Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૧
_
પ્રથમ શ્રુતસ્કંધ - આશ્રવહાર
પ્રથમ અધ્યયન પરિચય ટકા શાહ 208 2009 2008 2 28 શુ ?
પ્રથમ શ્રુતસ્કંધનું આ પ્રથમ 'હિંસા' અધ્યયન છે. તેમાં પાંચ આશ્રવ પૈકી પ્રથમ આશ્રદ્વાર "હિંસા"નું વર્ણન કર્યું છે. હિંસાનું સ્વરૂપ – કોઈપણ પ્રાણીને ત્રાસ, દુઃખ, પીડા આપવી, તેના કોઈપણ પ્રાણોનો નાશ કરવો તેને હિંસા કહેવાય છે. "પ્રમત્તયો Iબાળવ્યપરોપ હિંસા" પ્રમાદાચરણોથી પ્રાણીના પ્રાણોને નષ્ટ કરવા તે હિંસા છે. હિંસાના સ્વરૂપને સમજાવવા માટે સૂત્રકારે તેના પર વિશેષણોનો પ્રયોગ કર્યો છે.
કેવળ જીવનો નાશ કરવો તે જ હિંસા નથી પરંતુ આત્માના કાષાયિક પરિણામ જે આત્મગુણોની ઘાત કરે છે તે ભાવહિંસા છે. આમ દ્રવ્યહિંસા અને ભાવહિંસા રૂપ બે પ્રકારની હિંસાને સમજાવવા મૂળ પાઠમાં હિંસાના ૩૦ પર્યાયવાચી નામનો ઉલ્લેખ છે. ત્રસ જીવોની હિંસાનું પ્રયોજન - વ્યક્તિ વિવિધ હેતુઓ અને સ્વાર્થને કારણે જીવોની હિંસા કરે છે. (૧) ચામડાં, માંસ, લોહી, નખ, દાંત, આંતરડા, શીંગડાં આદિ શરીરના અવયવોને માટે પંચેન્દ્રિય જીવોની ઘાત કરે છે (૨) મધને માટે મધમાખીઓની હિંસા કરે છે (૩) શરીરની સુવિધાને માટે માંકડ, મચ્છર આદિનું હનન કરે છે. આ પ્રકારે પોતાના સ્વાર્થને માટે ઉંદર, ઉધઈ, ધનેડા વગેરે અનાજના જીવ, સર્પ, કૂતરાં, વીંછી આદિ પ્રાણીઓનો વિનાશ કરે છે (૪) રેશમ આદિ વસ્ત્રોને માટે અનેકાનેક બેઈન્દ્રિયાદિ કીડાઓની ઘાત કરે છે (૫) અન્ય અનેક પ્રયોજનોથી ત્રસ પ્રાણીઓની ઘાત કરે છે તથા પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોના આશ્રયમાં રહેલા અનેક ત્રસ જીવોની જાણતા કે અજાણતાથી હિંસા કરતા રહે છે. તે અજ્ઞાની પ્રાણી આ અસહાય ત્રસ જીવોને, સ્થાવર જીવોને અને સ્થાવરના આશ્રયે રહેલ ત્રસ જીવોને જાણતા નથી. સ્થાવર જીવોની હિંસાનું પ્રયોજન - (૧) ખેતી માટે કૂવા, વાવડી, તળાવ બનાવવા, મકાન નિર્માણ કરવા, પોતાને ઉપયોગી ઉપકરણ બનાવવા તથા આજીવિકા માટે, ખનિજ પદાર્થોના ઉત્પાદન અથવા વ્યાપાર કરવા માટે પૃથ્વીકાયના જીવોની હિંસા કરવામાં આવે છે. (૨) ભોજન બનાવવામાં, પાણી પીવામાં, સફાઈની પ્રવૃત્તિઓમાં, ગૃહકાર્યોમાં, નાવાદિ ચલાવવામાં, પાણીમાં તરવું આદિથી અપકાયના જીવોની હિંસા કરવામાં આવે છે. (૩) ભોજન બનાવવા માટે દિપક આદિ જલાવવા માટે અને પ્રકાશ કરવાને માટે અથવા ઠંડીમાં તાપવાને માટે તેમજ કોઈપણ પદાર્થને બાળવા માટે અગ્નિકાયના જીવોની વિરાધના(હિંસા) કરવામાં આવે છે. (૪) ધાન્યાદિ સાફ કરવું, હવા નાંખવી, ફૂંક મારવી, હીંચકા ખાવા, વાહનનો ઉપયોગ