________________
૧/-/૧/૪
Վա
જીવ પ્રતિસમય ભવોપણાહી કર્મો વડે મૂકાતો “મુક્ત થાય છે.” તેમ કહેવાય છે. દરેક સમયે જેમ જેમ કર્મપુદ્ગલોનો ક્ષય કરે છે તેમ તેમ શીતલ થતો પરિનિવણિ પામે છે. ચરમ ભવના અંત સમયે સમસ્ત કમfશોનો ક્ષય કરનારો તે સર્વ દુઃખોનો અંત કરે છે. એ પ્રશ્ન.
ઉત્તર સરળ છે. વિશેષ આ - હમણાં કહેલ અર્થભાવ સમર્થ - બલવાનું નથી. કેમકે હવે કહેવાનાર દૂષણરૂપ મગર પ્રહારથી તે જર્જરિત છે. એક ભવમાં એક જ વખત અત્તમુહૂર્ત કાળમાં જ આયુષ્યનો બંધ થાય છે, તેથી આયુવર્જિત એમ કહ્યું.
શિથિલબંધન - પૃષ્ટતા, બદ્ધતા કે નિધતતા. તેનાથી બદ્ધ-આત્મપ્રદેશોમાં સંબંધિત. કેમકે પૂર્વાવસ્થામાં અશુભત્તર પરિણામનો કથંચિત્ અભાવ છે. આ શિથિલ બંધન બદ્ધને અશુભ જ જાણવી. કેમકે અસંવૃત ભાવનો નિંદા પ્રસ્તાવ છે. તેને ગાઢતર બંધનથી બદ્ધ કે નિધત કે નિકાચિત કરે છે. • x • કેમકે અસંવૃતત્વ અશુભ યોગરૂપ હોવાથી અતિ ગાઢ પ્રકૃત્તિ બંધનો હેતુ છે. કહ્યું છે -
- યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધને કરે છે. વારંવાર અસંવૃતવથી તે પ્રકૃત્તિને તેવી કરે છે. હવકાલ સ્થિતિકને દીર્ધકાળ સ્થિતિક કરે છે. સ્થિતિ - એકઠા કરેલા કર્મોનું રહેવું. - x - કેમકે અસંવૃતત્વ એ કષાયરૂપ હોવાથી સ્થિતિબંધનું કારણ છે. કહ્યું છે કે – કષાય વડે સ્થિતિબંધ અને રસબંધ કરે છે. - x • મનુભાવ - વિપાક, રસ વિશેષ. મંદાનુભાવ-હીનસા-દુર્બલરસાને ગાઢ રસવાળી કરે છે, કેમકે અસંવતd કષાયરૂપ છે, જે અનુભાગબંધ હેતુ છે.
ઉપ - થોડાં, પ્રવેશ - કર્મ દલિક પરિણામ, જેના છે તેના તથા તેને બહપ્રદેશાગ્ર કરે છે. કેમકે યોગ પ્રદેશબંધનું કારણ છે અને અસંવૃતપણું એ યોગા છે. આયુષ્યકમને કદાચિત્ બાંધે અને કદાચિત્ ન બાંધે, કેમકે જીવો આયુના ત્રીજા ભાગાદિ બાકી રહેતાં પરભવનું આયુ બાંધે છે. • x • બીજા સમયે બાંધતો નથી... અસાતા વેદનીય કર્મનો વારંવાર ઉપચય કરે છે. [શંકા) અસાતા વેદનીય કર્મ સાત કમમાં અંતર્ગતુ છે તો પછી તેનું પૃથક્ ગ્રહણ શા માટે ? (સમાધાન] અસંવૃત અત્યંત દુ:ખી થાય છે. આ પ્રમાણે પ્રતિપાદન વડે ભય ઉત્પન્ન થવાથી અસંતૃતપણાનો પરિહારાર્થે અશાતા વેદનીયને જુદું ગ્રહણ કરવામાં દોષ નથી.
ઉપUTT$ * અનાદિ અથવા અજ્ઞાતિ - જેમાં જ્ઞાતિ નથી અથવા પ્રા ત તમ્ • કરજજન્ય દુ:ખ કરતાં પણ અધિક દુઃખેવાળું અથવા મન - પાપ, અતિશય પાપ. કાવવા - અણવદગ્ર, જેનો અંત નથી તે. અથવા મધતિ • નજીક, જેનો અંત નજીક છે તે, તેનો નિષેધ કરવાથી મનવંનત - જેનો અંત નજીક નથી તે. અથવા જેનું પરિણામ જ્ઞાત નથી, આવા પ્રકારનું સંસાર અરણ્ય હોવાથી - દીર્ધકાળવાળું કે દીર્ધ માર્ગવાળું. વાત - દેવગતિ આદિ ભેદથી, અથવા પૂવિિદ દિશાના ભેદથી ચાર વિભાગવાળું. આવા સંસારમાં અસંવૃત જીવ વારંવાર ભમે છે.
