________________
૧/-/૧ /૧૮
૪૫
સૂત્ર-૧૮ :
હે ભગવન્ ! જે પુદ્ગલોને તૈજસ-કાણપણે ગ્રહણ કરે છે તેને અતીતકાલે
કે વર્તમાનકાળે કે ભાવિકાલે ગ્રહણ કરે છે ? ગૌતમ ! અતીત કે ભાવિ કાળે ગ્રહણ કરતા નથી, વર્તમાનકાળે ગ્રહણ કરે છે.
વૈરયિકો તૈજસ-કાર્પણષણાથી ગૃહિત પુદ્ગલો ઉંદીરે તે શું અતીતકાળના કે વર્તમાનના કે આગામી કાળના પુદ્ગલોની ઉદીરણા કરે? ગૌતમ ! અતીતકાળમાં ગૃહિત પુદ્ગલોને ઉદીરે છે પણ વર્તમાન અને ભાવિ કાળનાની નહીં. એ રીતે વેદે છે, નિર્જરે છે.
• વિવેચન-૧૮ :
સૂત્ર- સ્પષ્ટ છે. વિશેષ આ - તૈજસ શરીર, કાર્યણ શરીરપણે. સમય કાળરૂપ લેવો, સમાચાર રૂપ નહીં. કાળ પણ સમયરૂપ લેવો વર્ણાદિ સ્વરૂપ નહીં. એ રીતે બંને
પરસ્પર વિશેષણ થઈ કાલ-સમય શબ્દ બન્યો. અતીત એવો જે કાળ-સમય તે અતીત કાળ સમય અથવા અતીતકાળ એટલે ઉત્સર્પિણી આદિ. સમય - પરમ નિકૃષ્ટ અંશ તે અતીતકાળ સમય તેમાં. પ્રત્યુત્પન્ન - વર્તમાનકાળ. ભૂત અને ભાવિ કાળ વિષયરહિત હોવાથી. અતીત અને અનાગતકાળ વિષયક પુદ્ગલ ગ્રહણનો પ્રતિષેધ કર્યો છે, કેમકે ભૂતકાળ વિનષ્ટ છે અને ભાવિકાળ અનુત્પન્ન છે. તેઓ બંને અસત્ છે. તેથી વિષયાતીત છે. વળી વર્તમાન પણ અભિમુખ પુદ્ગલોને જ ગ્રહે છે, બીજાને
નહીં.
(૧) જેઓનો ગ્રહણ સમય વર્તમાન સમયની પુરોવર્તી છે અર્થાત્ જેઓને ગ્રહણ કરવાના છે. (૨) ઉદીરણા પૂર્વ કાળે ગૃહિતની જ થાય. - ૪ - ૪ - (૩) વેદના અને (૪) નિર્જરા સૂત્રની પણ આ રીતે ઉપપત્તિ કરવી.
હવે કર્માધિકારથી જ આ આઠ સૂત્રોને કહે છે – • સૂત્ર-૧૯ થી ૨૧ :
[૧૯] ભગવન્ ! (૧) નૈરયિકો જીવપદેશથી ચલિત કર્મ બાંધે કે અચલિત કર્મને બાંધે ? ગૌતમ ! અચલિત કર્મ બાંધે, ચલિત નહીં.
(ર) ભગવન્ ! નૈરયિકો જીવ પ્રદેશથી ચલિત કર્મને ઉદીરે કે અચલિત કર્મને ઉદીરે ? ગૌતમ ! અચલિત કર્મ ઉદીરે, રાલિત નહીં. એ પ્રમાણે – (૩) વેદન કરે, (૪) અપવર્તન કરે, (૫) સંક્રમણ કરે, (૬) નિધત્ત કરે છે, (૭) નિકાચિત કરે છે. એ સર્વ પદોમાં અચલિત કર્મ યોજવું. ચલિત નહીં. (૮) ભગવન્ ! નૈરયિકો જીવ પ્રદેશથી ચલિત કર્મને નિજી કે અચલિત કર્મને ? ગૌતમ ! ચલિત કર્મ નિરૈ, અચલિત નહીં.
[૨૦] ગાથા – બંધ, ઉદય, વેદન, અપવર્તન, સંક્રમણ, નિધત, નિકારાનને વિશે અચલિત કર્મ હોય, નિર્જરામાં ચલિત કર્મ હોય.
