________________
૧/-/૧/૧૩ થી ૧૫
૪૩
૪૪
તેનો ઉત્તર : હે ગૌતમ ! આદિ. વિશેષ આ - (૧) પૂર્વે આહારેલ તે પૂર્વકાળે પરિણમ્યા, કેમકે ગ્રહણ કર્યા પછી જ પરિણમે. (૨) જેનો આહાર કર્યો અને જેનો આહાર કરાય છે, તેઓ પરિણમ્યા અને પરિણમે છે કેમકે આહાર કરેલાનો પરિણામ થાય અને આહાર કરાતાનો પરિણામ ચાલુ છે.
વૃત્તિકારે તો બીજા પ્રશ્નનો ઉત્તર આ રીતે જોયો છે, આહાર કરેલા અને આહાર કરવાના પગલો પરિણમ્યા અને પરિણમશે. તેની તેઓ વ્યાખ્યા કરે છે - આહાર કરેલા અને કરાશે, તેમાં કેટલાંક પરિણમ્યા. પરિણત તે જ જાણવા જે શરીર સાથે સંબદ્ધ થયા. જે સંબદ્ધ થશે તે પરિણમશે.
(3) જેનો આહાર થયો નથી અને થશે, તે પરિણમ્યા નથી કેમકે અનાહતના સંબંઘાભાવે પરિણામ-અભાવ છે. આહરશે તે પરિણમશે • x “ (૪) ચોથામાં ભૂત કે ભાવિ આહરણ ક્રિયા અભાવે પરિણામનો અભાવ છે. આ જ પ્રમાણે પૂર્વે દશવિલા ૬૩-વિકલ્પોના ઉત્તર સૂત્રો કહેવા.
શરીર સંબદ્ધ લક્ષણ પરિણામથી પુગલોનો ‘ચય' આદિ થાય. તે માટે પ્રશ્નો છે. પરિણામ સૂઝ સમાન જ ચયાદિ સૂત્રો છે. જેમકે જે રીતે પરિણમ્યા તે જ રીતે એકઠા થયા. * * * * * * * ચય પામ્યા એટલે શરીરમાં સમૂહને પામ્યા, પવિતા • વારંવાર શરીરમાં પ્રદેશના સમીપપણે એકઠા થયા. સ્વભાવથી અનુદિત પુગલો, ઉદયે આવેલા કર્મદલિકોમાં કરણ વિશેષથી નાંખીને વેદાય તે કથીરિત ઉદીરણાનું લક્ષણ આ છે - “કરણ વડે ખેંચીને ઉદયમાં લેવાય છે.” તિ - સ્વકીય રવિપાકથી દરેક સમયે અનુભવાતા અને નહીં સમાપ્ત થયેલા સમગ્ર સવાળા પુદ્ગલો. નિrit - પ્રતિસમય સંપૂર્ણપણે અશેષ વિપાક હાનિયુક્ત કર્મપુદ્ગલો.
ગાથા-પરિણતાદિ સંગ્રહ સૂગ ગાથા. વ્યાખ્યા ઉપર મુજબ. વિશેષ આ - પરિણત, ચિત, ઉપયિતાદિ દરેક પદમાં આહાર કરેલા, આહાર કરેલ અને કરાતા, આહાર ન કરેલ અને કરાનારા, આહાર ન કરેલ અને ન કરાનાર એ પ્રમાણે ચાર ભેદે પુદ્ગલો પ્રશ્ન અને ઉત્તર વિષયક છે.
પુદ્ગલ અધિકારથી જ હવે ૧૮-સૂત્રો કહે છે – • સૂત્ર-૧૬,૧૭ -
[૧૬] ભગવન / નૈરયિકો કેટલા યુગલો ભેદે છે ? ગૌતમ ! કર્મદ્રિવ્ય વર્ગણાને આશીને બે પ્રકારે પુદ્ગલો ભેદે છે – સૂક્ષ્મ, ભાદર,
ભગવાન ! નૈરયિકો કેટલા યુગલોનો ચય કરે છે ? ગૌતમ ! આહાર દ્રવ્ય વuિ અપેક્ષાએ બે પ્રકારના પગલોનો ચય કરે છે, તે આ • સુખ અને બાદર એ પ્રમાણે ઉપચયમાં જાણવું.
કેટલા યુગલો ઉંદીરે છે ? – કર્મ દ્રવ્ય વર્ષા અપેક્ષાએ બે પ્રકારના - સૂક્ષ્મ અને ભાદર બાકી પદો પણ આ રીતે કહેવા – વેદ છે, નિર છે, અપવતન પામ્યા, પવન પામે છે, અપવતન પામશે, સંક્રમાવ્યા, સંક્રમાવે છે, સંકમાવશે, નિધત્ત થયા, નિદત્ત થાય છે, નિધત્ત થશે, નિકાચિત થયા, નિકાચિત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થાય છે, નિકાચિત થશે. સર્વે પદમાં કર્મદ્રવ્ય વગણાનો અધિકાર કરીને આ ગાથા મૂકેલ છે–
[૧] ભેદાયા, ચય પામ્યા, ઉપચય પામ્યા, ઉદીરાયા, વેદાયા, નિર્જાયા, પરવર્તન-સંક્રમણ-નિધત્તન-નિકાયન ત્રણે કાળમાં કહેવું.
