Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૯૮ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
जे अविरया । ભાવાર્થ :- અદત્તાદાનનું પાપ કરનારા પ્રાણી ભવાંતરમાં પણ અનેક પ્રકારની આશાઓ, કામનાઓ અને તૃષ્ણાઓના પાશમાં બંધાઈ રહે છે. લોકમાં સારભૂત મનાતા અર્થ ઉપાર્જન તેમજ કામભોગ સંબંધી સુખને માટે પ્રબળ પ્રયત્ન કરવા છતાં પણ તેને સફળતા પ્રાપ્ત થતી નથી. તેને હમેશા ઉદ્યમ કરવા છતાં પણ ઘણી મુશ્કેલીથી સિક્વપિંડ અર્થાત્ ચારે બાજુ વેરાયેલું, ફેંકી દીધેલું ભોજન જ પ્રાપ્ત થાય છે. તે પ્રક્ષીણ દ્રવ્યસાર હોય છે અર્થાતુ કદાચિતુ કોઈ ઉત્તમ દ્રવ્ય મળી જાય તો તે પણ નષ્ટ થઈ જાય છે અથવા તેના એકઠા કરેલા દાણાં પણ ક્ષીણ થઈ જાય છે. અસ્થિર ધન,ધાન્ય અને કોશના પરિભોગથી તે હંમેશાં વંચિત રહે છે. કામ એટલે શબ્દ અને રૂપ, ભોગ એટલે ગંધ, સ્પર્શ અને રસ તેના ભોગ ઉપભોગથી પ્રાપ્ત થનારા સમસ્ત સુખથી તે વંચિત રહે છે. બીજાની લક્ષ્મીના ભોગ-ઉપભોગને પોતાને આધીન બનાવવાના પ્રયાસમાં તત્પર રહેવા છતાં, દરિદ્રતા ન ઈચ્છવા છતાં પણ કેવળ દુઃખના જ ભાગીદાર થાય છે. તેઓને સુખ મળતું નથી, શાંતિ-માનસિક સ્વસ્થતા અથવા સંતોષ પણ મળતો નથી. જે બીજાના દ્રવ્યોથી–પદાર્થોથી વિરક્ત થયા નથી અર્થાત્ જેઓએ અદત્તાદાનનો પરિત્યાગ કર્યો નથી, તે અત્યંત અને વિપુલ સેંકડો દુઃખોની અગ્નિમાં બળતા રહે છે.
ચોર્યકર્મ ઉપસંહાર :
२० एसो सो अदिण्णादाणस्स फलविवागो, इहलोइओ अप्पसुहो बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो दारुणो कक्कसो असाओ वाससहस्सेहिं मुच्चइ, ण य अवेयलत्ता अत्थि उ मोक्खोत्ति ।
एवमाहंसु णायकुल-णंदणो महप्पा जिणो उ वीरवर-णामधेज्जो कहेसी य अदिण्णादाणस्स फलविवागं । एयं तं तइयं पि अदिण्णादाणंहर-दह-मरण-भय- कलुसतासण-परसंतिकभेज्ज लोहमूलं एवं जाव चिरपरिचियमणुगयं दुरंतं । त्ति बेमि ॥
તફયં અહમ્મલા સમi II ભાવાર્થ :- અદત્તાદાનનું આ ફલવિપાક–પરિણામ છે, જે આ લોક અને પરલોકમાં(નરકાદિ ભવમાં) ભોગવવું પડે છે. તેમાં અલ્પસુખ અને મહાદુઃખ છે. તે અત્યંત ભયાનક છે, અત્યંત ગાઢ કર્મ રૂપી રજથી યુક્ત છે, અત્યંત દારુણ છે, કઠોર છે, અત્યંત અશાતાને ઉત્પન્ન કરનાર છે. હજારો વર્ષો પછી તેમાંથી છુટકારો પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ તેને ભોગવ્યા વિના છુટકારો થતો નથી.
જ્ઞાતકુલનંદન મહાન આત્મા શ્રેષ્ઠ મહાવીર નામથી વિખ્યાત જિનેશ્વર દેવે અદત્તાદાનનું આ ફળ પ્રતિપાદિત કર્યું છે.