Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૭૦ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
તિર્યંચગતિના દુઃખો ભોગવતાં શેષ કર્મો ભોગવવા ક્યારેક મનુષ્ય જન્મ ધારણ કરે છે પરંતુ ત્યાં તેને ધનાદિ સાધન-સામગ્રીનો અભાવ જ રહે છે, તે દીનતાપૂર્વક જીવન વ્યતીત કરે છે.
આ રીતે અદત્ત આશ્રવ અને તેના કટુ પરિણામને જાણીને વિવેકી પુરુષોએ સુખી થવા માટે પરધન ધુળ સમાન સમજીને પ્રામાણિકતા-નીતિથી પ્રાપ્ત સંપત્તિમાં જ સંતુષ્ટ અને સુખી રહેવું જોઈએ. કદાચ મોત સ્વીકાર કરવું પડે તો પણ ચૌર્ય કર્મનો સ્વીકાર કરવો ન જોઈએ.