________________
કo
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/- ૨/૩૦ ત્યાં જ ઉત્પત્તિ આશ્રીને પ્રવર્યું છે, જો તે જ નારકભવને આશ્રીને આ સૂગ પ્રવર્તે તો સૂત્રોક્ત શૂન્યકાળ અપેક્ષાએ મિશ્રકાળની અનંતગુણતા થઈ ન શકે, * * * કેમકે વાર્તમાનિક નાકો સ્વ આયુકાળના છેલ્લા ભાગે ઉદ્વર્તે છે, તેઓનું આયુ તો અસંચાત જ છે માટે ઉત્કર્ષથી બાર મુહર્તના અંશૂન્યકાળની અપેક્ષાએ મિશ્રકાળનું અનંતગણત્વ બને તે પ્રસંગ છે. કેમકે વર્તમાન નૈરયિકો તેમના સ્થિતિકાળને અંતે બધાં ખપી જવાના છે, નારકોનો ઉત્પાદ, ઉદ્વર્તના, વિરકાળ ઉત્કૃષ્ટથી બાર મહd છે. માટે અશૂન્યકાળ સૌથી થોડો છે. મિશ્રનામક વિવક્ષિત નાક જીવોનો નિર્લેપનાકાળ
શૂન્યકાળની અપેક્ષાએ અનંતગુણ છે. કેમકે એ નાકોમાં અને બીજાઓમાં ગમનાગમન કાળ છે અને તે બસ અને વનસ્પતિ આદિના સ્થિતિકાળથી મિશ્રિત થતો અનંતગુણ છે. કેમકે બસ અને વનસ્પત્યાદિના ગમનાગમનો અનંત છે અને નાકોનો નિર્લેપનકાળ વનસ્પતિકાયની સ્થિતિનો અનંત ભાગ છે. •x - શૂન્યકાળ અનંત ગુણ છે કેમકે વિવક્ષિત નારકોનું ઘણું કરીને વનસ્પતિમાં અનંતકાળ સુધી અવસ્થાન છે અને એ જ જીવોનો નાકભવાંતકાળ ઉત્કૃષ્ટથી સિદ્ધાંતમાં કહ્યો છે.
તિર્યંચોનો અશૂન્યકાળ સૌથી થોડો છે અને અંતમુહૂર્ત જેટલો છે. જો કે આ કાળ સાધારણ દરેક તિર્યો માટે કહ્યો છે તો પણ વિકસેન્દ્રિય અને સંમૂર્ણિમોમાં જ જાણવો. એકેન્દ્રિયોને તો ઉદ્ધતના અને ઉપપાતના વિરહનો અભાવ છે, માટે
શૂન્યકાળ નથી. કહ્યું છે કે – એક નિગોદમાં હંમેશા એક અસંખ્યાત ભાગ ઉદ્વર્તના અને ઉપપાતમાં વર્તે છે. એ પ્રમાણે બાકીનામાં પણ જાણવું. વળી “પ્રતિ સમયે અસંખ્ય” વચનથી પૃથ્વી આદિમાં વિરહનો અભાવ કહ્યો છે. “મિશ્રકાલે અનંતગુણ” એ નારવત્ છે. શૂન્યકાળ તિર્યંચોને છે જ નહીં • x • મનુષ્ય અને દેવોને નૈરયિકોની માફક જાણવું. કેમકે અશૂન્યકાળ પણ બાર મુહૂર્ત છે.
શું જીવનું અવસ્થાન સંસાર જ છે કે તેનો મોક્ષ પણ છે ? • સૂમ-૩૧ -
ભગવન ! જીવ આંતક્રિયા કરે ? ગૌતમ! કોઈ કરે છે, કોઈ નથી કરતા, તે માટે પ્રજ્ઞાપનાનું ‘અંતક્રિયા' પદ જાણવું..
• વિવેચન-૩૧ -
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - છેવટે થનારી જે ક્રિયા તે અંતક્રિયા. અથવા કર્મના અંતની જે ક્રિયા, તે અંતક્રિયા, અતુિ સકલકમના ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્તિ. પ્રજ્ઞાપનામાં આ વીસમું પદ છે. તે આ રીતે - ભગવદ્ ! જીવ અંતક્રિયા કરે ? ગૌતમ ! કોઈ એક જીવ કરે અને કોઈ જીવ ન કરે. એ રીતે નૈરયિક ચાવત વૈમાનિક જાણવું. ભવ્ય જીવો કરે અને અભવ્ય ન કરે. • x • ચાવતું મનુષ્ય તને કરે.
કર્મનો અંશ બાકી હોય અંતક્રિયા અભાવે કોઈ દેવ થાય -
સૂગ-૩ર :
હે ભગવતુ ! અરસંયત ભવ્યદ્રવ્યદેવ, વિરાધિત સંયત, વિરાધિત સંયત, અવિરાધિત સંયતાસંયતવિસધિત સંયતાસંયd, અસંજ્ઞી, તાપસ, કાંદર્ષિક,
ચક્કપરિવ્રાજક, ફિભિષિક, તિચિો, આજીવિકો, અભિયોગિકો, શ્રદ્ધાભષ્ટ વેરાધાકો, આ ચૌદ દેવલોકમાં ઉત્પન્ન થાય તો કોનો ક્યાં ઉપપદ કહ્યો છે ?
