Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
|
દર
|
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર |
ઉપાય શીખવાડે છે. १२ जताई विसाई मूलकम्मं आहेवण-आविंधण-अभिओग-मंतोसहिप्पओगे चोरिय-परदार-गमण-बहुपावकम्मकरणं उक्ख धे, गामघाइयाओ वणदहण-तलाग-भेयणाणि बुद्धिविसविणासणाणि वसीकरणमाइयाई भय मरण-किलेसदोसजणणाणि भावबहुसंकिलिट्ठमलिणाणि भूयघाओवघाइयाई सच्चाई वि ताई हिंसगाई वयणाई उदाहरति । ભાવાર્થ :- મૃષાવાદી મારણ, મોહન, ઉચ્ચાટન આદિને માટે લેખિત) યંત્રો યા પશુ-પક્ષીઓને પકડવાના યંત્રો; સંખિયા-સોમલ-વિષ આદિ તથા ગર્ભપાત આદિ મૂલકર્મને માટે જડીબુટ્ટીઓના પ્રયોગ; આક્ષેપણ–મંત્ર આદિ દ્વારા નગરમાં ક્ષોભ યા વિદ્વેષ ઉત્પન્ન કરવો અથવા આવર્ધન–મંત્રબળથી ધન આદિ ખેંચવું; આભિયોગ-દ્રવ્ય અને ભાવથી વશીકરણ મંત્રો અને ઔષધિઓનો પ્રયોગ કરી ચોરી, પરસ્ત્રીગમન કરવું આદિ ઘણાં જ પાપકર્મોના ઉપદેશ તથા કપટથી શત્રુસેનાની શક્તિને નષ્ટ કરવી અથવા કચડી નાખવી; ગ્રામઘાત-ગામને નષ્ટ કરી દેવા; જંગલમાં આગ લગાવી દેવી; તળાવ આદિ જળાશયોને સૂકવી દેવા; બુદ્ધિના વિષયભૂત વિજ્ઞાન આદિ અથવા બુદ્ધિ અને સ્પર્શ, રસ આદિ વિષયોનો વિનાશ; વશીકરણ આદિ, ભય, મરણ, ક્લેશ અને દુઃખ ઉત્પન્ન કરનારા; અત્યંત ક્લેશ થવાને કારણે મલિન જીવોનો ઘાત અને ઉપઘાત કરનારા વચન બોલે છે. આ વાક્ય પ્રયોગો તથ્ય(યથાર્થ) હોય તોપણ પ્રાણીઓની ઘાત કરનારા હોવાથી અસત્ય વચન જ કહેવાય છે. વિવેચન :
મૃષાવાદી સ્વ–પર બંનેના વિઘાતક કેવી રીતે થાય છે? તે તથ્યને આ બે સૂત્રોમાં સ્પષ્ટ કર્યું છે.
અસત્યના સ્વરૂપની સ્પષ્ટતા માટે સત્ય કોને કહેવાય? તે જાણવું જરૂરી છે. 'સચ્ચો તિમ સત્ય' ! સત્ પુરુષોને હિતકારી હોય તે સત્ય છે. કયારેક કોઈ સત્ય ઘટના હોય તેમ છતાં તેના કથનથી અન્યના પ્રાણ જોખમમાં મૂકાતા હોય, અન્યનું અહિત થતું હોય, તો જ્ઞાની પુરુષ તે પ્રકારની ભાષાને અસત્ય ભાષા કહે છે.
સૂત્રોક્ત પ્રત્યેક ઉદાહરણોમાં હિંસક ભાષાનો જ પ્રયોગ છે. મંત્ર, તંત્ર, યંત્રનો પ્રયોગ કરી અન્યનું અનિષ્ટ કરવું; જંગલોને બાળવા; ગ્રામઘાત; પશુ-પક્ષીનો ઘાત થાય તેવા ઉપદેશ આપવા વગેરે ભાષા મૃષા છે. સત્યની કસોટી અહિંસા છે. જે વચન અહિંસાનું બાધક ન હોય, તેનો જ પ્રયોગ કરવો જોઈએ. પરમાર્થમાર્ગનું ભેદક ન હોય તેવા વચનનો જ પ્રયોગ કરવો જોઈએ. પરંતુ મૂઢ વ્યક્તિ પોતાના તુચ્છ સ્વાર્થ માટે ઉપરોક્ત ભાષાનો પ્રયોગ કરી ગાઢ કર્મોનો બંધ કરે છે. હિંસક આદેશ :१३ पुट्ठा वा अपुट्ठा वा परतत्तियवावडा य असमिक्खियभासिणो उवदिसंति,