Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૮૨ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પ્રયત્નશીલ અને સામુદ્રિક વ્યાપારમાં નિરત નૌકા–વણિકો (જહાજના વેપારીઓ) દ્વારા સેવિત છે. તે પ્રલયકાળના કલ્પ સમાન છે. તેનો પાર પામવો ઘણો જ કઠિન છે. તે ગંગા આદિ મહા નદીઓના અધિપતિ હોવાના કારણે અત્યંત ભયાનક છે. તેમાં યાત્રા કરવી તે અનેક સંકટોથી પરિપૂર્ણ છે. તેમાં પ્રવેશ મેળવવો પણ મુશ્કેલ છે. તેને પાર કરવો, કિનારે પહોંચવું પણ મુશ્કેલ છે ત્યાં સુધી કે તેનો આશ્રય લેવો પણ દુઃખમય છે. તે ખારા પાણીથી પરિપૂર્ણ હોય છે.
એવા સમુદ્રમાં બીજાના દ્રવ્યનું હરણ કરનાર-ડાકુ-ચાંચીયા, ઉપર ઉઠેલી કાળી અને સફેદ ધ્વજાવાળા, અતિ વેગપૂર્વક ચાલનારા, હલેસા મારનારાઓથી સજ્જિત જહાજો દ્વારા આક્રમણ કરીને સમુદ્રની મધ્યમાં જઈ, સામુદ્રિક વ્યાપારીઓના જહાજોને નષ્ટ કરે છે.
વિવેચન :
આ પાઠમાં સમુદ્રનું વર્ણન કાવ્યાત્મક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવેલ છે.
ધનના લોભથી પ્રેરિત થઈને વણિક–જન સમુદ્રયાત્રા કરતા હતા અને એક દેશનો માલ બીજા દેશમાં લઈ જઈને વેચતા હતા.
પ્રસ્તુત પાઠથી સ્પષ્ટ થાય છે કે સમુદ્રયાત્રામાં પ્રાકૃતિક અથવા દૈવિક પ્રકોપ સિવાય પણ એક મોટો ભય રહેતો હતો, તે ભય માનવીય અર્થાત્ સમુદ્રના લૂંટારાનો હતો. આ લૂંટારા પોતાના જીવના જોખમે લૂંટવા અને મારવા માટે ભયંકર સાગરમાં પ્રવેશ કરતા હતા. તે નૌકા સહિત વણિકોને લૂંટતા હતા અને તેના ધનનું અને ક્યારેક તેના પ્રાણોનું પણ અપહરણ કરતા હતા. પરધનની આસક્તિ કેવી ભયંકર છે, તેનું દર્શન સૂત્રકારે આ સૂત્ર દ્વારા કરાવ્યું છે.
ગ્રામ આદિ લૂંટનારા :|९ णिरणुकंपा णिरवयक्खागामागर-णगर-खेड-कब्बड-मडंब दोणमुह पट्टणा सम-णिगमजणवए य धणसमिद्धे हणंति थिरहियय-छिण्ण लज्जा बंदिग्गह-गोग्गहे य गिण्हंति दारुणमई णिक्किवा णियं हणंति छिदति गेहसंधि णिक्खित्ताणि य हरंति धणधण्णदव्वजायाणि जणवय-कुलाणं णिग्घिणमई परस्स दव्वाहिं जे अविरया ।
ભાવાર્થ :- જેનું હૃદય અનુકંપાથી શુન્ય છે, જે આ લોક પરલોકની પરવાહ કરતા નથી એવા લોકો ધનથી સમૃદ્ધ ગ્રામ, આકર,નગર, ખેટ, કર્બટ, મંડબ, પતન, દ્રોણમુખ, આશ્રમ, નિગમ અને દેશને નષ્ટ કરે છે. તે કઠોર હૃદયવાળા, નિહિત સ્વાર્થવાળા, નિર્લજ્જ લોકો માનવોને બંધનગ્રસ્ત બનાવી તેમની ગાયો આદિને હરણ કરીને લઈ જાય છે. દારૂણ મતિવાળા, કૃપાવગરના, નિર્દય એવા તે લુંટારા પોતાના