Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૭૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
एवं अणुवीइसमिइजोगेण भाविओ भवइ अंतरप्पा संजय-करचरण-णयण - वयणो सूरो सच्चज्जवसंपण्णो ।
ભાવાર્થ :- બીજું મહાવ્રત–સત્ય મહાવ્રતની પાંચ ભાવના છે. જે અસત્ય વિરમણવ્રતની રક્ષા માટે છે. આ પાંચ ભાવનાઓનું વિચારપૂર્વક પાલન કરવાથી અસત્ય–વિરમણરૂપ સત્યમહાવ્રતની સંપૂર્ણ રક્ષા થાય છે. આ પાંચ ભાવનાઓમાં પ્રથમ અનુવીચિ ભાષણ છે. સદ્ગુરુની પાસે સત્યવ્રતરૂપ સંવરના અર્થને સાંભળીને અને તેના શુદ્ધ પરમાર્થ–રહસ્યને સમ્યક્ પ્રકારે જાણીને; આવેગ પૂર્વક, શીઘ્રતા પૂર્વક, ચપળતા પૂર્વકના વચન કે કર્કશ, કઠોર વચન; સાહસિક–વિચાર્યા વિનાના એકાએક બોલાયેલા વચન; પરપીડાકારી કે સાવધકારી વચન ન બોલવા જોઈએ. સત્ય, હિતકારી, પરિમિત, ગ્રાહ્ય– શ્રોતાને અર્થની પ્રતીતિ અને પ્રીતિ કરાવનાર હોવાથી ગ્રાહ્ય, શુદ્ધ–નિર્દોષ, યથાસંગત તેમજ પૂર્વાપર અવિરોધી, સ્પષ્ટ તથા સમીક્ષિત–પહેલા બુદ્ધિ દ્વારા સમ્યક્ પ્રકારના વિચારપૂર્વક સમયાનુસાર જ બોલવું જોઈએ.
આ પ્રકારે અનુવીચિ ભાષણ સમિતિના—યોગથી જેનો અંતરાત્મા ભાવિત હોય છે તે અને જે હાથ, પગ, આંખ અને મુખપર સંયમ રાખનાર શૂરવીર હોય છે તે સત્ય અને આર્જવ ધર્મ સંપન્ન હોય છે. ર. ક્રોધ ત્યાગ :
८ बिइयं - कोहो ण सेवियव्वो, कुद्धो चंडिक्किओ मणूसो अलियं भणेज्ज, पिसुणं भणेज्ज फरुसं भणेज्ज, अलियं पिसुणं फरुसं भणेज्ज, कलहं करिज्जा, वेरं करिज्जा, विकहं करिज्जा, कलहं वेरं विकहं करिज्जा, सच्चं हणेज्ज, सीलं हणेज्ज, विणयं हणेज्ज, सच्चं सीलं विणयं हणेज्ज, वेसो हवेज्ज, वत्युं हवेज्ज, गम्मो हवेज्ज, वेसो वत्थं गम्मो हवेज्ज, एयं अण्णं च एवमाइयं भणेज्ज कोहग्गिसंपलित्तो तम्हा कोहो ण सेवियव्वो ।
एवं खंतीइ भाविओ भवइ अंतरप्पा संजयकर-चरण - णयण - वयणो सूरो सच्चज्जवसंपण्णो ।
ભાવાર્થ :- બીજી ભાવના ક્રોધ નિગ્રહ–ક્ષમાશીલતાની છે. સત્યના આરાધકે ક્રોધનું સેવન ન કરવું જોઈએ. ક્રોધી મનુષ્ય રૌદ્રભાવવાળો થઈ જાય છે. આવી અવસ્થામાં અસત્ય ભાષણ થઈ શકે છે તે વૈશૂન્યબીજાની ચુગલીના વચનો પણ બોલે છે; કઠોર વચન બોલે છે; મિથ્યા, પિશૂન, અને કઠોર ત્રણે પ્રકારનાં વચન બોલે છે; ક્લેશ કરે છે; વૈર—વિરોધ કરે છે; વિકથા કરે છે તથા ક્લેશ—વૈર–વિકથા આ ત્રણે કરે છે. તે સત્યનો ઘાત કરે છે. શીલ સદાચારનો ઘાત કરે છે; વિનયનો ઘાત કરે છે; સત્ય, શીલ, તથા વિનય આ ત્રણેનો ઘાત કરે છે. અસત્યવાદી લોકમાં દ્વેષનું પાત્ર બને છે, દોષોનું ઘર બને છે અને અનાદરનું પાત્ર બને છે; તે દ્વેષ, દોષ અને અનાદર આ ત્રણેનું પાત્ર બને છે. ક્રોધાગ્નિથી પ્રજ્વલિત હૃદયવાળા મનુષ્યો આ