Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શ્રુતસ્કંધ૧/અધ્યયન-૧
(
૪૧
|
પ્રત્યેક મનુષ્યની દુર્દશા જ થાય છે તેવું એકાંત નથી. તેથી જ સૂત્રકારે પ્રાયઃ (પાસો)શબ્દ પ્રયોગ કર્યો છે અને સ્પષ્ટ વર્ણન પણ કર્યું છે કે–સાવલેસ જેના કર્મો શેષ રહ્યા હોય તે જીવોની જ દુર્દશા થાય છે. જે જીવોના અશુભ કર્મો ક્ષય થઈ જાય તે જીવ નરકમાંથી નીકળીને મનુષ્ય ગતિમાં આવીને આદર, સત્કારને પણ પામે છે. કોઈ જીવ ઉચ્ચ પદને પ્રાપ્ત કરી શકે છે તેમજ કોઈક જીવ તીર્થંકર પદને પણ પ્રાપ્ત કરી શકે છે. હિંસાનો ઉપસંહાર :४१ एसो सो पाणवहस्स फलविवागो । इहलोइओ परलोइओ अप्पसुहो बहुदुक्खो महब्भयो बहुरयप्पगाढो दारुणो कक्कसो असाओ वाससहस्सेहिं मुंचइ, ण य अवेदयित्ता अत्थि हु मोक्खो त्ति,
एवमाहंसु णायकुलणंदणो महप्पा जिणो उ वीरवरणामधेज्जो, कहेसी य पाणवहस्स फलविवागं । एसो सो पाणवहो चंडो रुद्दो खुद्दो अणारिओ णिग्घिणो णिसंसो महब्भओ बीहणओ तासणओ अणज्जाओ उव्वेयणओ य णिरवयक्खो णिद्धम्मो णिप्पिवासो णिक्कलुणो णिरयवासगमणणिधणो मोहमहब्भयपवड्डओ मरणवेमणंसो । त्ति बेमि ॥
|| પઢમં અદમ્માનં સમ્મi I ભાવાર્થ :- પ્રાણવધનું આ ફલવિપાક પરિણામ છે. જે આ લોક અને પરલોકમાં(નરકાદિભવમાં) ભોગવવો પડે છે. આ વિપાકમાં અલ્પ સુખ અને (ભવ-ભવાંતરમાં) મહાદુઃખ છે, મહાન ભયને ઉત્પન્ન કરનાર છે અને અત્યંત ગાઢ કર્મરૂપી રજથી યુક્ત છે, અત્યંત દારુણ છે, અત્યંત કઠોર છે અને અત્યંત અશાતાને ઉત્પન્ન કરનાર છે. હજારો વર્ષો પછી તેમાંથી છુટકારો પ્રાપ્ત થઈ શકે પરંતુ તેને ભોગવ્યા વિના છુટકારો થતો નથી.
જ્ઞાતકુલ નન્દન, શ્રેષ્ઠનામથી વિખ્યાત મહાત્મા મહાવીર તીર્થકર પ્રભુએ પ્રાણાતિપાતનું આ ફળ પ્રતિપાદિત કર્યું છે. આ પ્રાણવધ ચંડ, રૌદ્ર, ક્ષુદ્ર અને અનાર્ય માણસો દ્વારા આચરણીય છે; ઘણા રહિત, નૃશંસ, મહાભયોનું કારણ, ભયાનક, ત્રાસજનક અને અન્યાય રૂપ છે. તે પ્રાણીવધ ઉગજનક, બીજાના પ્રાણોની પરવાહ ન કરનાર, ધર્મ રહિત, સ્નેહથી શૂન્ય, કરુણાહીન છે; મોહરૂપી મહાભયને વધારનાર અને મરણના કારણે ઉત્પન્ન થનાર દીનતાના જનક છે. તેનું અંતિમ પરિણામ નરક ગમન છે.
શ્રી સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું– શ્રમણ ભગવાન મહાવીર પાસેથી સાંભળ્યું છે. તે જ મેં તારી સમક્ષ પ્રતિપાદન કર્યું છે. [ આ રીતે ત્તિ બેમિનો અર્થ સર્વ અધ્યયનોમાં સમજવો જોઈએ.]
I પ્રથમ અધર્મદ્વાર સમાપ્ત II