Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૩૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
૧૧) મહિા :- અસીમ ઈચ્છા યા અસીમ ઈચ્છાનું કારણ હોવાથી તેને મહેચ્છા કહે છે. ૧૨) પહિબંધો :- કોઈ પદાર્થની સાથે બંધાઈ જવું, જકડાઈ જવું. જેમ ભમરો સુગંધની લાલચમાં કમળ ને ભેદન કરવાની શક્તિ હોવા છતાં ભેદી શકતો નથી. તેની કળીમાં બંધ થઈ જાય છે(અને ક્યારેક મૃત્યુનો ગ્રાસ બની જાય છે) આ પ્રકારે સ્ત્રી, ધન આદિના મોહમાં જકડાઈ જાય છે, તેને છોડવાનું ઈચ્છે છતાં છોડી શકતા નથી. તેથી તેને પ્રતિબંધ કહે છે.
૧૩) તોહપ્પા :– લોભનો સ્વભાવ, લોભરૂપ મનોવૃત્તિ હોવાથી તેને લોભાત્મા કહે છે.
૧૪) મહદ્દી :- મહતી આકાંક્ષા અથવા યાચના થતી હોવાથી તેને મહતી યાચના કહે છે. ૧૫) વળ :- જીવન ઉપયોગી સાધન સામગ્રી. આવશ્યકતાનો વિચાર કર્યા વિના ગમે ત્યાંથી સાધન સામગ્રી એકત્ર થતી હોવાથી તેને ઉપકર કહે છે.
૧૬) સંવળા :- મળેલા પદાર્થોનું આસક્તિપૂર્વક સંરક્ષણ થાય છે તેથી તેને સંરક્ષણા કહે છે. ૧૭) ભારો :- પરિગ્રહ જીવનને માટે ભારભૂત છે માટે તેને ભાર કહે છે. પરિગ્રહના ત્યાગી મહાત્મા લઘુભૂત થઈને નિશ્ચિંત અને નિર્ભયપણે વિચરે છે.
૧૮) સંપા૰ખાવો :- પરિગ્રહ અનેક પ્રકારના સંકલ્પો—વિકલ્પોનો ઉત્પાદક, અનેક અનર્થો તેમજ ઉપદ્રવોનો જનક છે. તેથી તેને સંપાતોત્પાદક કહે છે.
૧૯) લિરડો :- પરિગ્રહ ક્લેશ, યુદ્ધ, વૈર, વિરોધ, સંઘર્ષ આદિનું પ્રમુખ કારણ છે, માટે તેને
કલિકફંડ "ક્લેશનો પટારો" કહેવાય છે.
૨૦) પવિત્થરો :- ધન, ધાન્ય આદિનો વિસ્તાર અથવા વ્યાપાર ધંધા આદિનો ફેલાવો, આ સર્વ પરિગ્રહનું જ રૂપ છે. તેથી તેને પ્રવિસ્તર કહે છે.
૨૧) મળત્ત્વો :- પરિગ્રહ અનેકવિધ અનર્થોનું પ્રધાન કારણ છે. મમત્વ બુદ્ધિથી પ્રેરિત અને તૃષ્ણા અને લોભથી ગ્રસ્ત થઈ મનુષ્ય સર્વ અનર્થોનું પાત્ર બની જાય છે. તેને ભીષણ યાતનાઓ ભોગવવી પડે
છે. તેથી તેને અનર્થ કહે છે.
૨૨) સૂંથવો :- સંસ્તવનો અર્થ છે પરિચય– વારંવાર નિકટતાનો સંબંધ. તે મોહની આસક્તિને વધારે છે. માટે તેને સંસ્તવ કહે છે.
૨૩) અનુત્તિ :- પોતાની ઈચ્છાઓ કે વાસનાઓનું ગોપન ન કરવું તેના પર નિયંત્રણ રાખ્યા વિના સ્વછંદતા વધારવી તેને અણુપ્તિ કહે છે.
૨૪) આવાસો :- આયાસનો અર્થ છે—ખેદ અથવા પ્રયાસ, પરિગ્રહ એકઠો કરવા માટે માનસિક અને શારીરિક ખેદ થાય છે—પ્રયાસ કરવો પડે છે માટે તેને આયાસ કહે છે.
૨૫) અવિઓળો :- વિભિન્ન પદાર્થોના રૂપમાં અથવા ધન–મકાન કે દુકાન આદિના રૂપમાં જે પરિગ્રહ એકત્રિત કર્યો છે તેને છોડી ન દેવો. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવી વૃત્તિ હોવાથી તેને અવિયોગ કહે છે. ૨) અમુત્તી :- મુક્તિ અર્થાત્ નિર્લોભતા—તેનું ન હોવું અર્થાત્ લોભની વૃત્તિ હોવી. આ પ્રકારનો માનસિક ભાવ હોવાથી તેને અમુક્તિ કહે છે.