Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૧૨૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પરસ્ત્રીમાં લુબ્ધ જીવોની દુર્દશા - १३ मेहुणसण्णासंपगिद्धा य मोहभरिया सत्थेहिं हणंति एक्कमेक्कं । विसयविसउदीरएसु अवरे परदारेहिं हम्मति विसुणिया धणणासं सयणविप्पणासं य पाउणंति । परस्स दाराओ जे अवरिया मेहुणसण्णासंपगिद्धा य मोहभरिया अस्सा हत्थी गवा य महिसा मिगा य मारेति एक्कमेक्क। मणुयगणा वाणराय पक्खी य विरुज्झति, मित्ताणि खिप्पं हवंति सत्तू । समए धम्मे गणे य भिंदति पारदारी । धम्मगुणरया य बंभयारी खणेण उल्लोट्ठए चरित्ताओ । जसमंतो सुव्वया य पार्वति अयसकित्तिं । रोगत्ता वाहिया पवर्द्धति रोगवाही । दुवे य लोया दुआराहगा हवंतिइहलोए चेव परलोए, परस्स दाराओ जे अविरया । तहेव केइ परस्स दारंगवेसमाणा गहिया य हया य बद्धरुद्धा य एवं जाव गच्छति विउल मोहाभिभूय-सण्णा। ભાવાર્થ :- જે માનવ મૈથુન સંજ્ઞામાં–વાસનામાં અત્યંત આસક્ત હોય છે અને મોહભૂત મૂઢતા અથવા કામ-વાસના થી ભરેલા હોય છે, તે પરસ્પર શસ્ત્રોથી એક બીજા ઉપર ઘા કરે છે. કોઈ વિષયરૂપી વિષની ઉદીરણા કરનારી, વધારનારી બીજાની સ્ત્રીઓમાં પ્રવૃત્ત થઈ અથવા વિષય વાસનાને વશીભૂત તે પરસ્ત્રીઓમાં પ્રવૃત્ત થઈ બીજાઓ દ્વારા કરાય છે. જો પરસ્ત્રીગમનતા પ્રગટ થઈ જાય તો રાજા દ્વારા ધનનો વિનાશ અને સ્વજનો-આત્મીયજનોનો સર્વથા નાશ થાય છે અર્થાતુ તેની સંપતિ અને કુટુંબનો નાશ થઈ જાય છે.
જે પરસ્ત્રીઓથી વિરત નથી અને મૈથુન સેવનની વાસનામાં અત્યંત આસક્ત છે અને મોહથી ભરપૂર છે એવા (મનુષ્યો તથા)ઘોડા, હાથી, બળદ, ભેંસ અને મૃગ વન્ય પશુ પરસ્પર લડીને એકબીજાને મારી નાખે છે.
મનુષ્યગણ, વાંદરા અને પક્ષીગણ મૈથુન સંજ્ઞાને કારણે પરસ્પર વિરોધી બની જાય છે. મિત્ર શત્રુ બની જાય છે. પરસ્ત્રીગામી પુરુષ સમય-સિદ્ધાંતો યા શપથોનો; અહિંસા, સત્ય આદિ ધર્મોની સમાચારીનો તથા ગણ-સમાન આચાર-વિચારવાળા સમૂહનો અથવા સમાજની મર્યાદાઓનો ભંગ કરે છે. ધર્મ અને સંયમ આદિ ગુણોમાં નિરત બ્રહ્મચારી પુરુષ પણ મૈથુન સંજ્ઞાને વશીભૂત થઈ ક્ષણમાત્રમાં ચારિત્ર-સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે; મોટા દાનેશ્વરી અને વ્રતોને યથાતથ્ય રૂપે પાલન કરનાર પણ અપયશ અને અપકીર્તિના ભાગી બની જાય છે. ક્ષય આદિ રોગોથી ઘેરાયેલ તથા કોઢ આદિ વ્યાધિઓથી પીડિત પ્રાણી મૈથુન સંજ્ઞાની તીવ્રતાની ખરાબ આદતથી રોગ અને વ્યાધિને વધારે છે અર્થાત્ મૈથુન સેવનની અધિકતા રોગોને અને ચિંતાઓને વધારે છે.
જે મનુષ્ય પરસ્ત્રીથી વિરક્ત નથી, તે આ લોક અને પરલોક બંને લોકમાં વિરાધક થાય છે. આ પ્રકારે જેની બુદ્ધિ તીવ્ર મોહ અથવા મોહનીય કર્મના ઉદયથી નષ્ટ થઈ જાય છે તે પરસ્ત્રીની ગવેષણામાં