[૨] એ રીતે સ્થિતિ અને આહાર કહેવા. સ્થિતિ, સ્થિતિ પદ મુજબ કહેવી. સર્વે જીવોનો આહાર, પવણાના આહારોદ્દેશક મુજબ કહેવો. ભગવન્ !
૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
વૈરયિક આહારાર્થી છે ? યાવત્ વારંવાર દુઃખપણે પરિણમે છે ? ગૌતમ ! -
ત્યાં સુધી આ સૂત્ર કહેવા.
ભગવન્ ! અસુકુમારોની સ્થિતિ કેટલો કાળ છે ? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ કાળ... ભગવન્ ! અસુકુમારો કેટલે કાળે શ્વાસ લે છે અને મૂકે છે? ગૌતમ ! જઘન્યથી સાત સ્તોકરૂપ અને ઉત્કૃષ્ટથી સાધિક એક પક્ષે શ્વાસ લે છે - મૂકે છે.
ભગવન્ ! અસુકુમારો આહારાર્થી છે ? - હા, આહારર્થી છે. સુકુમારને કેટલા કાળે ? આહારેચ્છા થાય છે ? - ગૌતમ ! અસુકુમારને આહાર બે ભેદે છે - આભોગનિવર્તિત, અનાભોગ નિવર્તિત. તેમાં અનાભોગ નિર્તિત આહારેચ્છા વિરહિતપણે નિરંતર થાય છે. આભોગિનવર્તિત આહારેચ્છા જઘન્યથી ચતુર્થભકતે અને ઉત્કૃષ્ટથી સાતિરેક ૧૦૦૦ વર્ષ પછી થાય છે.
ભગવન્ ! સુકુમાર શેનો આહાર કરે છે? ગૌતમ ! દ્રવ્ય થકી અનંતપદેશિક દ્રવ્યોનો, ક્ષેત્ર-કાળ-ભાવ સંબંધે પ્રજ્ઞાપનાના ગમ વડે પૂર્વવત્ જાણવું. બાકી બધું નૈરયિકો માફક જાણવું. યાવત્ - ભગવન્ ! અસુકુમારોએ આહારેલ પુદ્ગલ કેવા રૂપે વારંવાર પરિણમે ? ગૌતમ ! શ્રોત્રન્દ્રિય-સુરૂપ-સુવણર્યાદિ ૪-ઈસ્ટ-ઈચ્છિત અને મનોહરપણે તથા ઉર્ધ્વપણે-અધોપણે નહીં, મુખપણે-દુઃખપણે
નહીં તેમ પરિણમે.
-
અસુકુમારને પૂર્વહારિત પુદ્ગલો પરિણમ્યા ? - અસુકુમાર અભિલાપથી બધું નૈરયિકોની જેમ કહેવું યાવત્ અચલિત કર્મ ન નિરે
નાગકુમારોને કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂના બે પલ્યોપમ... નાગકુમારો કેટલે કાળે શ્વાસ લે છે અને મૂકે છે ? ગૌતમ ! જઘન્યથી સાત સ્તોકે, ઉત્કૃષ્ટ થકી મુહૂર્ત પૃથક... નાગકુમારો આહારાર્થી છે? હા, આહારાર્થી છે.
નાગકુમારોને કેટલા કાળે આહારેચ્છા થાય ? ગૌતમ ! તેઓને બે પ્રકારનો આહાર કહ્યો છે. આભોગ નિવર્તિત, અનાભોગ નિર્તિત. તેમાં નાભોગ નિવર્તિત આહારેચ્છા નિરંતર થાય છે. આભોગ નિર્તિત આહારેચ્છા જઘન્યથી
ચૌથભક્ત, ઉત્કૃષ્ટથી દિવસ પૃથકત્વે થાય છે. શેષ સર્વે અસુકુમાર મુજબ યાવત્ અચલિતકર્મને નિર્જરતા નથી. એ રીતે સુવર્ણકુમારોને યાવત્ સ્તનિતકુમારોને પણ જાણવા.
હે ભગવન્ પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલો કાળ કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષની છે.. પૃથ્વીકાયિકો કેટલે કાળે શ્વાસ લે છે? તેઓ વિવિધ કાળે શ્વાસ લે છે. પૃથ્વીકાયિકો આહારાર્થી છે ? હા, આહારાર્થી છે. પૃથ્વીકાયિકોને કેટલે કાળે આહારેચ્છા થાય છે ? તેઓને નિરંતર આહારેચ્છા રહે છે.
ભગવન્ ! પૃથ્વીકાયિકો શેનો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્ય થકી