• વિવેચન-૧૬,૧૭ -
ભગવન્! નૈરયિકો કેટલા પુદ્ગલ ભેદે ? આદિ વ્યક્ત છે. વિશેષ આ - તીવ્ર, મંદ, મધ્યપણે રસના ભેદ વડે ભેટવાળા થાય, અથ0 ઉદ્વર્તનાકરણ વડે મંદ રસવાળા કર્મયુગલો તીવ્ર રસવાળા થાય અને અપવર્તનાકરણથી તીવરસા મંદરસા થાય ? કમદ્રવ્ય વર્ગણો આગ્રીને સમાનજાતિવાળા દ્રવ્યસમૂહને દ્રવ્યવMણા કહે છે, તે દારિક દ્રવ્યોની પણ હોય, માટે કહે છે - કર્મરૂપ દ્રવ્ય વર્ગણા કે કર્મદ્રવ્યોની વર્ગણાને આશ્રીને - X - મંદ તથા ઈતર રસની વિચારણા કર્મદ્રવ્યો સંબંધે જ હોઈ શકે, અન્ય દ્રવ્યો સંબંધે નહીં. જુ-સૂક્ષ્મ, વીર - સ્થળ. આ ભૂલd, સૂરમવ કર્મદ્રવ્યોની અપેક્ષાએ જ જાણવું, અન્ય અપેક્ષાએ નહીં. કેમકે દારિકાદિમાં કર્મદ્રવ્યો જ સૂમ છે.
આ જ રીતે ચય, ઉપચય ઉદીરણા, વેદન, નિર્જરાને શબ્દ અને અર્થ ભેદે કહેવા. પણ ચય, ઉપયયસૂત્રમાં આહાર દ્રવ્ય વર્ગણા આશ્રીને કહ્યું ત્યાં આ અભિપ્રાય છે - શરીરને આશ્રીને ચય, ઉપયયની પૂર્વે વ્યાખ્યા કરી. તે બંને આહાર દ્રવ્યોથી જ થાય, અન્ય દ્રવ્યોથી નહીં. તેથી આહાર દ્રવ્ય વMણાને આશ્રીને આ પ્રમાણે કહ્યું. ઉદીરણાદિ તો કર્મદ્રવ્યના જ થાય, તેથી ત્યાં તેમ કહ્યું. પવર્તન - કર્મોની સ્થિતિ આદિ અધ્યવસાયથી હીન કરવી. અપવર્તનના ઉપલક્ષણથી ઉદ્વર્તનસ્થિતિ આદિના વૃદ્ધિ કરણ સ્વરૂપ પણ નહીં સમજવું.
મગ - મૂલાકૃતિથી અભિન્ન ઉત્તરપ્રકૃત્તિને અધ્યવસાય વિશેષ વડે પરસ્પર સંચાર કરવો. કહ્યું છે - ગુણથી મૂળ પ્રકૃતિથી અભિન્ન ઉત્તર પ્રકૃતિને અધ્યવસાય પ્રયોગથી સંક્રમાવે, આમા અમૂર્ત હોવાથી સંક્રમે નહીં. બીજા કહે છે – આયુષ્ય અને મોહનીયને છોડીને શેષ પ્રકૃતિનો ઉત્તર પ્રકૃતિ સાથે સંચાર તે સંક્રમણ. જેમ કોઈ શાતા વેદનીય અનુભવતા અશુભ કર્મ પરિણતિથી તે જ શાતાવેદનીય અશાતા રૂપે સંક્રમે. આ પ્રમાણે અન્યત્ર પણ યોજવું.
નિધત • પરસ્પર ભિન્ન પુદ્ગલોને એકઠાં કરીને ધારણ કસ્વાં તે. ઉદ્વર્તનાઅપવર્તતા કરણથી ભિન્ન કરણના અવિષયપણે કર્મોનું રહેવું. નિવ્રત - અત્યંત બંધાયેલા. પરસ્પર ભિન્ન પુદ્ગલો એકમેક કરવા અતુ અન્યોન્ય પગલોનું એકબીજામાં રહેવું. - x -
fમ નંતિ - આદિ પદ સંગ્રહ ગાથાર્થ કહ્યો. વિશેષ આ • અપવર્તન, સંક્રમણ, નિધત, નિકાચન એ ચાર પદમાં ત્રણ પ્રકારનો કાળ બતાવવો. આ અપવર્તનાદિની જેમ ભેદાદિમાં નિકાળતા કહેવી યુક્ત છે, પણ માત્ર વિવક્ષિત ન હોવાથી કહ્યા નથી - હવે પુદ્ગલાધિકારથી ચાર સૂત્ર