Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ભૂમિકા પ્રસ્તાવના થઈ. • હવે વિજ્ઞાપન્નતિ નો શબ્દાર્થ કહે છે – વિવિધ - જીવ, અજીવાદિ પ્રચુરતર પદાર્થ વિષયક, આ - અભિવિધિથી, કથંચિત્ સર્વ જ્ઞેય વ્યાપ્તિથી મર્યાદા વડે અથવા પરસ્પર અસંકીર્ણ લક્ષણ કથનરૂપ, ધ્યાનાનિ - ભગવંત મહાવીને ગૌતમાદિ શિષ્યોએ પૂછેલા પદાર્થોના પ્રતિપાદન કરેલી વ્યાખ્યાઓ, જે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને પ્રરૂપી છે તે. ૧૯ અથવા - વિવિધતાથી વિશેષ પ્રકારે કહેવાયેલ તે વ્યાખ્યા. એટલે કહેવા યોગ્ય પદાર્થોની વૃત્તિ અને તેનું પ્રજ્ઞાપન તે વ્યાખ્યા પ્રવ્રુપ્તિ. અથવા - અર્થ પ્રતિપાદનાઓનાં પ્રકૃષ્ટ જ્ઞાનો જેમાં છે તે. અથવા - વ્યાખ્યા એટલે અર્થકથન, પ્રજ્ઞા-અર્થકશનના હેતુરૂપ બોધ. તે ઉભયની જેનાથી પ્રાપ્તિ તે વ્યાખ્યા પ્રાપ્તિ. અથવા-વ્યાખ્યાઓમાં પ્રજ્ઞાની પ્રાપ્તિ જે પરથી મળી આવે તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કે મત્તિ - જેથી ગ્રહણ થઈ શકે તે વ્યાખ્યપ્રજ્ઞાત્તિ. અથવા વ્યાખ્યાપ્રજ્ઞ - ભગવત્ પાસેથી ગણધરોને જેનું ગ્રહણ થયેલું તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કે વ્યાખ્યાપ્રજ્ઞાતિ. - અથવા - વિવાદ એટલે વિવિધ કે વિશિષ્ટ અર્થ પ્રવાહ કે નયપ્રવાહ તેનું પ્રરૂપણ કે પ્રબોધન જેમાં છે તે અથવા વિવાહ એટલે વિશિષ્ટ વિસ્તારવાળી કે અબાધિત પ્રજ્ઞાઓ જેમાંથી મળી આવે છે તે વિવાહ પ્રજ્ઞપ્તિ કે વિબાધ પ્રાપ્તિ. આ એના પૂજ્યપણાને લીધે ‘ભગવતી' એમ કહેવાય છે. ૦ વ્યાખ્યાનકર્તાઓ શાસ્ત્ર વ્યાખ્યાનના આરંભે ફળ, યોગ, મંગલ, સમુદાયાર્થ આદિ દ્વારોનું વર્ણન કરે છે. તે અહીં વ્યાખ્યામાં વિશેષ આવશ્યક આદિ સૂત્રોથી નિર્ણીત કરી લેવા. શાસ્ત્રકારો વિઘ્નવિનાયકના ઉપશમન નિમિત્તે, શિષ્યોના પ્રવર્તન માટે અથવા શિષ્ટ જનોના સિદ્ધાંતના પાલન માટે મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધ કહે છે. – તેમાં સકલ કલ્યાણનું કારણ હોવાથી પ્રસ્તુત શાસ્ત્ર શ્રેયરૂપ હોવાથી વિઘ્ન સંભવે છે. માટે તેના ઉપશમનાર્થે બીજા મંગલો ન લેતાં ભાવમંગલનું ગ્રહણ કરવું જોઈએ કેમકે બીજા મંગલો અઐકાંતિક અને અનાત્યંતિક છે. ભાવમંગલ તો તેનાથી વિપરીતપણે હોઈ ઈચ્છિત અર્થ સાધવામાં સમર્થ હોવાથી પૂજ્ય છે. વળી વિશિષ્ટ શું છે? - જેથી અભિધાનાદિ અનૈકાંતિક અને અનાત્યંતિક છે, ભાવમંગલ તેથી વિપરીત હોવાથી તે વિશેષે પૂજ્ય છે. ભાવમંગલ તપાદિભેદે અનેકધા છે. શતક-૧ છે ભાવમંગલમાં પંચ પરમેષ્ઠિ નમસ્કારરૂપ ભાવમંગલ વિશેષથી ઉપાદેય છે. પરમેષ્ઠિમાં મંગલત્વ, લોકોતમત્વ, શરણ્યત્વ રહેલું છે કહ્યું છે – “મંગલ ચાર છે” આદિ. તેનો નમસ્કાર સર્વ પાપનો નાશક હોવાથી સર્વ વિઘ્ન ઉપશમનો હેતુ છે. કહ્યું છે કે - “એ પંચ નમસ્કાર સર્વ પાપનો નાશક છે, રાર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ “તેથી સર્વ શ્રુતસ્કંધની આદિમાં તેનું ગ્રહણ થાય છે, તેથી સર્વશ્રુતસ્કંધાત્યંતર કહે છે. તેથી શાસ્ત્રની આદિમાં પરમેષ્ઠીપંચક નમસ્કારને દર્શાવ છે. ૨૦ Ð શતક-૧, ઉદ્દેશો-૧ - “ચલણક છે — * — * - * — * — — - સૂત્ર-૧ - અરહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ, સર્વ સાધુને નમસ્કાર થાઓ. * વિવેચન-૧ - અહીં નમઃ એ નૈપાતિક પદ દ્રવ્ય-ભાવના સંકોચ અર્થે છે. - ૪ - ૪ - 7f; એટલે હાથ, પગ, મસ્તક વડે સુપ્રણિધાનરૂપ નમસ્કાર, કોને? તે કહે છે – અહંતોને. ઈન્દ્ર નિર્મિત અશોકાદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે અર્હન્ત. કહ્યું છે કે – વંદન, નમસ્કારને જે યોગ્ય છે, પૂજા સત્કારને જે યોગ્ય છે, સિદ્ધિ ગમનને જે યોગ્ય છે, તેથી તે અર્હત્ કહેવાય છે અથવા જેને સર્વજ્ઞતાને લીધે સર્વ વસ્તુ સમૂહગત પ્રચ્છન્નતાનો અભાવ હોઈ રહસ્ એટલે એકાંતરૂપ દેશ નથી, ગિરિગુહાદિનો મધ્ય ભાગ નથી તેમને નમસ્કાર થાઓ. અથવા સર્વ પરિગ્રહોપલક્ષણરૂપ સ્ય નથી અને વૃદ્ધાવસ્થાદિ ઉપલક્ષણ ભૂત અંત નથી તે “અસ્થાંત”. અથવા “અરહંતાણં’” એટલે ક્ષીણરાગતાને લીધે જે થોડી પણ આસક્તિ રાખતા નથી તેને. અથવા અવશ્ય; - પ્રકૃષ્ટ રાગના કારણભૂત મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયના સંપર્ક છતાં પણ વીતરાગતારૂપ સ્વભાવને ત્યાગતા નથી તેમને [નમસ્કાર હો.] સરિતાળું એમ પાઠાંતર છે. તેથી કર્મ શત્રુને હણનાર. કહ્યું છે – સર્વે જીવોને આઠ પ્રકારે કર્મ શત્રુરૂપ છે, તે કર્મશત્રુને હણનાર તે અરિહંત કહેવાય છે. - - - અનુ ંતાળ એવો પણ પાઠ છે. એટલે કર્મબીજ ક્ષીણ થવાથી જેને ફરી ઉત્પત્તિ નથી, કહ્યું છે – બીજ અતિ બળી ગયા પછી જેમ સર્વથા અંકુર ફૂટતો નથી, તેમ કર્મબીજ બળી જતાં ભવાંકુર ઉગતો નથી. ભયંકર ભવારણ્યનાં ભ્રમણથી ભયભીત પ્રાણીને અનુપમ આનંદરૂપ પરમપદ નગરના માર્ગ દર્શાવવારૂપ તેઓના પરમ ઉપકારીપણાને લીધે તેઓની નમસ્કરણીયતા છે. [આ રીતે ‘ગત' શબ્દના સાત રૂપાંતર છે - અન્ત, અહોત્તર, અરણાન્ત, અરત, અરહાતુ, હિત, ત. આ અને આવા વિશિષ્ટ અનેં ઉસરણ પયા, આવશ્યકમાં પણ જોવા. ૦ નમો સિદ્ધાળું - આઠ પ્રકારના કર્મરૂપ ઈંધનને શુક્લ ધ્યાન અગ્નિથી જેણે બાળી નાંખ્યા છે, તે નિરુક્તવિધિથી સિદ્ધ છે. અથવા ગત્યર્થક પિધ્ ધાતુ ઉપરથી “સિદ્ધ” એટલે અપુનરાવૃત્તિથી જેઓ નિવૃત્તિપુરીમાં પહોંચ્યા તે સિદ્ધ. અથવા નિષ્પવ્યર્થક સિધ્ ધાતુથી સિદ્ધ - જેમના અર્થ નિષ્પન્ન થયા છે તે અથવા શાસ્ત્ર અને માંગલ્યાર્થ સિધ્ ધાતુથી, જેઓ શાસનકર્તા થયા અથવા જેઓ મંગલત્વના સ્વરૂપને અનુભવે છે, તે સિદ્ધ. અથવા સિદ્ધ એટલે નિત્ય, કેમકે તેમની સ્થિતિ અવિનાશી છે. અથવા ભવ્ય જીવોને જેમનો ગુણસમૂહ ઉપલબ્ધ હોવાથી જે પ્રસિદ્ધ છે, તે સિદ્ધ.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 621