________________
ર૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/-/૧/૧ હોવાથી તેના દ્રવ્ય-ભાવ ધૃતરૂપત્ની અને દ્રવ્યશ્રુત, ભાવકૃતનું કારણ હોવાથી સંજ્ઞાક્ષર રૂપ દ્રવ્યશ્રુતને નમસ્કારાર્થે કહે છે –
[ આવશ્યક નિર્યુક્તિ આદિ, વિશેષાવશ્યકમાં આ અર્થો જોવા.] • સૂત્ર-૨ - બ્રાહી લિપિને નમસ્કાર થાઓ. • વિવેચન-૨ :
લિપિ-પુસ્તિકાદિમાં અક્ષરની ચતા, તે ૧૮-ભેદે છે, તે ઋષભજિને પોતાની પુગી બ્રાહ્મીને બતાવી. તેથી “બ્રાહ્મી” કહેવાય છે. કહ્યું છે - જિનેશ્વરે જમણે હાથે લેખરૂપ લિપિવિધાન બ્રાહ્મીને દર્શાવ્યું.
શંકા - આ શાસ્ત્ર જ મંગલરૂપ છે, તો અન્ય મંગલ શા માટે ? તેથી તો અનવસ્થાદિ દોષ પ્રાપ્ત થાય.. [સમાધાન સત્ય છે, પણ શિષ્યોની મતિના મંગલના ગ્રહણ માટે, મંગલના સ્વીકાર માટે અથવા શિખપુરુષોના આચારના પસ્પિાલન માટે છે, તેથી યુક્ત જ છે. આ આગળ પણ કહેલ છે.
વળી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એવા નામથી જ અભિધેયાદિ સામાન્યથી કહેવાઈ ગયા છે, તેથી ફરીથી કહેતા નથી. તેથી જ શ્રોતાની પ્રવૃત્તિ આદિ ઈષ્ટ ફળની સિદ્ધિ થશે. તેથી કહે છે - ભગવંતે અર્થ વ્યાખ્યા અભિધેયતાથી કહી છે. તેનું પ્રજ્ઞાપન કે બોધ અનંતર ફળ છે, પરંપર ફળ તો મોક્ષ છે. આ શાસ્ત્ર આપ્તવચનરૂપ હોવાથી ફળપણે સિદ્ધ છે, કેમકે આપ્તપુરુષો જે સાક્ષાત કે પરંપરાથી મોક્ષાંગ ન હોય, તેને કહેવામાં ઉત્સાહિત ન હોય. કેમકે તેમ કરવાથી અનાપ્તત્વનો પ્રસંગ આવે. આ જ શારાપ્રયોજન છે.
આ શાસ્ત્ર એક શ્રુતસ્કંધરૂપ છે, તેમાં સાધિક ૧oo અધ્યયનો [શતકો) છે, ૧0,000 ઉદ્દેશકો છે, 35,000 પ્રશ્ન પ્રમાણ છે, ૨,૮૮,000 પદ સમૂહવાળા આ શામના મંગલાદિ કહ્યા. હવે પહેલું ‘શતક' જે ગ્રંથાંતર પરિભાષા મુજબ ‘અધ્યયન' કહેવાય છે, તેના ૧૦-ઉદ્દેશા છે.
ઉદ્દેશક એટલે અધ્યયન [શતક]ના અર્થને કહેનારા વિભાગો. “તું અધ્યયનના આટલા વિભાગને ભણ.” એમ ઉપધાનવિધિથી આચાર્ય વડે શિયને ઉદ્દેશાય તે ઉદ્દેશક. તે ઉદ્દેશકોનું સુખે ધારણ કરવા, સ્મરણાદિ નિમિતે આવતાં પ્રથમ નામોના કથન દ્વારે આ સંગ્રહ ગાથા કહે છે –
• સૂત્ર-3 :
રાજગૃહીમાં - ચલન, દુઃખ, કાંક્ષાપદોષ, પ્રકૃતિ, પૃથ્વી, ચાવતું નૈરયિક, બાલ, ગુટક અને ચલણા આ દશ ઉદ્દેશકો કહ્યા.]
