Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રુતસ્કંધ−1/અધ્યયન—૧
૧૭
આપણું ભોજન મુખ્યત્વે આ ત્રણ તત્ત્વોના સંયોગથી જ થાય છે. ભોજન કર્યા પછી શરીરની અંદર થનારી રાસાયણિક ક્રિયાઓથી જ આ ત્રણ તત્ત્વ પ્રાપ્ત થાય છે. એક કૂતરાને કૂતરાનું માંસ ખવડાવી મોટો કરી શકાતો નથી, કારણ કે આ માંસને પણ એ પ્રકારની શારીરિક રાસાયણિક ક્રિયામાંથી પસાર થવું પડે છે. માટે આ ધારણા સર્વથા ભ્રાંત છે કે માંસાહારથી શરીરમાં સીધી માંસવૃદ્ધિ થાય છે.
જ્યારે શરીરમાં માંસ અને વનસ્પતિ બંને પ્રકારનો આહાર કરવાથી સમાન રાસાયણિક પ્રક્રિયા ચાય છે. તો પછી આપણે એ સમજવું જોઈએ કે કયા પદાર્થથી શરીરને શીઘ્ર અને સરળતાથી આવશ્યક પોષક તત્ત્વ પ્રાપ્ત થઈ શકે છે.
સાધારણ રીતે એક વ્યક્તિને બિલકુલ આરામની સ્થિતિમાં પ્રતિ કલાકે ૭૦ કેલેરીની જરૂર છે. એક દિવસમાં લગભગ ૧૭૦૦ કેલેરીની જરૂર છે. જ્યારે વ્યક્તિ કામ કરે છે ત્યારે તેની કેલેરીની આવશ્યકતા વધી જાય છે અને ઉઠવા, બેસવા, અન્ય ક્રિયા કરવામાં પણ ઊર્જાની જરૂર પડે છે. માટે સામાન્ય પુરુષોને માટે ૨૪૦૦, સ્ત્રીઓને માટે ૨૨૦૦ અને નાના બાળકોને ૧૨૦૦ થી ૨૨૦૦ કેલેરીની પ્રતિદિન જરૂર રહે છે.
કેલેરીનો સર્વથી સરતો અને સરળ સ્રોત કાર્બોહાઈડ્રેટ છે. તે અનાજ, દાળ, સાકર, ફળ થા વનસ્પતિઓમાંથી પ્રાપ્ત કરી શકાય છે.
તેથી સ્વસ્થ અને તંદુરસ્ત ભોજન માટે માંસનો પ્રયોગ અનિવાર્ય નથી. જે તત્ત્વ સામિષ આહારથી પ્રાપ્ત કરી શકાય છે તેટલા જ અને ક્યારેક તો તેનાથી અધિક માત્રામાં પોષક તત્ત્વ અનાજ, દાળ અને દૂધ ઈત્યાદિથી પ્રાપ્ત કરી શકાય છે. શરીરની આવશ્યકતાને માટે માંસનું ભોજન કદાપિ અનિવાર્ય નથી.
શાકાહારી નિર્જીવ ઈંડા । :– આજકાલ શાકાહારી ઈંડાનું ચલણ વધતું જાય છે. અમુક એવું કહે છે કે ઇંડા પૂર્ણ ભોજન છે અર્થાત્ તેમાં એમીનો એસિડ છે. જે શરીરને માટે આવશ્યક છે. પરંતુ દૂધ પણ સર્વ તત્ત્વથી ભરપૂર છે. જે શારીરિક ક્રિયાઓ માટે અનિવાર્ય છે. જ્યારે બીજા પદાર્થથી આવશ્યક એમીનો એસિડ પ્રાપ્ત કરી શકાય છે તો પછી ઈંડા ખાવાની શું જરૂર છે ?
ઇંડાની ચરબીમાં કોલોસ્ટ્રોલની માત્રા અધિક હોય છે અને શરીરમાં કોલોસ્ટ્રોલની માત્રા વધી જવાથી હૃદયરોગ, હૃદયઘાત આદિ રોગ થાય છે.
ઈંડામાં વિટામીન "સી" નથી. તેની પૂર્તિ માટે ઈંડાની સાથે અન્ય પદાર્થોનું સેવન જરૂરી છે. જ્યારે દૂધ સર્વ આવશ્યક તત્વોથી ભરપૂર છે. વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થઈ ગયેલ છે કે જો શાકાહારી ઇંડાને પણ વિભિન્ન પ્રકારથી ઉત્તેજિત કરવામાં આવે તો જીવતા પ્રાણીની જેમ જ ક્રિયાઓ થવા લાગે છે તેથી બચ્ચા ન દેનાર ઈંડામાં જીવ નથી તેમ કહેવું ખોટું છે. માટે અહિંસામાં વિશ્વાસ કરનાર લોકોએ શાકાહારી ઇંડાનો પણ ત્યાગ કરવો જોઈએ,