Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૨
પ૩ |
બ્રહ્મા અથવા નારાયણે તેને ફોડી નાખ્યું. જેનાથી સમસ્ત સંસાર પ્રગટ થયો.
આ સર્વ માન્યતાઓને જોતાં તે તર્કસંગત જણાતી નથી. તેથી તેની પરિગણના મૃષાવાદમાં થાય છે. વાસ્તવમાં છ દ્રવ્યથી યુક્ત લોક અનાદિ અને અનંત છે તેની ઉત્પત્તિ કે નાશ નથી. તે દ્રવ્ય રૂપે નિત્ય અને પર્યાયરૂપે અનિત્ય છે.
પ્રજાપતિનું સૃષ્ટિ સર્જન :| ६ | पयावइणा इस्सरेण य कयं ति केई । एवं विण्हुमयं कसिणमेव य जगं ति केई । एवमेगे वयंति मोसं- एगे आया अकारओ वेदओ य सुकयस्स दुक्कयस्स य करणाणि कारणाणि सव्वहा सव्वहिं च णिच्चो य णिक्किओ णिग्गुणो य अणुवलेवओ त्ति विय एवमाहंसु असब्भावं । ભાવાર્થ :- કોઈ કહે છે કે આ જગત પ્રજાપતિ અથવા મહેશ્વરે બનાવ્યું છે. કોઈનું કહેવું છે કે આ સમસ્ત જગત વિષ્ણમય છે. કેટલાક(વેદાન્તી)મૃષા કથન કરે છે કે આત્મા એક જ છે. જગત મિથ્યા છે. સાંખ્ય મતાનુસાર આત્મા અકર્તા છે પરંતુ ઉપચારથી પુણ્ય અને પાપના ફળનો ભોક્તા છે. સર્વપ્રકારે તથા સર્વ દેશકાળમાં ઈન્દ્રિયો જ કારણ છે. આત્મા એકાત્ત નિત્ય છે, નિષ્ક્રિય છે, નિર્ગુણ છે અને નિર્લેપ છે. અસદુભાવવાદી આ પ્રકારે પ્રરૂપણા કરે છે.
વિવેચન :
પ્રસ્તૃત સૂત્રમાં મૃષાવાદના પ્રસંગમાં અનેક મિથ્યા માન્યતાઓનો ઉલ્લેખ કર્યો છે. કારણ કે તે અસંગત અને અસત્વરુપણ છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેપ્રજાપતિ સૃષ્ટિ – મનુસ્મૃતિમાં કહેલ છે બ્રહ્માએ પોતાના શરીરના બે ટુકડા કર્યા એક ટુકડાને પુરુષ રૂપે, બીજા ટુકડાને સ્ત્રી રૂપે બનાવ્યો. પછી સ્ત્રીમાં વિરાટ પુરુષનું નિર્માણ કર્યુ. આ વિરાટ પુરુષે તપ કરી જેનું નિર્માણ કર્યું, તે હું છું. માટે તે શ્રેષ્ઠ બ્રાહ્મણો! સૃષ્ટિના નિર્માણકર્તા મને સમજો. મનુ કહે છે કે દુષ્કર તપ કરીને પ્રજાનું સર્જન કરવાની ઈચ્છાથી મેં પ્રારંભથી દશ મહર્ષિ પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા. તે પ્રજાપતિઓના નામ આ પ્રમાણે છે. (૧) મરીચિ (૨) અત્રિ (૩) અંગિરસ (૪) પુલસ્ય (૫) પુલહ (૬) ઋતુ (૭) પ્રચેતસ (૮) વશિષ્ટ (૯) ભૃગુ (૧૦) નારદ. ઈશ્વર સૃષ્ટિ :- કેટલાક લોકો એક અદ્વિતીય, સર્વ વ્યાપી, નિત્ય, સ્વતંત્ર, સર્વતંત્ર, ઈશ્વર દ્વારા સૃષ્ટિનું નિર્માણ માને છે. જગત રચનાનું ઉપાદાન કારણ ઈશ્વર નથી પરંતુ નિમિત્ત કારણ છે. શુભાશુભ કર્મ ફળના પ્રદાતા ઈશ્વર જ છે. ઈશ્વર દ્વારા પ્રેરિત થઈને જ જીવ સ્વર્ગ કે નરકમાં જાય છે.
આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ વિષયક ત્રણ માન્યતાઓનો અહીં ઉલ્લેખ કર્યો છે. પરંતુ તે ત્રણ