• વિવેચન-3 :
આ ગાથાનો અર્થ હવે કહેવાનાર દશ ઉદ્દેશકના જ્ઞાન પછી સ્વયં જ જણાય છે, તો પણ બાળજીવોના સુખાવબોધ માટે કહીએ છીએ -
તેમાં જિદે - x • “રાગૃહ નગરમાં વફ્ટમાણ દશ ઉદ્દેશકના અર્થો
ભગવંત મહાવીરે દર્શાવ્યા” - એ પ્રમાણે વ્યાખ્યા કQી. • x -
(૧) ઘનVT - ચલન વિષયક પહેલો ઉદ્દેશો, “ચાલતું એ ચાલું ઈત્યાદિ અર્થ નિર્ણયને માટે છે. (૨) ૩ઃ - દુ:ખવિષયક બીજો ઉદ્દેશો, સ્વયંકા દુ:ખને જીવો વેદે છે ? ઇત્યાદિ પ્રશ્નના નિર્ણય માટે.. (3) ઉપમોલે - મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઉત્પન્ન અને અન્ય દર્શનના ગ્રહણ કરવારૂપ જીવ પરિણામ તે કાંક્ષા, તે જ મોટું દુષણ તે કાંક્ષા પ્રદોષ, તેના વિષયવાળો ત્રીજો ઉદ્દેશો. હે ભગવનું ! “જીવે કાંક્ષા મોહનીય કર્મ કર્યું છે ?” ઇત્યાદિ અર્ચના નિર્ણય માટે છે. (૪) પ્રકૃત્તિ-કર્મના ભેદો, ચોથો ઉદ્દેશો છે. હે ભગવન્! કર્મની પ્રકૃત્તિઓ કેટલી છે ?” ઇત્યાદિ.
(૫) પૃથ્વીઓ - રત્નપ્રભાદિ પૃથ્વીનો પાંચમો, હે ભગવનું ! પૃથ્વી કેટલી છે ? ઇત્યાદિ સૂણો.. (૬) ચાવંત - યાવત્ શબ્દથી ઉપલક્ષિત છઠો. હે ભગવન્ ! જેટલા અવકાશાંતરસ્વી સૂર્ય ઈત્યાદિ એ સૂત્રો છે.. (૭) બૈરયિક - શબ્દ ઉપલક્ષિત સાતમો. હે ભગવન! નકમાં ઉત્પન્ન થતો, ઇત્યાદિ સૂત્ર છે.. (૮) બાલ-શબ્દથી ઉપલક્ષિતને આઠમો. હે ભગવન્! એકાંતબાલ મનુષ્ય, ઇત્યાદિ સૂત્ર છે.. (૯) ગુરુક વિષયક નવમો, હે ભગવન્! જીવો ભારેપણું કેમ પામે છે ? ઇત્યાદિ સૂત્ર.. (૧૦) ચલણા બહુવચન નિર્દેશથી “ચલન” આદિ દશમાં ઉદ્દેશાના અર્યો છે. તેનું સૂત્ર - હે ભગવન્! અન્યતીર્થિકો આમ કહે છે - ચાલતું ચાલ્યુ નથી, ઇત્યાદિ.
એ રીતે શાસ્ત્રના ઉદ્દેશમાં મંગલાદિ કાર્યો કર્યા, તો પણ પહેલા શતકની આદિમાં વિશેષથી “મંગલ'ને કહે છે -
• સૂત્ર-૪ શુતને નમસ્કાર થાઓ. • વિવેચન-૪ :
દ્વાદશાંગીરૂપ અહંત પ્રવચનને નમસ્કાર થાઓ. [શંકા ઈષ્ટ દેવતાને કરેલો નમસ્કાર મંગલાર્થે થાય છે, પણ “મૃત' ઈષ્ટ દેવતા નથી, તો તે કેવી રીતે મંગલા હોઈ શકે ? કહે છે – “કૃત' એ ઈષ્ટ દેવતા જ છે. કેમકે તે અહંતોને નમકરણીય છે. “તીર્થને નમસ્કાર હો” એમ કહીને અહેતો શ્રુતને નમસ્કાર કરે છે. સંસાસ્સાગરને તવામાં મુખ્ય કારણ હોવાથી શ્રત એ તીર્થ છે, તીર્થરૂપ શ્રુતનો આધાર હોવાથી સંઘ, તીર્થ વડે વાચ્ય છે તથા મંગલ માટે અહંતો સિદ્ધોને પણ નમસ્કાર કરે છે. કેમકે અભિગ્રહ તો તે સિદ્ધોને નમસ્કાર કરીને તે અહd ગ્રહણ કરે - એ વચન છે.
આ પ્રમાણે પહેલા શતકના ઉદ્દેશકનો થોડો અર્થ પહેલાં દર્શાવ્યો. પછી જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ” એ ન્યાયથી પહેલા ઉદ્દેશાનો વિસ્તાર કહેવો જોઈએ. તેનો ગુરુ પર્યક્રમ લક્ષણ સંબંધ દર્શાવતાં સુધર્માસ્વામી જંબૂસ્વામીને આશ્રીને આમ કહે છે -
• સત્ર-૫ -
તે કાળે સમયે રાજગૃહ નામે નગર હતું. [વર્ણન) તે રાજગૃહની બહાર નગરના ઈશાન ખૂણામાં ગુણશીલ નામે ચૈત્ય હતું. શ્રેણિક રાજા, ચલ્લણા