Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૨૮]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પાંચમું અધ્યયન પરિચય 909902 09 04 ગ્રહ શુ09 A2 2 2 28
આ અધ્યયનનું નામ 'પરિગ્રહ છે. તેમાં પરિગ્રહનું સ્વરૂપ, તેના પર્યાયવાચી નામ, પરિગ્રહી વ્યક્તિ, તેઓના પ્રયોજન અને પરિગ્રહના દારુણ પરિણામનું વર્ણન પૂર્વવત્ પાંચ દ્વારથી કર્યું છે. પરિગ્રહનું સ્વરૂપ - જીવને ગ્રહી–જકડી રાખે તેને પરિગ્રહ કહે છે. જમીન, ધન, સંપત્તિ, ખેતી, સોના, ચાંદી, હીરા, ઝવેરાત, મકાન, દુકાન, સ્ત્રી, પુત્ર આદિ સચિત્ત અને અચિત્ત પદાર્થ પ્રાણીઓને ગ્રહીજકડી લે છે. તેથી તેને પરિગ્રહ કહે છે. આ પરિગ્રહ સ્થાનોમાં લાભની સાથે લોભ સંજ્ઞાની વૃદ્ધિ થતી રહે છે. આખા જગતનું ધન કોઈ લોભી વ્યક્તિને મળી જાય તો પણ તેને સંતોષ થતો નથી. અગ્નિમાં જેમ જેમ ઘી આદિ સામગ્રી નાખવામાં આવે તેમ તે વૃદ્ધિ પામે છે તેવી જ રીતે જેમ લાભ થાય તેમ લોભ વધે છે. પરિગ્રહ મોક્ષ માટે આગળિયા સમાન અને મમત્વનું મૂળ છે. લોભાંધ વ્યક્તિ હિતાહિતનો વિવેક ખોઈ બેસે છે. ભાઈ ભાઈમાં, મિત્ર મિત્રમાં, પિતા પુત્રમાં અને શેઠ નોકરમાં, તે વેરની વૃદ્ધિ કરાવનાર છે. હિંસા અને મહાસંગ્રામનું તે નિમિત્ત છે. પરિગ્રહના ૩૦ પર્યાયવાચી નામઃ-મૂછ પરવાહો કુત્તો ! મૂછભાવ તે પરિગ્રહ છે. મૂછભાવનું પરિણમન વસ્તુનો સંગ્રહ કરાવે છે અને સંગૃહિત પદાર્થ પર મૂનો ભાવ જાગૃત થાય છે. બંને પરસ્પર સાપેક્ષ છે. તેની વિશાળતાનું દર્શન કરાવવા શાસ્ત્રકારે તેના ૩૦ નામનું કથન કર્યું છે.
આ સાર્થક નામોમાં બન્ને પ્રકારનાં દ્રવ્ય અને ભાવ પરિગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રીસ નામ પરિગ્રહના વિરાટ રૂપને સૂચિત કરે છે. શાંતિ, સંતોષ, સમાધિથી જીવન વ્યતીત કરવા ઈચ્છતી વ્યક્તિએ પરિગ્રહના આ જુદા જુદા રૂપોને સારી રીતે સમજીને ત્યાગ કરવો જોઈએ.
પરિગ્રહધારીઃ- (૧) ચારે જાતિના ૯૯ પ્રકારના દેવ મહાન ઋદ્ધિના ધારક છે. તેમાં પણ ઈન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશક, લોકપાલ, અહમૅન્દ્ર આદિ વિશેષ ઐશ્વર્યના સ્વામી છે. દેવગણ પણ પોતપોતાની પરિષદ સહિત, પરિવાર સહિત વિશાળ પરિગ્રહના સ્વામી છે. તેના ભવન, વિમાન, આવાસ, યાન, વાહન, શય્યા, ભદ્રાસન, સિંહાસન, વસ્ત્ર, આભૂષણ, શસ્ત્ર, અનેક પ્રકારના મણિરત્ન તેમજ લબ્ધિસંપન્ન અપ્સરાઓ (દેવીઓ)આદિ તેના સ્વામીત્વમાં હોય છે અને તેમાં તે મૂચ્છિત હોય છે.
(૨) ચૈત્યસ્તૂપ, માણવક સ્તંભ, ગામ, નગર, ઉધાન, જંગલ, દેવાલય, સરોવર, તળાવ, વાવડી, પરબ અને વસ્તી આદિ સ્થાનોને કેટલાક દેવો મમત્વપૂર્વક સ્વીકાર કરે છે. (૩) આદેવોમાંથી કોઈદેવ તિર્યલોકના વર્ષધર(વિશાળ) ક્ષેત્ર, દ્વીપસમુદ્ર, નદી, પર્વત, ઈક્ષકાર, દધિમુખ,