________________
૧/-/૧/૮ એવું જે હાચર્ય તેમાં વસનારા. સલ્ફાતિશારીર - શરીર સંસ્કાર ત્યાગી. uિતવિઝનતેવા • શરીરમાં લીન હોવાથી સંક્ષિપ્ત, યોજન પ્રમાણ ક્ષેત્રમાં વસ્તુના દહનમાં સમર્થ હોવાથી વિપુલ. તેજલેશ્યા એટલે તપોજન્ય લબ્ધિ વિશેષથી ઉત્પન્ન તેજોવાલા. • x - ૪ -
ચૌદપૂર્વી - ચૌદ પૂર્વ જેને વિધમાન છે તે, કેમકે તેઓએ જ ચેલા છે, આમ કહી તેમનું શ્રુતકેવલિપણું બતાવ્યું. તે અવધિજ્ઞાન આદિ સહિતને પણ હોય તેથી કહે છે કેવલજ્ઞાન સિવાયના ચાર જ્ઞાનવાળા, ઉક્ત બંને વિશેષણ છતાં કોઈક સમગ્ર શ્રત વિષય વ્યાપી જ્ઞાની ન પણ હોય, કેમકે ચૌદ પૂર્વી અનંત જ્ઞાનાદિ છ સ્થાન પતિત પણ હોય, તેથી કહે છે - સક્ષર સંનિપાતી - સર્વ અક્ષરના સંયોગ જેને ડ્રોયપણે હોય છે અથવા શ્રવને સંગતિપણે નિત્ય બોલવાના સ્વભાવવાળા, તે શ્રવ્યાસક્તિવાદી, આવા અનેકગુણવાળા, વિનયની સશિ સમાન તથા શિષ્યાચારને પાળતા ભગવનું ઈન્દ્રભૂતિ વિચરે છે * *
દૂTHAત - દૂર એટલે છેટે, સામંત એટલે નીકટ, તેના નિષેધથી અદૂર સામંત, કઈ રીતે વિચારે છે ? જેના ઘૂંટણ ઉંચા છે, શુદ્ધ પૃથ્વીના આસનના વર્જનથી ઔપગ્રહિક નિષધાના અભાવે, ઉત્કટક આસને. નીચું મુખ રાખીને - ઉંચે કે તિછું ન જોતા, નિયતભૂમિમાં દૈષ્ટિ રાખીને. ધર્મ કે શુકલ ધ્યાનરૂપ કોઠાને પ્રાપ્ત, જેમ કોઠામાં નાંખેલ ધાન્ય ન વેરાય, તેમ તે ભગવના ઈદ્રિયાદિ અસ્થિર થતાં નથી, તેવા ઈન્દ્રભતિ સંવર અને તપ વડે આત્માને વાસિત કરીને રહ્યા છે. સંયમ અને તપનું ગ્રહણ મોક્ષાના પ્રધાન અંગરૂપે છે. કેમકે સંવરથી કમ રોકાય છે અને તપથી જૂના કર્મ નિર્ભર છે.
• સૂત્ર-૯ :
ત્યારપછી જાત શ્રદ્ધ, જાત સંશય, શત કુતુહલ, ઉતજ્ઞ શ્રદ્ધ, ઉત્પન્ન સંશય, ઉત્પન્ન કુતૂહલ, સંજાત શ્રદ્ધ, સંજાત સંશય, સંજd, કુતૂહલ, સમુત્પન્ન શ્રદ્ધ, સમુww સંશય, સમુww કુતૂહલ ઉથાન વડે ઉભા થાય છે, ઉથાન વડે ઉભા થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી વંદે છે, નમે છે, નમીને ન અતિ નજીક, ન અતિ દૂર એ રીતે સન્મુખ, વિનય વડે આંજલિ જેડી, ભગવંતના વચનને શ્રવણ કરવાને, નમતા અને પર્યાપાસતા આમ બોલ્યા -
(૧) ચાલતું તે ચાલ્યું? (૨) ઉદીરાતું તે ઉદીયું? (૩) વેદાંતુ તે વેદાય ? (૪) પડતું તે પડ્યું? (૫) છેડાતું છેડાયું ? (૬) ભદાનું તે ભેદાયું? () બળતું તે બળ્યું ? (૮) મરતું તે કર્યું? (૯) નિર્જરાતુ તે નિર્જરાયુ ? [એમ કહેવાય ?
• વિવેચન-૯ :
ધ્યાનરૂપ કોઠને પામીને વિતરણ કર્યા પછી, - ૪ - સામાન્ય થકી કહીને, તે ભગવન ગૌતમ કેવા છે ? તે કહે છે – ઉત્પણ શ્રદ્ધાદિ વિશેષણ યુકd - ઉઠે.
