Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૮ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
વર્ષા આદિ થાય છે. માટે એક માત્ર કારણ કાલ જ છે.
આ સર્વ એકાંત મૃષાવાદ છે. વાસ્તવમાં કાળ, સ્વભાવ, નિયતિ, ભાગ્ય અને પુરુષાર્થ આ સર્વે કાર્ય સિદ્ધિના યથાયોગ્ય સમ્મિલિત કારણો છે. કાર્યસિદ્ધિ એક કારણથી નહિ પરંતુ સમગ્ર કારણોના સમૂહથી થાય છે. કાલ આદિ એક–એક કારણ અપૂર્ણ હોવાથી કાર્ય સિદ્ધિનું સમર્થ કારણ નથી. કહેવાય છે કે
कालो सहाव नियई, पुव्वकयं पुरिसकारणेगंता ।
मिच्छतं ते चेव उ, समासओ होंति सम्मतं ॥ કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (દેવ—વિધિ) અને પુરુષાકારને એકાંત કારણ માનવા અર્થાત્ પાંચમાંથી કોઈપણ એક કારણનો સ્વીકાર કરવો અને શેષ કારણ ન માનવા તે મિથ્યાત્વ છે. આ સર્વ મળીને જ કાર્ય સિદ્ધ થાય છે. આવી માન્યતા જ સમ્યક્ત્વ છે. મૃષાવાદનું પ્રયોજન - | ८ अवरे अहम्मओ रायदुटुं अब्भक्खाणं भणंति अलियं- चोरोत्ति अचोरयं करेंत, डामरिउत्ति वि य एमेव उदासीणं, दुस्सीलोत्ति य परदारं गच्छइत्ति मइलिंति सीलकलियं, अयं वि गुरुतप्पओत्ति । अण्णे एमेव भणंति उवहणंता मित्तकलत्ताई सेवंति अयं वि लुत्तधम्मो, इमोवि विस्संभवाइओ पावकम्मकारी अगम्मगामी अयं दुरप्पा बहुएसु च पावगेसु जुत्तोत्ति एवं जपति मच्छरी । भद्दगे वा गुणकित्ति णेह परलोय-णिप्पिवासा । एवं ते अलियवयणदच्छा परदोसुप्पायणप्पसत्ता वेढेंति अक्खाइयबीएणं अप्पाणं कम्मबंधणेण मुहरी असमिक्खियप्पलावी । ભાવાર્થ :- કેટલાક લોકો રાજ્ય વિરુદ્ધ મિથ્યાદોષારોપણ કરે છે. જેમકે ચોરી ન કરનારાને ચોર કહે છે. ઉદાસીનને—લડાઈ, ઝગડાં ન કરનારને લડાઈખોર કે ઝગડાખોર કહે છે. સુશીલ–શીલવાનને દુશીલવ્યભિચારી કહે છે. "આ પરસ્ત્રીગામી છે", આવું કહીને તેને બદનામ કરે છે. તેના પર એવો દોષારોપણ કરે છે કે તે તો ગુરુપત્નીની સાથે અનુચિત સંબંધ રાખે છે. કોઈની કીર્તિ અથવા આજીવિકાને નષ્ટ કરવાને માટે મિથ્યા દોષારોપણ કરે છે કે આ પોતાના મિત્રની પત્નીઓનું સેવન કરે છે. આ ધર્મહીન છે, આ વિશ્વાસઘાતી છે, પાપકર્મ કરે છે, નહીં કરવા યોગ્ય કૃત્ય કરે છે, આ અગમ્યગામી અર્થાત્ બહેન, પુત્રવધૂ, આદિ અગમ્ય સ્ત્રીઓની સાથે સહવાસ કરે છે, આ દુષ્ટાત્મા છે, ઘણા જ પાપકર્મો કરનાર છે, આ પ્રકારે ઈર્ષાળુ લોકો મિથ્યા પ્રલાપ કરે છે. ભદ્ર પુરુષના પરોપકાર, ક્ષમા આદિ ગુણોની તથા કીર્તિ, સ્નેહ અને પરભવની લેશમાત્ર પરવાહ ન કરનારા તે અસત્યવાદી, અસત્ય ભાષણ કરવામાં કુશળ, બીજાઓના દોષોને પ્રગટ કરવામાં રત રહે છે. તે વિચાર્યા વિના બોલનાર, અક્ષય દુઃખોના કારણભૂત,