Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૮૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
सुण्णघर लेण-अंतरावण-गिरिकंदर-विसमसावय समाकुलासु वसहीसु किलिस्संता सीयातव-सोसियसरीरा दड्ढच्छवी णिरयतिरिय-भवसंकड-दुक्ख संभार वेय-णिज्जाणि पावकम्माणि संचिणंता, दुल्लहभक्खण्ण-पाणभोयणा पिवासिया झुझिया किलंता मंस-कुणिमकंदमूल जं किंचि कयाहारा उव्विग्गा उप्पुया असरणा अडवीवासं उर्वति वालसय-संकणिज्ज । ભાવાર્થ :- આ પ્રકારે કેટલાક (ચોર) અદત્તાદાનની ગવેષણા કરતાં કાળ અને અકાળ અર્થાતુ સમય અને કસમય અર્ધરાત્રિ આદિ વિષમકાળમાં સ્મશાનાદિ સ્થાનોમાં ભટકતા રહે છે. ત્યાં ચિતાઓમાં બળી રહેલી, લોહી આદિથી યુક્ત અડધી બળેલી અને ખેંચી લીધેલી લાશો પડેલી હોય છે. લોહીથી લથપથ મૃત શરીરોને પૂર્ણ રૂપે ખાઈને અને લોહી પીને ચારેબાજુ ફરતી ડાકણોના કારણે તે અત્યંત ભયાનક જણાય છે. ત્યાં શિયાળ–ગીધડા, ઘુવડોનો ડરામણો અવાજ થઈ રહ્યો છે. ભયોત્પાદક તેમજ વિદ્રુપ પિશાચોના ખડખડાટ હાસ્યથી તે અતિશય ભયાનક અને અસુંદર દેખાય છે અને તે તીવ્ર દુર્ગધથી વ્યાખ તેમજ ધૃણાજનક હોવાના કારણે ભીષણ દેખાય છે.
તે ચોરો આવા સ્મશાનવત્ સ્થાનો સિવાય વનોમાં, શૂન્યઘરોમાં, લયનો શિલામય ઘરોમાં, માર્ગમાં બનાવેલી દુકાનોમાં, પર્વતોની ગુફાઓમાં, વિષમ સ્થાનોમાં અને સિંહ-વાઘ આદિ હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત સ્થાનોમાં (રાજદંડથી બચવાના ઉદ્દેશ્યથી) ડરપૂર્વક, ક્લેશ ભોગવતાં ચારે બાજુ ફર્યા કરે છે. તેના શરીરની ચામડી ઠંડી અને ગરમીથી શુષ્ક થઈ જાય છે. ઠંડી-ગરમીની તીવ્રતાથી તેની ચામડી બળી જાય છે, ચહેરાની કાંતિ મંદ થઈ જાય છે. તે નરકભવમાં અને તિર્યંચભવમાં ભોગવવા યોગ્ય પાપકર્મનો સંચય કરે છે અર્થાતુ અદત્તાદાનનું પાપ એટલું તીવ્ર હોય છે કે નરકની અને તિર્યંચગતિની તીવ્ર વેદનાઓને નિરંતર ભોગવ્યા વગર છુટકારો મળતો નથી. તેઓને ખાવા યોગ્ય અન્ન અને પાણી પણ દુર્લભ હોય છે. તેઓ ક્યારેક તરસથી પીડિત રહે છે, ક્યારેક ભૂખથી પીડિત રહે છે; ક્યારેક માંસ, મૃત શરીર, ક્યારેક કંદમૂળ આદિ ખાઈ આનંદ માને છે. તે નિરંતર ઉદ્વિગ્ન રહે છે, હંમેશાં ઉત્કંઠિત રહે છે. તેનું કોઈ શરણ કે રક્ષક હોતું નથી. આ પ્રકારે તે જંગલમાં રહે છે, જેમાં સેંકડો સર્ષો(અજગરો, વરૂ, સિંહ, વાઘ) આદિનો ભય રહે છે અર્થાત્ તે જંગલ ઝેરીલા અને હિંસક જંતુઓને કારણે હંમેશાં શંકાશીલ બની રહે છે.. ११ अयसकरा तक्करा भयंकरा कास हरामोत्ति अज्ज दव्वं इति सामत्थं करेति गुज्झं । बहुयस्स जणस्स कज्जकरणेसु विग्घकरा मत्तपमत्तपसुत्त- वीसत्थछिद्दघाई वसणब्भुदएसु हरणबुद्धी विगव्व रुहिरमहिया परेंति णरवइमज्जायमइक्कंता सज्जण जणदुगछिया सकम्मेहिं पावकम्मकारी असुभपरिणाया यदुक्खभागी णिच्चाविल दुहमणिव्वुइमणा इहलोए चेव किलिस्संता परदव्वहरा णरा वसण सय समावण्णा। ભાવાર્થ :- અકીર્તિકર, અપયશજનક કામ કરનારા તે ભયંકર ચોર ગુપ્ત મંત્રણા કે વિચારણા કરતા