૩૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે, તે યોગ. નાત-પ્રવૃત્ત, શ્રદ્ધા - વક્ષ્યમાણ અર્થતcવના જ્ઞાનની ઈચ્છા જેને છે તે નાતક. નાતસંજય • તેમાં સંશય - અનવધારિત અર્થજ્ઞાન, જેને છે તે. તે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે થયો - ભગવંત મહાવીરે ઘન આદિ સૂત્રમાં ચાલતા પદાર્થને ચાલ્યો કહ્યો, તેમાં ‘જે ચાલતો-તે ચાલ્યો' એમ કહ્યું. તેથી બંને એક વિષયવાળા બતાવ્યા. તેમાં ‘ચાલતો' એ વર્તમાનકાળ બતાવે છે, “ચાલ્યો' એ ભૂતકાળવિષયક છે -
- અહીં સંશય થયો કે જે પદાર્થ વર્તમાન વિષયક છે તે ભૂતકાળ વિષયક કેમ થાય ? કેમકે બંને કાળ વિરુદ્ધ છે. આમ સંશય થયો તેથી માતHશય કહ્યા. ઉત્પન્ન થયેલ કુતુહલવાળા, ભગવત્ આ પદાર્થોને કઈ રીતે જણાવશે ? તથા ઉત્પન્ન શ્રદ્ધ-જેને પૂર્વે ન થયેલ, પણ હવે થઈ તેવી શ્રદ્ધાવાળા. બાત છે. પણ તેમજ છે, તો પત્રશ્રદ્ધ એવું બીજું વિશેષણ કેમ ? • x •x -
શ્રદ્ધાની ઉત્પત્તિ અને પ્રવૃત્તિનો અન્યોન્ય કાર્ય કારણ ભાવ દર્શાવવાને - હેતુત્વ પ્રદર્શનાર્થે. - X - X - X - X •
ઉત્પન્ન સંશય, ઉત્પન્ન કુતૂહલ બંને પૂર્વવતુ. સંજાતશ્રદ્ધ ઇત્યાદિ છ પદ પૂર્વવત જાણવા. વિશેષ એ કે અહીં = શબ્દ પ્રકર્ષ આદિ અર્થવાળો છે * * * * * બીજા નાતશદ્વાર ૧૨ વિશેષણોની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે - (૧) જેઓ પૂછવાને શ્રદ્ધાવાળા થાય તે જાતશ્રદ્ધ, જાતશ્રદ્ધ શા માટે થયા ? જાત સંશય છે માટે. - “આ પદાર્થ આવો હોય કે આવો ? જાત સંશય કેમ થયા ? જાત કુતુહલ છે માટે. “આ અર્થને'' હું કેવી રીતે જાણીશ?” એવા અભિપ્રાયવાળા છે માટે.
આ ત્રણ વિશેષણો અવણMી અપેક્ષાએ જાણવા. એ રીતે ઉત્પન્ન શ્રદ્ધ આદિ ત્રણ ઈહાપેક્ષાએ, સંજાતશ્રદ્ધ આદિ ત્રણ અપાયાપેક્ષા, સમુત્પન્નશ્રદ્ધ આદિ ત્રણ ધારણાની અપેક્ષાએ સમજવા.
બીજાઓ એમ કહે છે - જાતશ્રદ્ધવાદિ અપેક્ષાએ ઉત્પન્ન શ્રદ્ધાદિ સામાનાથ છે, તો પણ વિવક્ષિત અર્થનો પ્રકઈ પ્રતિપાદિત કરવા સ્તુતિ પરાયણ ગ્રંથકારે કહ્યા છે. તેમાં પુનરુક્તિ દોષ નથી. કહ્યું છે - હર્ષ, ભયાદિથી આક્ષિપ્ત મનવાળો વકતા, સ્તુતિ કે નિંદા કરતા જે પદોને અનેકવાર બોલે, તો તે પુનરુક્તિ દોષને પાત્ર નથી.
ઈ- ઉંચા વર્તતા ઉઠે છે. એકલું ફ્રેડ પદ મૂકે તો ક્રિયાનો આરંભ માત્ર પ્રતીત થશે. જેમકે બોલવાનો આરંભ કરે છે, તેનો વ્યવચ્છેદ થાય તે માટે રૂઠ્ઠાણ વિશેષણ કર સાથે મૂક્યું અહીં વાત એ ઉત્તરક્રિયાની અપેક્ષાએ ઉત્થાન ક્રિયાનું પૂર્વકાળપણું કહેવાને સટ્ટાપ ર કહ્યું. - x • ભ૦ મહાવીર પાસે આવ્યા. - x - આવીને શ્રમણ ભગવંત મહાવીરને જમણા હાથથી આરંભીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી - x - 4 - વચન વડે સ્તુતિ કરી અને કાયા દ્વારા નમસ્કાર કરે છે. પછી અવગ્રહના પરિહારથી અતિ સમીપ નહીં કે અતિ દૂર નહીં તેમ ઉચિતપણાને સ્વીકારીને. ભગવદ્વચનને સાંભળવાને ઈચ્છતા, ભગવંત સન્મુખ રહી, વિનય વડે અંજલિ કરીને - X - X • પર્યાપાસના - સેવના કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા.