________________
૧/-/૧ /૧
કહ્યું છે – જેણે બાંધેલુ પ્રાચીન કર્મ દગ્ધ કર્યુ છે, જે નિવૃત્તિરૂપ મહેલના શિખરે પહોંચ્યા છે, જે ખ્યાતા છે, અનુશાસ્તા છે અને કૃતાર્થ છે, તે સિદ્ધ મારે કૃતમંગલ થાઓ. આથી તેમને નમસ્કાર કર્યો છે, તેઓ અવિનાશી જ્ઞાન-દર્શન-સુખ-વીર્યાદિ ગુણયુક્તતાથી સ્વવિષય આનંદોત્કર્ષના ઉત્પાદનથી ભવ્ય જીવોના અપ્રતિમ
ઉપકારીપણાને લીધે તેમની નમસ્કરણીયતા છે.
૨૧
૦ નમો આયરિયળ - આ - મર્યાદાપૂર્વક, તે વિષય-વિનયરૂપતાથી સેવાય અર્થાત્ જિનશાસનના અર્થના ઉપદેશક હોવાથી તેની આકાંક્ષા રાખનારાઓ વડે જેઓ સેવાય તે ‘આચાર્ય'. કહ્યું છે –
સૂત્રાર્થને જાણનાર, લક્ષણયુક્ત, ગચ્છના નાયક, ગણના તાપથી વિમુક્ત,
અર્થના વાચક તે આચાર્ય છે. અથવા જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચાર અથવા મ - મર્યાદાથી, ત્રર્ - વિહાર, તે આચાર, તેમાં સ્વયં કરવાથી, કહેવાથી, દર્શાવવાથી જે શ્રેષ્ઠ છે, તે આચાર્ય. કહ્યું છે –
પંચવિધ આચારને આચરતા, કહેતા, દર્શાવતા તે આચાર્યો કહેવાય. અથવા મા - કંઈક અપૂર્ણ, ાર - દૂત, તે આચાર અર્થાત્ દૂત જેવા, યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં જે ચતુર શિષ્યો, તે શિષ્યોમાં યથાર્થ શાસ્ત્રાર્થના ઉપદેશથી જેઓ નિપુણ છે તે આચાર્ય. માટે તે આચાર્યોને નમસ્કાર થાઓ. તેઓ આચારોપદેશક હોવાથી ઉપકારીત્વથી નમસ્કરણીય છે.
૦ નમો વાવાં - ૩૫ - જેઓની સમીપ આવીને ભણાય તે ઉપાધ્યાય. અથવા ગત્યર્થક ફળ્ ધાતુ પરથી ધિ - અધિકતાથી - જિનપ્રવચન જેમનાથી જણાય તે ઉપાધ્યાય અથવા સ્મરણાર્થ ‘જ્ ધાતુથી અધિકપણે જેમનાથી સૂત્ર વડે જિનપ્રવચન મરાય તે ઉપાધ્યાય. કહ્યું છે – જિનકથિત દ્વાદશાંગરૂપ સ્વાધ્યાય પંડિતોએ કહ્યો છે, તેનો ઉપદેશ કરે તેઓ ઉપાધ્યાય છે. અથવા પાધાન એટલે ઉપાધિ, અર્થાત્ સંનિધિ, તે સંનિધિથી કે સંનિધિમાં શ્રુતજ્ઞાનને લાભ થાય તે ઉપાધ્યાય અથવા ઉપાધિનો એટલે શોભન વિશેષણોનો લાભ જેમની પાસેથી મળે તે ઉપાધ્યાય અથવા પાધિ - સામીપ્સ, આય - દૈવજનિતતાથી ઈષ્ટ ફળ રૂપ હોવાથી લાભરૂપ છે અથવા જેમનું સામીપ્સ, આય - ઈષ્ટ ફળના સમૂહનો મુખ્ય હેતુ છે, તે ‘ઉપાધ્યાય’ અથવા આધિ - મનની પીડાનો લાભ તે આધ્યાય અથવા સી શબ્દમાં નકારવાચી ‘મૈં' તે કુત્સિત અર્થમાં છે, તેથી કુબુદ્ધિનો લાભ તે અધ્યાય અથવા અધ્યાય એટલે ઞ + ધ્યે અર્થાત્ દુર્ગાન, જેનાથી સાધ્યાય કે ગધ્યાય નાશ પામ્યો તે ઉપાધ્યાય. તેને નમસ્કાર થાઓ. સુસંપ્રદાયથી આવેલા જિનવચનોનું અધ્યાપન કરાવી ભવ્ય જીવોને વિનયમાં પ્રવર્તાવ છે, તે ઉપકારીપણાથી તેમની નમસ્કરણીયતા છે.
૦ નમો સવ્વસાહૂળ - જ્ઞાનાદિ શક્તિ વડે મોક્ષને સાધે તે સાધુ અથવા સર્વ પ્રાણીમાં સમત્વને ધારે તે નિરુક્તિથી સાધુ છે. કહ્યું છે – નિર્વાણ સાધક યોગને જેઓ સાધે અને સર્વ પ્રાણીમાં જે સમ હોય તે ‘ભાવસાધુ' છે. અથવા સંયમ કરનારને સહાય આપે તે નિરુક્તિથી ‘સાધુ’ છે. સજ્જ - એટલે સામાયિકાદિ વિશેષણ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
યુક્ત, પ્રમત્ત આદિ, પુલાક આદિ, જિનકલ્પિક - પ્રતિમાકલ્પિક - યશાલંદકલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થવિકલ્પિક, સ્થિતકલ્પિક, સ્થિતાસ્થિતકલ્પિક, કલ્પાતીત ભેદવાળા, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ, બુદ્ધબોધિતાદિ ભેદવાળા તથા ભરત આદિ ક્ષેત્ર ભેદવાળા, અથવા સુષમ-દુઃ“માદિ કાળ ભેદવાળા સાધુ.