ગૌતમ સંયત ભવ્યદ્રવ્યદેવ જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી ઉપમિ પૈવેયકમાં ઉપજે. અવિરાહિત સંયમી જઘન્યથી સૌધર્મકલ્ય, ઉતકૃષ્ટથી સવિિસદ્ધ વિમાન ઉપજે. વિરાધિત સંયમી જઘન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી સૌધમકશે ઉપજે. અવિરાધિત દેશવિરત જઘન્યથી સૌધમકલ્પ, ઉત્કૃષ્ટથી આત કલ્પ ઉપજે. વિરાધિત સંયમી જઘન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી જ્યોતિષ્કમાં ઉપજે. અસંજ્ઞી જાન્યથી ભવનપતિમાં ઉત્કૃષ્ટથી વાણવ્યંતરમાં ઉપજે. બાકીના સર્વે જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી આ પ્રમાણે - તાપસો જ્યોતિકોમાં, કાંદર્ષિકો સૌધર્મમાં, ચરક પરિવ્રાજકો બહાલોક કલામાં, કિર્ભિષિકો લાંતક કશે, તિર્યંચો સહમર કો, આજીવિકો અય્યત કો, અભિયોગિકો અચ્ચત કહ્યું, દર્શનભટ વેષધારીઓ ઉપરના રૈવેયકમાં ઉત્પન્ન થાય.
• વિવેચન-૩ર :
સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ આ - ‘અથ' શબ્દ પરિપ્રશ્નાર્થે છે અહીં પ્રજ્ઞાપના ટીકા લખીએ છીએ - અસંવત - ચાસ્ત્રિ પરિણામરહિત. ભવ્ય - દેવપણાને યોગ્ય, તે દ્રવ્યદેવ. અસંયત એવા ભવ્યદ્રવ્યદેવ. આ અસંયત સમ્યગ્દષ્ટિ. કહ્યું છે - સમ્યગ્દષ્ટિ જીવ અણુવ્રત, મહાવત, બાલતપ અને અકામનિર્જરાથી દેવાયુ બાંધે. આ કથન અયુક્ત છે, કેમકે તેઓનો ઉત્કૃષ્ટ ઉપપાત ઉપરી રૈવેયક સુધી છે. દેશવિરત શ્રાવકોને અતથી આગળ ઉપપાદ નથી. અસંયતભવ્ય દ્રવ્ય દેવો નિદ્ભવ પણ નથી. તેથી તેઓ શ્રમણગુણધારી, સમસ્ત સામાચારી અને અનુષ્ઠાનયુકત તથા દ્રવ્યલિંગધારી ભવ્ય કે અભવ્ય મિથ્યાદેષ્ટિ જ જાણવા. તેઓ સંપૂર્ણ ક્રિયા પ્રભાવથી જ ઉપલા વેયકે ઉત્પન્ન થાય પણ ચારિત્ર પરિણામહીન છે.
શંકા-ભવ્ય કે અભવ્ય તેઓ શ્રમણગુણધારી કેમ કહેવાય ? તેઓને મિથ્યાદર્શન મોહના પ્રાબલ્ય છતાં સાધુઓને સારી રીતે પૂજા, સકાર, સન્માન પામતા જોઈને તે પૂજાદિ પોતાને મળે તે માટે તેઓની શ્રદ્ધા પ્રવજ્યા અને ક્રિયા સમૂહની અનુષ્ઠાન પરત્વે રહે છે. તેથી તેઓ પૂર્વોક્ત ક્રિયા કરે છે. પ્રવાકાળથી તેમના ચાત્રિ પરિણામ અભગ્ન છે. સંજવલન કષાય સામર્થ્યથી કે પ્રમત ગુણસ્થાનકના બળથી થોડો માયાદિ દોષ તેઓને સંભવે છે, તો પણ ચાસ્ટિોપઘાત આચરતા નથી.
- ઉક્તથી વિપરીત તે વિરાધિત સંયમી... સ્વીકાર કયથિી જેમના દેશવિરતિ પરિણામ અખંડિત છે એવા શ્રાવકો... તેનાથી વિપરીત તે વિસધિત દેશવિરd.. મનરહિત અકામ નિર્જરાવાળા તે અસંજ્ઞી... પડેલ પાંદડાદિનો ઉપભોગ કરનાર અજ્ઞાની તે તાપસ.
- જેઓ પરિહાસવાળા છે તે કાંદર્ષિક અથવા કંદર્પ વડે ચરે તે કાંદર્ષિક. કંદર્પ અને કકુસ્યાદિ કરનાર વ્યવહાર ચાસ્ત્રિીને કાંદર્ષિક. કહે છે 'કહ કહ’થી હસવું.
- અનિદ્ભુત ઉલ્લાપ. કંદર્પની કથા કહેવી, કંદર્પ ઉપદેશ તથા પ્રશંસા. ભવાં,