Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એક સાહસિક ઉપક્રમ કર્યો. પરંતુ થોડા સમયમાં તેના વિરાટ કાર્યમાં પણ વિદન આવ્યું. સાંપ્રદાયિક વિદ્વેષ, સૈદ્ધાન્તિક મતભેદ વગેરે પરિબળોએ તેમાં ભાગ ભજવ્યો.
૧૯મી શતાબ્દીનાં પ્રથમ ચરણમાં જ્યારે આગમ–મુદ્રણની પરંપરા ચાલુ થઈ ત્યાર પછી પાઠકોને થોડી સુવિધા પ્રાપ્ત થઈ. ધીરેધીરે વિદ્વત્ પ્રયાસોથી આગમોની પ્રાચીન ચૂર્ણિઓ, નિર્યુક્તિઓ, ટીકાઓ આદિ પ્રકાશમાં આવી. તેના આધારે આગમોનો સ્પષ્ટ સુગમ ભાવબોધ સરળભાષામાં પ્રકાશિત થયો. તેમાં આગમ સ્વાધ્યાયી તથા જ્ઞાન-પિપાસુઓને સુવિધા પ્રાપ્ત થઈ. તેના ફળસ્વરૂપે આગમોની પઠન-પાઠનની પ્રવૃત્તિ વધી. અંગ આગમોમાં પ્રશ્નવ્યાકરણ સૂત્ર :
પ્રશ્નવ્યાકરણ સૂત્ર બાર અંગસૂત્રમાં દશમું અંગ છે. સમવાયાંગ, નંદી અને અનુયોગદ્વાર સૂત્રમાં પ્રશ્નવ્યાકરણ માટે પીવા'IRMાછું આ પ્રકારે બહુવચનનો પ્રયોગ કર્યો છે. જેનું સંસ્કૃત રૂપ પ્રવ્યારાને હોય છે. પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ સૂત્રના ઉપસંહારમાં પાવાવમાં આ પ્રકારે એક વચનનો જ પ્રયોગ કર્યો છે.
સ્થાનાંગ સૂત્રના દશમા સ્થાનમાં પ્રશ્નવ્યાકરણનું નામ પાવા'Rવસ બતાવ્યું છે. જેનું સંસ્કૃત રૂપ ટીકાકાર અભયદેવ સૂરીએ પ્રસનવ્યારણવશ કર્યું છે. પરંતુ આ નામ અધિક પ્રચલિત થયું નથી.
પ્રશ્નવ્યાકરણ આ સમાસયુક્ત શબ્દ છે. તેનો અર્થ થાય છે– પ્રશ્નોનું વ્યાકરણ અર્થાત્ નિર્વચન, ઉત્તર તેમજ નિર્ણય. તેમાં કયા પ્રશ્નોનું વ્યાકરણ આપવામાં આવ્યું હતું; તેનો પરિચય સ્થાનાંગ, સમવાયાંગ,નંદીસૂત્રમાં અને અચેલક પરંપરાના ધવલા આદિ ગ્રંથમાં મળે છે.
સ્થાનાંગ સૂત્રમાં પ્રશ્નવ્યાકરણના દસ અધ્યયનનો ઉલ્લેખ આ પ્રમાણે છે. ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, સૌમકપ્રશ્ન, કોમલપ્રશ્ન, અદ્દાગપ્રશ્ન, અંગુષ્ઠપ્રશ્ન અને બાહુપ્રશ્ન.
સમવાયાંગમાં કહ્યું છે કે પ્રશ્નવ્યાકરણમાં ૧૦૮ પ્રશ્ન, ૧૦૮ અપ્રશ્ન, અને ૧૦૮
5
32