહે છે. (૫૧) વિશ્વાસ :- સર્વ જીવોના વિશ્વાસનું કારણ છે. તેથી તેને વિશ્વાસ કહે છે. (પર) અભય :- પ્રાણીઓને નિર્ભયતા દેનાર, સ્વયં આરાધકને પણ નિર્ભય બનાવનારી છે. તેથી તેને અભય કહે છે. (૫૩) સર્વનો અમાઘાત – પ્રાણીમાત્રની હિંસાના નિષેધરૂપ અથવા અમારી ઘોષણા સ્વરૂપ છે. તેથી તેને સર્વઅમાઘાત કહે છે. (૫૪) ચોક્ષ :- ચોખી (સ્વચ્છ) શુદ્ધ, સારી રીતે પ્રતીત થનાર અહિંસા છે. તેથી તેને ચોક્ષ કહે છે. (૫૫) પવિત્રા - અત્યંત પવિત્ર વજસમાન ઘોર આઘાતથી પણ રક્ષણ કરનારી છે. તેથી તેને પવિત્રા કહે છે. (૫) શુચિ: - ભાવની અપેક્ષાએ શુદ્ધ, હિંસા આદિ મલિન ભાવોથી રહિત અને નિષ્કલંક હોવાથી તેને શુદ્ધ કહે છે. (૫૭) પૂતા(જ) - ભાવથી આત્મદેવની પૂજા કરવારૂપ છે અથવા નિષ્કલંક છે. તેથી તેને પૂતા (પૂજા)
(૫૮) વિમલા –સ્વયં નિર્મલ અને નિર્મલતાનું કારણ છે. તેથી તેને વિમલા કહે છે. (૫૯) પ્રભાસા - આત્માને તેજ દેનારી અર્થાત્ અહિંસા પ્રકાશમય છે. તેથી તેને પ્રભાસા કહે છે. (o) નિર્મલતરાઃ- અત્યંત નિર્મળ અથવા આત્માને નિર્મળ બનાવનાર છે. તેથી તેને નિર્મલતરા કહે છે.
સૂત્રોક્ત નામ પરથી અહિંસાના અત્યંત વ્યાપક તેમજ વિરાટ સ્વરૂપને સહજ રીતે સમજી શકાય છે. નિર્વાણ, નિવૃત્તિ, સમાધિ, તૃપ્તિ, ક્ષાન્તિ, બોધિ, ધૃતિ, વિશુદ્ધિ આદિ નામ સાધકની આંતરિક ભાવનાઓને પ્રગટ કરે છે અર્થાત્ માનવની આવા પ્રકારની સાત્વિક ભાવનાઓ પણ અહિંસામાં ગર્ભિત છે. રક્ષા, સમિતિ, દયા અમાઘાત આદિ નામ અહિંસક સાધકના વ્યવહારના દ્યોતક છે. દુઃખોથી પીડિત પ્રાણીને દુઃખથી બચાવવા તે પણ અહિંસા છે. બીજાને પીડા થાય તેવું કાર્ય ન કરતાં; યતના, સદાચાર કે સમિતિનું પાલન કરવું તે પણ અહિંસાનું અંગ છે. સર્વ જીવો પર દયા-કરુણા રાખવી તે પણ અહિંસા છે. કીર્તિ, કાન્તિ, રતિ, પવિત્ર, ચિ, પૂતા-નિષ્કલંક આદિ નામ તેની પવિત્રતાના પ્રકાશક છે. નન્દા, ભદ્રા, કલ્યાણ, મંગલ, પ્રમોદ, આદિ નામ અહિંસાની આરાધનાના ફળને પ્રગટ કરે છે. તેની આરાધનાથી આરાધકની ચિત્તવૃત્તિ કલ્યાણમયી, મંગલમયી બની જાય છે.
આ પ્રકારે સૂત્રોક્ત અહિંસાના નામોથી તેના વિવિધ રૂપોનું, તેની આરાધનાથી આરાધકના જીવનમાં પ્રાદુભૂત થનારી પ્રશસ્ત વૃત્તિઓનું અને તેના પરિણામનું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવે છે.
અહિંસાનું અંતિમ ફળ નિર્વાણ છે, તે પ્રસ્તુત પાઠથી જાણી શકાય છે. અહિંસાનો મહિમા - | ३ एसा सा भगवई अहिंसा जा सा भीयाण विव सरणं, पक्खीणं विव