Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
|
0 |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પરિણામ સ્વરૂપે આત્મગુણોને આવરિત કરે છે. તેઓ સમ્યગુજ્ઞાન આદિ સાધના માર્ગથી દૂર થાય છે. જન્મ, જરા, મરણની પરંપરાની વૃદ્ધિ કરે છે. મલિન પરિણામોથી અનેક પ્રકારે સંક્લેશને પામે છે. ઉભય ઘાતક :
१० अलियाहिसंधि-सण्णिविट्ठा असंतगुणुदीरया य संतगुणणासगा य हिंसाभूओ- वघाइयं अलियं संपउत्ता वयणं सावज्जमकुसलं साहुगरहणिज्ज अहम्मजणणं भणति, अणभिगय-पुण्णपावा पुणो वि अहिगरण-किरिया-पवत्तगा बहुविहं अणत्थं अवमदं अप्पणो परस्स य करैति । ભાવાર્થ :- જે લોકો મિથ્યા અભિપ્રાયમાં સન્નિવિષ્ટ છે; જે અસતુ–અવિદ્યમાન ગુણોની ઉદીરણા કરનારા અર્થાત્ જે ગુણ નથી, તે ગુણ છે તેમ કહેનારા, વિદ્યમાન ગુણોનો નાશ કરનાર છે. બીજાઓમાં રહેલા ગુણોને આચ્છાદિત કરનારા છે; હિંસા કરી પ્રાણીઓનો ઉપઘાત કરે છે; જે અસત્યભાષણ કરવામાં પ્રવૃત્ત છે; તેવા લોકો સાવધ-પાપમય, અકુશળ, અહિતકર, સત્ પુરુષો દ્વારા ગહિત અને અધર્મજનક વચનોનો પ્રયોગ કરે છે. આવા મનુષ્ય પુણ્ય અને પાપના સ્વરૂપથી (અનભિજ્ઞ) અજાણ હોય છે, તે ફરીથી અધિકરણો અર્થાત્ પાપના સાધનો, શસ્ત્ર નિર્માણ આદિ ક્રિયામાં પ્રવૃત્તિ કરનાર છે. તે પોતાનો અને અન્યનો અનેક પ્રકારે અનર્થ અને વિનાશ કરે છે.
વિવેચન :
જેનો આશય જ અસત્યથી પરિપૂર્ણ હોય છે તે અનેકાનેક પ્રકારે સત્યને ઢાંકવાનો અને અસત્યને પ્રકટ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાના દોષોને છુપાવી ગુણોને પ્રગટ કરે છે અને અન્યના ગુણ ઢાંકી દોષને પ્રગટ કરે છે.
મૃષાવાદી અસત્ય ભાષણ કરી પરનું જ અહિત, વિનાશ કે અનર્થ કરતા નથી પરંતુ પોતાનું પણ અહિત, વિનાશ અને અનર્થ કરે છે. મૃષાવાદના પાપનું સેવન કરવાનો વિચાર મનમાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આત્મા મલિન થઈ જાય છે અને પાપકર્મના બંધનો પ્રારંભ થઈ જાય છે. મૃષાવાદ દ્વારા બીજાનો વિશ્વાસઘાત કરીને કદાચિત્ બીજાનું અહિત કરી શકે અથવા ન કરી શકે પરંતુ પાપમય વિચાર તેમજ આચારથી પોતાનું અહિત તો નિશ્ચિત રૂપે કરે જ છે. આત્મહિત માટે પણ મૃષાવાદનો પરિત્યાગ કરવો આવશ્યક છે.
પાપ પ્રેરક :११ एमेव जपमाणा महिससूकरे य साहिति घायगाणं, ससयपसयरोहिए य साहिति वागुराणं, तित्तिर-वट्टग-लावगेय कविंजल-कवोयगेय साहिति साउणीणं,