Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર |
(૪) હિંસવિહિંસા (હિં વિહંસા):- જેની હિંસા કરવામાં આવે છે, તેના પ્રાણોને હણી નાંખે છે, તેથી તેને હિંસ્યવિહિંસા કહે છે. (૫) વુિં (@ચમ) - સત્પુરુષો દ્વારા કરવા યોગ્ય કાર્ય ન હોવાથી હિંસા અકૃત્ય-કુકૃત્ય રૂપ છે. (૬) વાવણT:- પ્રાણોની ઘાત કરવા રૂપ હોવાથી તેને ઘાતકારી કહે છે. (૭) માર:- હિંસા મરણને ઉત્પન્ન કરનારી હોવાથી તેને મારણા કહે છે. (૮) વગ:- હણવારૂપ હોવાથી તેને વધકારી કહે છે. (૯) ૩૬વ : અન્યને પીડા પહોંચાડવાના કારણે તે ઉપદ્રવરૂપ છે.
(૧૦) સિવાયના (ત્રિપાતના) :- મનવચન-કાયા અથવા શરીર આયુષ્ય એવં ઈન્દ્રિય આ ત્રણનું પતન થવાના કારણે તે ત્રિપાતના છે. અહીં "નિવાયણા" પાઠ પણ પ્રાપ્ત થાય છે પરંતુ અર્થમાં સમાનતા
(૧૧) આમ-સમારંભો :- જીવોને કષ્ટ પહોંચાડવાના કારણે અથવા તેને મારવાના કારણે હિંસાને આરંભ સમારંભ કહેલ છે. જ્યાં આરંભ-સમારંભ છે ત્યાં હિંસા અનિવાર્ય છે. (૧૨) આયનમસ્ત ૩વવો, એનિફ્ટવખતUT ય સંવદૃ સંસેવો :(આયુઃ ખ:૩૫૬વઃ એનિષ્ઠાપન મનના સંવર્ધવ સંપ:) આયુષ્ય કર્મનું ઉપદ્રવણ કરવું, ભેદન કરવું, નિષ્ઠાપન કરવું, ગાળવું–ક્ષય કરવો, સંવર્તક(નાશ) કરવો અથવા આયુષ્યને સંક્ષિપ્ત કરવું. લાંબા કાળ સુધી ભોગવવા યોગ્ય આયુષ્યને અલ્પ સમયમાં ભોગવવા યોગ્ય બનાવી
લેવું.
(૧૩) વૂ :- મૃત્યુનું કારણ હોવાથી અથવા મૃત્યુરૂપ હોવાથી હિંસા તે મૃત્યુ છે. (૧૪) મગન - જ્યાં સુધી પ્રાણી સંયમ ભાવમાં રહે છે ત્યાં સુધી હિંસા થતી નથી. અસંયમની સ્થિતિમાં જ હિંસા થાય છે માટે તે અસંયમ છે. (૧૫) ડામw :- (કટકમર્દન) સેના દ્વારા આક્રમણ કરીને પ્રાણનો વધ કરવો અથવા સેનાના વધ કરવા રૂપ હોવાથી તેને કટકમર્દન કહે છે. (૧૬) વોરણ :- (બુપરમણ)–પ્રાણોને જીવથી જુદા કરવારૂપ હોવાથી તેને ચુપરમણ કહે છે. (૧૭) પરબવ સંમેશારો :- (પરભવ સંક્રમકારક) વર્તમાન ભવથી અલગ કરીને પરભવમાં પહોંચાડવાના કારણે તેને પરભવ સંક્રમકારક કહે છે.