Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૬૮
]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
યુક્ત છે, અત્યંત દારુણ છે, કઠોર છે, અત્યંત અશાતાને ઉત્પન્ન કરનાર છે. હજારો વર્ષો પછી તેમાંથી છુટકારો પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ તેને ભોગવ્યા વિના છુટકારો થતો નથી.
જ્ઞાતકુનંદન મહાન આત્મા શ્રેષ્ઠ મહાવીર નામથી વિખ્યાત જિનેશ્વર દેવે મૃષાવાદનું આ ફળ પ્રતિપાદિત કર્યું છે.
આ બીજો અધર્મદ્વાર મૃષાવાદ છે. સામાન્યથી સામાન્ય એવા તુચ્છ અને ચંચળ પ્રકૃતિના લોકો દ્વારા સેવિત છે. આ મૃષાવાદ ભયંકર છે, દુઃખકર છે, અપયશકર છે, વૈરનું કારણ છે, અરતિ–રતિ, રાગદ્વેષ તેમજ માનસિક સંક્લેશને ઉત્પન્ન કરનાર છે. આ અસત્ય, અલીક–નિષ્ફળ, કપટ અને અવિશ્વાસની બહુલતાવાળું છે. હલકા માણસો તેનું સેવન કરે છે. તે નૃશંસ-નિર્દય છે. તે અવિશ્વાસકારક છે–મૃષાવાદીની વાત પર કોઈ વિશ્વાસ કરતા નથી. મૃષાવાદ પરમ સાધુજનો-શ્રેષ્ઠ પુરુષો દ્વારા નિંદનીય છે; પીડા ઉત્પન્ન કરનાર અને પરમ કૃષ્ણલેશ્યાથી સંયુક્ત છે; દુર્ગતિ–અધોગતિનું કારણ છે અર્થાત્ અસત્ય ભાષણથી અધઃપતન થાય છે. તે ફરી-ફરી જન્મ-મરણનું કારણ છે, ચિરકાલથી પરિચિત છે અર્થાત્ અનાદિ કાળથી લોકો તેનું સેવન કરી રહ્યા છે, માટે અનુગત છે, તેનો અંત મુશ્કેલીથી થાય છે અથવા તેનું પરિણામ દુઃખમય જ હોય છે.
છે બીજું અધર્મકાર સમાપ્ત .. વિવેચન :
પ્રસ્તુત પાઠમાં સૂત્રકારે મૃષાવાદનાં કટુફળ વિપાકનો ઉપસંહાર કરતા ત્રણ વાતોનો વિશેષ રૂપથી ઉલ્લેખ કર્યો છે. (૧) પૂર્વોક્ત કથન જિનેશ્વર મહાવીરે કર્યું છે તેથી પ્રામાણિક અને વિશ્વસનીય છે. (૨) મૃષાવાદના ફળને હજારો વર્ષો સુધી ભોગવવું પડે છે. મૂળ પાઠમાં વાસસદિસ્તેદિ પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પદ દીર્ઘ સમયનું વાચક છે. જેમ "મુહૂર્ત" શબ્દ અલ્પકાળનો વાચક છે તેવી જ રીતે વાતહિં પદ દીર્ઘ સમયનું વાચક છે અથવા "સહસ" શબ્દમાં બહુવચનનો પ્રયોગ કરીને સૂત્રકારે દીર્ઘ સમયના ફળ ભોગનો અભિપ્રાય પ્રગટ કર્યો છે. (૩) અહીં કર્મફળની અવશ્યમેવ ઉપભોગ્યતા પ્રગટ કરી છે. અસત્ય ભાષણનું દારુણ દુઃખમય ફળ ભોગવ્યા વિના જીવને તેનાથી છુટકારો મળતો નથી. તે કર્મફળ(વિપાક) વહુથMIો ઘણાં ગાઢાં અને ચીકણાં હોય છે માટે તે વિપાકોદયથી જ ભોગવવા પડે છે.
બીજા આશ્રવદ્વાર–મૃષાવાદનો ઉપસંહાર કરતા સૂત્રકારે ફરી ફરી મૃષાવાદથી થતા અનર્થોનું દર્શન કરાવી સાધકને તે પાપ પ્રતિ નિર્વેદભાવ જાગૃત કર્યો છે.
II અધ્યયન-ર સંપૂર્ણ II