Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૫૪ ]
| શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
गमणं, तिसियाणं विव सलिलं, खुहियाणं विव असणं, समुद्दमज्जे व पोयवहणं, चउप्पयाणं व आसमपयं, दुहट्ठियाणं व ओसहिबलं, अडवीमज्जे व सत्थगमणं।
एत्तो विसिट्ठतरिया अहिंसा जा सा पुढवी-जल-अगणि-मारुय वणस्सइ बीय-हरिय-जलयर-थलयर-खहयर-तस-थावर-सव्वभूय-खेमकरी । ભાવાર્થ :- આ અહિંસા ભગવતી છે તે(સંસારના સમસ્ત) ભયભીત પ્રાણીઓને માટે શરણભૂત , પક્ષીઓને માટે આકાશમાં ગમન કરવા સમાન, તૃષાતુર પ્રાણીઓને માટે જલ સમાન, ભૂખ્યા માટે ભોજન સમાન, સમુદ્રની મધ્યમાં ડૂબી રહેલા જીવોને માટે જહાજ સમાન, ચોપગા પશુઓને માટે આશ્રય સ્થાન સમાન, દુઃખોથી પીડિત રોગી મનુષ્યોને માટે ઔષધિના બળ સમાન, ભયાનક જંગલમાં સાર્થ-સંઘની સાથે ફરવા સમાન છે. શું ! ભગવતી અહિંસા વાસ્તવમાં પાણી, અનાજ, ઔષધ, યાત્રામાં સાર્થ સમૂહ આદિ સમાન જ છે?] નહીં ! ભગવતી અહિંસા આનાથી પણ અત્યંત વિશિષ્ટ છે. જે પૃથ્વીકાય, અપકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બીજ, હરિતકાય, જલચર, સ્થળચર, ખેચર ત્રણ અને સ્થાવર સર્વ જીવોનું ક્ષેમકુશળ મંગલ કરનારી છે.
વિવેચન :
પ્રસ્તુત પાઠમાં અહિંસાનો મહિમા તેમજ તેની ઉપયોગિતાનું સરળ તથા ભાવપૂર્ણ ચિત્ર વિવિધ ઉપમાઓ દ્વારા અભિવ્યકત કર્યું છે.
અહિંસાને આકાશ, પાણી, ભોજન, ઔષધ, જહાજ આદિ સમાન કહી છે પરંતુ આ ઉપમાઓ પૂર્ણ નથી. આ પદાર્થો એકાંતિક અને આત્યંતિક સુખના કારણ નથી. તે કયારેક, વિશેષ પરિસ્થિતિમાં દુઃખનું કારણ બની શકે છે. જ્યારે અહિંસાના સેવનમાં કદાપિ અંશ માત્ર દુઃખ નથી, લેશમાત્ર જોખમ નથી. અહિંસાથી જે આનંદ મળે છે તે એકાંતિક અને આત્યંતિક છે. અહિંસાની આરાધનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે અને નિર્વાણમાં પ્રાપ્ત થતો આનંદ સદા સ્થાયી રહે છે. આ આશયને સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રકારે પત્તો નિકિતરિયા હંસા શબ્દપ્રયોગ કર્યો છે. પૂર્વોક્ત સર્વ ઉપમાભૂત વસ્તુથી અત્યંત વિશિષ્ટ છે.
મૂળ પાઠમાં વનસ્પતિનો ઉલ્લેખ કરવાની સાથે બીજ, હરિતકાય, પૃથ્વીકાય આદિ સ્થાવર એકેન્દ્રિયનો અને જલચર આદિની સાથે ત્રસનો અને અંતે સર્વભૂત શબ્દને ગ્રહણ કરીને ભગવતી અહિંસાના મહિમાને પ્રગટ કર્યો છે. અહિંસાથી પ્રાણીમાત્રનું ક્ષેમકુશળ જ થાય છે, કોઈનું અક્ષમ થતું નથી. અહિંસાના આરાધક મહાપુરુષો :| ४ एसा भगवई अहिंसा जा सा अपरिमिय-णाणदसणधरेहिं सीलगुण विणय तवसंयमणायगेहिं तित्थयरेहिं सव्वजगजीववच्छलेहिं तिलोयमहिएहिं जिणवरेहिं