Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
भेयण- गुरुबंधव-सयण-मित्तवक्खारणाइयाइं अब्भक्खाणाई बहुविहारं पावें अमणोरमाइं हिययमणदूमगाइं जावज्जीवं दुरुद्धराइं अणिट्ठ- खरफरुसवयण तज्जणणिब्भच्छणदीणवयणविमणा कुभोयणा कुवाससा कुवसहीसु किलिस्संता णेव सुहं वणव्व उवलति अच्चंत - विउलदुक्खसयसंपलित्ता ।
Es
ભાવાર્થ :- પૂર્વોક્ત મિથ્યાભાષણના ફળવિપાકથી અજ્ઞાત તે મૃષાવાદી નરક અને તિર્યંચ યોનીની વૃદ્ધિ કરે છે. જે અત્યંત ભયંકર છે, જેમાં વિશ્રામરહિત–નિરંતર વેદના ભોગવવી પડે છે અને જે દીર્ઘકાળ સુધી ઘણા દુઃખોથી પરિપૂર્ણ છે.(નરક–તિર્યંચ યોનીઓમાં પણ લાંબા સમય સુધી ઘોર દુઃખોનો અનુભવ કરીને શેષ રહેલા કર્મોને ભોગવવા માટે)મૃષાવાદમાં નિરંતર લીન જીવ પુનર્ભવમાં ભયંકર અંધકારમાં ભટકે છે અને દુર્ગતિ પ્રાપ્ત કરે છે. જેનો અંત ઘણી મુશ્કેલીથી થાય છે. તે મૃષાવાદી મનુષ્ય ભવમાં પણ પરાધીન તેમજ અર્થ અને ભોગોથી પરિવર્જિત થાય છે. તે સદા દુઃખી રહે છે. તેની ચામડી પગમાં વાઢીયા પડી જવાથી, દાદ, ખુજલી આદિથી ફાટેલી રહે છે. તે ભયાનક, વિવર્ણ–કુરૂપ, કઠોર સ્પર્શ વાળા, રતિ વિહીન, બેચેન, મલિન, સારહીન શરીરવાળા અને શોભા-કાંતિથી રહિત હોય છે. તે અસ્પષ્ટ અને વિફળ વાણીવાળા હોય છે અર્થાત્ તે સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકતા નથી અને તેની વાણી સફળ હોતી નથી. તે સંસ્કાર રહિત[ગમાર]અને સત્કારથી રહિત હોય છે. તે દુર્ગંધથી વ્યાસ, વિશિષ્ટ ચેતનાથી રહિત, અભાગી, અકાંત—અનિચ્છનીય, અકમનીય, કાગડાની જેમ અનિષ્ટ સ્વરવાળા, ધીમા અને ફાટેલા અવાજવાળા, વિ િંસ્ય–અન્ય દ્વારા વિશેષરૂપે સતાવવામાં આવેલા, જડ, બધિર, અંધ, મૂંગા અને અસ્પષ્ટ ઉચ્ચારણ કરનારા, તોતડી બોલી બોલનારા, અમનોજ્ઞ તથા વિકૃત ઈન્દ્રિયવાળા, જાતિ, કુલ, ગોત્ર તથા કાર્યોથી નીચ અને નીચજનો દ્વારા સેવિત હોય છે અર્થાત્ તેઓને હલકા માણસોના દાસ બનવું પડે છે. તે લોકમાં ગર્હાને પાત્ર બને છે. તે નૃત્ય—ચાકર થાય છે અને અસદૃશ—અસમાન વિરુદ્ધ આચાર–વિચાર વાળા લોકોના આજ્ઞાપાલક હોય છે. તે દુર્બુદ્ધિ હોય છે. લૌકિક શાસ્ત્ર–મહાભારત, રામાયણ, વેદ—ઋગ્વેદ આદિ, આધ્યાત્મિક શાસ્ત્ર–કર્મગ્રંથ તથા સમય–આગમો અથવા સિદ્ધાંતોના શ્રવણ તેમજ જ્ઞાનથી રહિત હોય છે. તે ધર્મ બુદ્ધિથી રહિત હોય છે.
અશુભ અથવા અનુપશાંત અસત્યની અગ્નિથી બળતાં તે મૃષાવાદી અપમાન,પીઠ પાછળ થનારી નિંદા, આક્ષેપ, દોષારોપણ, ચાડી ચુગલી, પરસ્પરની ફાટફૂટ અથવા પ્રેમ સંબંધોનો ભંગ આદિની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે ગુરુજનો, બંધુજનો, સ્વજનો તથા મિત્રજનોના તીક્ષ્ણ વચનોથી અનાદર પામે છે. તે અમનોરમ, હૃદય અને મનને સંતાપ દેનારા તથા જીવનપર્યંત કઠિનાઈથી દૂર થનારા અનેક પ્રકારના મિથ્યા આરોપોને પ્રાપ્ત કરે છે. તે અનિષ્ટ, અપ્રિય, તીક્ષ્ણ, કઠોર અને મર્મવેધી વચનોથી તર્જના અને તિરસ્કારના કારણે દીન મુખવાળા અને ખિન્ન ચિત્તવાળા થાય છે. તે કુભોજની અને મેલા ફાટેલા વસ્ત્રો વાળા હોય છે અર્થાત્ મૃષાવાદના પરિણામ સ્વરૂપ તેઓને સારું ભોજન પ્રાપ્ત થતું નથી, પહેરવા ઓઢવા માટે સારાં વસ્ત્રો મળતાં નથી. તેઓ નિકૃષ્ટ વસ્તીમાં ક્લેશ પામે છે. ન તો તેઓને શારીરિક સુખ પ્રાપ્ત થાય છે કે ન તો માનસિક શાંતિ મળે છે. તે વિશાળ, વિપુલ, સેંકડો દુ:ખોથી સંતપ્ત રહે છે અર્થાત્ મૃષાવાદ
ન