સર્વ સાધુ, અહીં ‘સર્વ'નું ગ્રહણ સર્વ ગુણવાનોની અવિશેષે નમનીયતા પ્રતિપાદનાર્થે છે. આ ‘સર્વ’ પદ અર્હદાદિ પદોમાં પણ જાણી લેવું. કેમકે ન્યાય સમાન છે અથવા સર્વ જીવોના હિતકર તે સાર્વ તેવા સાર્વ સાધુને અથવા સાર્વ એટલે બુદ્ધાદિના નહીં પણ અર્હન્તના જ સાધુ તે સાર્વ સાધુ અથવા સર્વે શુભયોગોને સાધે તે, અથવા સાર્વ - અર્હન્તો, તેમની આજ્ઞા પ્રમાણે વર્તીને આરાધે અથવા દુર્નય નો નાશ કરીને અહંતોને પ્રતિષ્ઠાપે તે સાર્વ સાધુ.
અથવા શ્રવ્ય એટલે શ્રવણ યોગ્ય વાક્યોમાં અથવા સવ્ય એટલે અનુકૂળ એવા કાર્યોમાં નિપુણ તે શ્રવ્યસાધુ કે સવ્ય સાધુ.
ક્યાંક નો ોણ્ સવ્વસમૂળ એવો પાઠ છે. તેમાં સર્વ શબ્દ દેશસર્વતાનો વાચક હોવાથી અપરિશેષ સર્વતા દર્શાવવાને સ્નૌર્ શબ્દ લીધો છે. ‘લોકમાં' એટલે મનુષ્ય લોકમાં, ગચ્છાદિમાં નહીં એવા સર્વે સાધુઓને નમસ્કાર. તેઓ મોક્ષમાર્ગમાં સહાયકર્તા હોવાથી તે ઉપકારીપણાને લીધે નમસ્કરણીય છે. કહ્યું છે કે – સંયમ કરનાર મને અસહાયને સહાયકર્તા હોવાથી સર્વ સાધુઓને હું નમસ્કાર કરું છું.
[શંકા] જો નમસ્કાર સંક્ષેપથી હોય તો સિદ્ધ અને સાધુઓને જ યુક્ત છે. કેમકે સિદ્ધ, સાધુના ગ્રહણથી અર્હત્ આદિનું ગ્રહણ થઈ જશે - ૪ - અને વિસ્તારથી
નમસ્કાર કરવો ‘ઋષભ' આદિનો નામોચ્ચારણથી કરવો જોઈએ.
૨૨
[સમાધાન] એમ નથી, તેથી સાધુ માત્રના નમસ્કારથી અર્હત્ આદિ નમસ્કારનું ફળ ન મળે. જેમ મનુષ્ય માત્રના નમસ્કારથી રાજાદિના નમસ્કારનું ફળ ન મળે. તેથી અહીં વિશેષથી કરવો. પણ પત્યેક વ્યક્તિને નામોચ્ચારણપૂર્વક શક્ય નથી.
[શંકા] ચથાપ્રધાન ન્યાયને અંગીકાર કરીને સિદ્ધ આદિ ક્રમ યોગ્ય છે. કેમકે સિદ્ધો સર્વથા કૃતકૃત્ય હોવાથી તેઓ સર્વમાં પ્રધાન છે.
[સમાધાન] એવું નથી. અહંના ઉપદેશથી સિદ્ધો ઓળખાય છે. તથા તીર્થ
પ્રવર્તક હોવાથી અહંતો જ પરમ ઉપકારક છે. માટે આ ક્રમ યોગ્ય છે.
શંકા - જો એમ હોય તો આચાર્યને જ પ્રથમ મૂકવા જોઈએ, કેમકે કોઈ વખતે આચાર્ય દ્વારા અર્હત્ આદિનું ઓળખાવવાપણું છે. માટે તેઓ અતિ ઉપકારી છે...
સમાધાન-એવું નથી. અહંના ઉપદેશથી જ આચાર્યનું ઉપદેશદાન સામર્થ્ય છે. આચાર્યોને સ્વતંત્રપણે ઉપદેશથી અર્થ જ્ઞાપકતા નથી. પરમાર્થથી અર્હન્તો જ સાર્વ અર્થના જ્ઞાપક છે. વળી અર્હની સભારૂપ જ આચાર્યો છે, તેથી આચાર્યોને નમસ્કાર કરી અહંતોને નમસ્કાર કરવો અયુક્ત છે. કહ્યું છે કોઈપણ વ્યક્તિ પર્યાદાને નમસ્કાર કરી રાજાને ન નમે.
-
એ રીતે પરમેષ્ઠીને નમસ્કાર કરી હાલના મનુષ્યોને શ્રુતજ્ઞાન અત્યંત ઉપકારી