Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ७८
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
લાઠીઓ, ભિંડમાલો, શબ્બલો–લોઢાના વલ્લમો, પટ્ટિસ નામના શસ્ત્રો, ચર્મબદ્ધ પાષાણો, કૂધણો–વિશેષ પ્રકારના ભાલા, મુઠ્ઠીમાં આવી શકે તેવા એક પ્રકારના શસ્ત્રો, મુગરો, વર પરિઘો–લોહબદ્ધ લાઠીઓ અથવા પ્રબલ આગલો, યંત્રપ્રસ્તરો–ગોફણો, હૃધણો, બાણોના નૂણીરો, કુવેણી–ધારદાર બાણો અને પીઠ યંત્રોથી યુક્ત તથા બે ધારી તલવારો અને ચમકતા શસ્ત્રોથી આકાશતળ વિજળીની સમાન ઉજ્જવળ, તેજયુક્ત બની જાય છે. આ સંગ્રામમાં પ્રગટ શસ્ત્રપ્રહાર થાય છે. જે મહાયુદ્ધમાં વગાડવામાં આવતા શંખો, ભેરીઓ, ઉત્તમ વાદ્યો, અત્યંત સ્પષ્ટ ધ્વનિવાળા ઢોલોના ગંભીર અવાજથી વીરપુરુષ હર્ષિત હોય છે અને કાયર પુરુષો ક્ષોભ-ગભરાટ પામે છે, તે ભયથી ધ્રુજી ઉઠે છે. યુદ્ધભૂમિમાં કોલાહલ મચી જાય છે. ઘોડા, હાથી અને પાયદળ સેનાઓના શીઘ્રતાથી ચાલવાના કારણે, ચારે તરફ ઉડતી ધૂળથી ત્યાં સઘન અંધકાર વ્યાપ્ત રહે છે. તે યુદ્ધ કાયર પુરુષોના નેત્રો અને હૃદયોને આકુળ-વ્યાકુળ બનાવી દે છે.
યુદ્ધસ્થળની બિભત્સતા :|६ विलुलियउक्कड-वर-मउड-तिरीड-कुंडलोडुदामाडोविया पागडपडाग-उसियज्झय-वेजयंति-चामरचलंत-छत्तंधयारगंभीरे हयहेसियहत्थिगुलुगुलाइय-रहघणघणाइय-पाइक्कहरहराइय-अप्फोडिय-सीहणाया, छेलिय विघुतुक्कुट्ठ-कंठकयसद्दभीमगज्जिए, सयराह-हसंत-रुसंत कलकलरवे आसूणिय-वयणरुद्दे-भीमदसणाधरोह्रगाढदढे सप्पहारणुज्जयकरे अमरिसवसतिव्वरत्त णिद्दारितच्छे वेरदिट्ठि-कुद्ध-चेट्ठिय-तिवलि-कुडिलभिउडिकयणिलाडे, वहपरिणय-णरसहस्स-विक्कमवियंभियबले । वग्गंततुरंगरहपहाविय समरभडा, आवडियछेयलाघव-पहारसाहिया समूसविय बाहुजुयलं मुक्कट्टहासपुक्कतबोल बहुले । फल-फलगावरणगहिय- गयवरपत्थेतदरियभडखल-परोप्परपलग्ग-जुद्धगव्विय विउ सिय वरासि रोस-तुरियअभिमुहपहरेतछिण्णकरिकर-विभगियकरे अवइद्ध णिसुद्धभिण्ण फालिय पगलिय रुहिरकयभूमिकद्दम-चिलिचिल्लपहे कुच्छिदालिय गलतरुलिंत णिभेलितंतफुरुफुरंत-अविगल-मम्माहय-विकय-गाढदिण्णपहार-मुच्छित रुलंत विब्भलविलावकलुणे, हयजोह-भमंत-तुरग-उद्दाम मत्त कुंजर-परिसंकियजण णिव्वुक्कच्छिण्णधय भग्गरहवरणट्ठसिरकरि कलेवराकिण्ण-पतित-पहरणविकिण्णाभरण-भूमिभागे, णच्चंतकबंधपउरभयंकर-वायस-परिलेंत गिद्धमंडल भमंतच्छायंधकार-गंभीरे । वसुवसुहविकपितव्व पच्चक्खपिउवणं परमरुद्दबीहणगं दुप्पवेसतरगं अहिवयंति संगामसंकडं परधणं महंता । ભાવાર્થ :- ઢીલા હોવાના કારણે ચંચળ અને ઉન્નત ઉત્તમ મુકુટો, તિરીટો–ત્રણ શિખરોવાળા તાજ,