પૂર્વે સંવૃત્તનું ફળ કહ્યું, હવે સંવૃત્તનું ફળ કહે છે. સંવૃત નગાર પ્રમત
૫૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અને અપ્રમત સંયતાદિ, તે ચરમશરીરી કે અચરમશરીરી હોય છે. તેમાં જે સંવૃત અનુગાર ચરમશરીરી હોય તેની અપેક્ષાએ આ સૂત્ર જાણવું. [શંકા] પરંપરાને તો સૂત્રોક્ત અર્થ અસંવૃત્તને પણ ઘટે, કેમકે શુક્લપાક્ષિકનો પણ મોક્ષ જરૂર થવાનો છે. એ રીતે સંવૃત્ત અને સંસ્કૃત પરંપરાએ ફળથી અભેદ જ થાય. [સમાધાન સંન્ય છે, પણ સંવૃતનું પારંપાયે ઉત્કૃષ્ટથી સાત, આઠ ભવ પ્રમાણ સમજવું, કેમકે કહ્યું છે કે - “જઘન્યથી ચામિની આરાધનાને આરાધી સાત, આઠ ભવથી સિદ્ધ થાય છે." અસંવૃત્તની પરંપરા ઉત્કૃષ્ટ અપાઈ પુદ્ગલ પરાવર્ત છે. કેમકે અસંવૃત્તનું પારંપર્ય વિરાધનાના ફળરૂપ છે. વીરૂંવાડું - ઉલ્લંઘન કરે છે. --- “સંવૃત હોવાથી અનગાર સિદ્ધ થાય છે.” એમ કહ્યું. હવે અસંવૃત હોય તે વિશિષ્ટ ગુણરહિત થવાથી દેવ ચાય કે નહીં? તે પ્રશ્ન
• સૂત્ર-૨૫ -
હે ભગવન / અસંગત, અવિરત, જેણે પાપકર્મનું હનન અને પચ્ચકખાણ કય નથી એવો જીવ અહીંથી ચ્યવીને પરલોકમાં દેવ થાય છે ? ગૌતમ ! કેટલાક દેવ થાય છે અને કેટલાંક દેવ થતાં નથી. એવું કેમ કહ્યું કે – કેટલાંક દેવ થાય અને કેટલાંક દેવ ન થાય ?
ગૌતમ જે આ જીવો ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કબૂટ, મર્દભ, દ્રોણ મુખ, પટ્ટણ, આશ્રમ, સંનિવેશમાં અકામ ધૃણા વડે, કામ સુધા વડે, કામ બહાચર્યવાસથી, અકામ શીત-તપ-ડાંસ-મચ્છર-અસ્નાનકાદવ-જલ્લ-મલ્લ-અંક-પરિદાહ વડે, થોડો કે વધુ કાળ આત્માને કલેશિત કરે, કલેશિત કરીને મૃત્યુ કાળે મૃત્યુ પામી કોઈ વાણવ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
ભગવાન ! વાણવ્યંતર દેવોના દેવલોકો કેવા પ્રકારે કહ્યા છે? ગૌતમ ! જેમ અહીં મનુષ્યલોકમાં સદા કુસુમિત, મમૂરિd, લવકિd, dવકિત, ગુલયિત,
ચ્છિત, યમલીય, યુવલિય, વિનમિત, પ્રણમિત, સુવિભક્ત, વિભિન્ન મંજરીઓ રૂ૫ મુગટ ધર અશોકવન, સપ્તવણવન, ચંપકવન, ચૂતવન, તિલકવન, આલાભુવન, જગોદાવન, છઘવન, અરશનવન, શણવન, અતસિવન, કુસંભવન, સિદ્ધાવિન, બંધુજીક વન, અતી-અતી શોભા વડે શોભતું હોય છે. એ પ્રમાણે તે વાણવ્યંતર દેવોના દેવલોક જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિક અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિક, ઘણાં અંતર દેવો અને દેવીથી વ્યાપ્ત, વિશેષ વ્યાપ્ત, ઉપસ્તીમાં, સંસ્કૃત, પૃષ્ટ, અતિ અવગાઢ થયેલા, અત્યંત ઉપશોભીત થઈ રહેલા છે. ગૌતમ ! તે વ્યંતર દેવાના સ્થાન આવા પ્રકારે કહ્યા છે. તે કારણથી કહ્યું કે ચાવતુ દેવ થાય છે.
હે ભગવન ! એમ જ છે, એમ જ છે. એમ કહી શ્રમણ ભગવાન મહાવીર વધે છે, નમે છે, વાંદીને-નમીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતાં વિચરે છે.