Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૧
૨૯ ]
૩નત (ઉજ્જવલ) ઉજળી અર્થાત્ સુખરૂપ વિપક્ષના લેશમાત્રથી રહિત- જેમાં સુખનો અંશ માત્ર નથી. વન-વિડન (બળવિપુલ)= પ્રતિકાર ન થઈ શકવાના કારણે અતિશય બળવાન તેમજ સમગ્ર શરીરમાં વ્યાપ્ત રહેવાના કારણે વિપુલ. ૩૬ (ઉત્કટ) = ચરમ સીમાને પ્રાપ્ત. પાઠાંતર છે– વ દ = કર્કશ
હર હર્ષ = કઠોર શિલા આદિના પડવાથી જેવી વેદના થાય તેવી વેદના હોવાથી ખર તથા કુષ્માંડના પાંદડા સમાન કર્કશ સ્પર્શવાળા પદાર્થોથી જે વેદના થાય તેવી હોવાથી પરુષ-કઠોર. પચંદ (પ્રચંડ) = તુરત જ સમગ્ર શરીરમાં વ્યાપ્ત થઈ જનાર. ધોર= જીવનનો અંત કરી નાખે તેવીઘોર વેદના હોય છે. ઔદારિક શરીર હોય તો આ વેદનાથી જીવનનો નાશ થઈ જાય પરતું નારકો વૈક્રિય શરીરવાળા હોય છે. તેથી આ વેદનાને નિંરતર સહન કરવા છતાં પણ તેના જીવનનો અંત થતો નથી.
વીંદા (ભીષણ) = ભયાનક, ભયજનક.
રાણ = અત્યંત વિકટ, ઘોર.
અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે દેવોની જેમ નારકોને પણ ભવ પ્રત્યયિક વૈક્રિયશરીર હોય છે. આયુષ્ય પૂર્ણ થયા વિના અકાળમાં આ શરીરનો અંત આવતો નથી, પરમાધામી દેવો તેના શરીરના ટુકડે-ટુકડા કરી નાંખે તોપણ તે પારાની જેમ ફરી જોડાઈ જાય છે.
નારકોના લોમહર્ષક દુઃખ :२५ किं ते ? कंदुमहाकुंभिए पयण-पउलण-तवग-तलण-भट्ठभज्जणाणि य लोहकडाहु- कढणाणि य कोट्टबलि करण-कोट्टणाणि य सामलितिक्खग्गलोहकंटग-अभिसरणा-पसरणाणि फालणविदारणाणि य अवकोडक बंधणाणि लट्ठिसयतालणाणि य गलगंबलुल्लंबणाणि सूलग्गभेयणाणि य आएसपवंचणाणि खिसणविमाणणाणि विघुट्ठपणिज्जणाणि वज्झसयमाइकाणि य । ભાવાર્થ :- નારકો જે વેદના ભોગવે છે, તે કેવી છે?
નારક જીવોને કંદુ–કડાઈ જેવા પહોળા મુખવાળા પાત્રમાં અને મહાકુંભી–ઘડા જેવા સાંકડા મુખવાળા મહાપાત્રમાં પકાવવામાં, સીસાની જેમ ઓગાળવામાં, તેલના તાવડામાં તળવામાં, ચણાની જેમ ભેજવામાં આવે છે; લોઢાની કડાઈમાં શેરડીના રસની જેમ ખૂબ ઉકાળવામાં આવે છે. બકરાની જેમ બલિ ચડાવવામાં આવે છે.તેના શરીરના ટુકડે-ટુકડા કરવામાં આવે છે. લોઢાના તીક્ષ્ણ શૂળની સમાન,