________________
૧/-/૧/૯
૩૫
(૮) મરતું તે મ - મરતા એવા આયુ:કર્મને મર્યુ કહેવાય છે. આયુકર્મના પુદ્ગલોનો ક્ષય એ જ મરણ છે. તે અસંખ્યય સમયવર્તી છે. જન્મના પ્રથમ સમયથી આરંભીને આવીચિકમરણથી પ્રતિક્ષણ મરણનો અભાવ હોવાથી ‘મરતું તે મર્ય” કહેવાય છે.. (૯) નિર્જરાતું તે નિર્જરાયુ - નિરંતર અપુનભાવથી ક્ષય પામતું કર્મ નિર્જીણ થયું કહેવાય. નિર્જરા અસંખ્યય સમયભાવી હોવાથી તેના પ્રથમ સમયમાં જ નિર્ભરતા કર્મને પટની ઉત્પત્તિના દષ્ટાંત વડે નિર્જયું. એમ યુક્તિાયુકત સમજવું. - X - ૪ -
આ રીતે નવ પ્રશ્નો ગૌતમસ્વામીએ ભગવન મહાવીરને પૂછ્યા, ત્યારે ભગવંતે કહ્યું, તેમજ છે. [શંકા ગૌતમ ભગવંતને શા માટે પૂછે છે ? તેઓ દ્વાદશાંગીના રચયિતા હોવાથી સકલ શ્રતના વિષયના જ્ઞાતા છે, નિખીલ સંશયાતીત હોવાથી તેઓ સર્વજ્ઞ સદેશ છે. - x - [સમાધાન એમ નથી. ઉક્ત ગુણવા છતાં, તેઓને (૧) છાસ્થતાને લઈને અનાભોગનો સંભવ છે. • x - કેમકે જ્ઞાનને આવક જ્ઞાનાવરણીય કર્મ છે. અથવા (૨) જાણવા છતાં પોતાના જ્ઞાનના સંવાદને માટે, (3) અજ્ઞ લોકના બોધને માટે, (૪) પોતાના વચનમાં શિષ્યોની પ્રતીતિ ઉત્પન્ન કરવાને માટે, (૫) સમ ચનાના આચાર સંપાદન માટે પ્રશ્ન કરવા સંભવે છે. [આ પાંચ કારણે ગૌતમસ્વામીના પ્રશ્નો સંભવે છે.]
તેમાં હા, ગૌતમ! એ કોમળ આમંત્રણ છે. • x - રત્નમાળ આદિના પ્રત્યુચ્ચારણમાં ઘનત આદિથી સ્વ-અનુમતિ દશવિ છે. વૃદ્ધો કહે છે '' એ
સ્વીકાર વચન છે, જે અનુમત છે, તે દેખાડવાને ‘ચાલતું-ચાલ્યુ” આદિ પ્રત્યુચ્ચારિત છે. • x - એ પ્રમાણે કર્મને આશ્રીને આ નવે પદો વર્તમાન અને ભૂતકાળના સમાનાધિકરણને જાણવાની ઈચ્છા વડે પૂછશ્યા અને નિર્ણય કર્યો. આ જ ચલન આદિ પરસ્પરથી ભાઈ છે કે ભિાઈ એવો પ્રશ્નો અને નિર્ણય બતાવવા કહે છે -
• સૂત્ર-૧૦ -
આ નવ પદો, હે ભગવન! એકાઈક, વિવિધ રોષ અને વિવિધ વ્યંજનવાળા છે ? કે વિવિધ અર્થ-વિવિધ ઘોષ - વિવિધ વ્યંજનવાળા છે ? હે ગૌતમ ! ચાલતું ચાલ્યુ, ઉદીરાનું ઉદીરાયું, વેદાનું વેદાયું, પડતું પડ્યું આ ચારે પદો ઉપ પક્ષની અપેક્ષાએ એકાક, વિવિધ રોષ, વિવિધ વ્યંજનવાળા છે. છેદidછેદાય આદિ પૂર્વોક્ત પાંચ પદ વિગતપક્ષની અપેક્ષાએ વિવિધ અર્થ-ઘોષભંજનવાળા છે.
વિવેચન-૧૦ :
સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ એ કે - ક્વાથન - અનન્ય વિષયવાળા કે એક પ્રયોજનવાળા, વિવિધ ઉદાત્તાદિ ઘોષવાળા, વિવિધ અક્ષરવાળા, ભિન્નભિન્ન અર્થવાળા છે, અહીં ચતુર્ભગી છે. (૧) કેટલાક પદો એકાર્યક અને એક વ્યંજનવાળા છે - ક્ષીર ક્ષમ્ (૨) બીજા રોકાઈક પણ વિવિધ વ્યંજનવાળા છે. ક્ષીરમ્-પદ્ય (3) કટલાંક અનેક અર્થ અને એક વ્યંજનવાળા છે - આંકડાનું દૂધ, ગાયનું દૂધ. (૪) બીજ,
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિવિધ અર્થ અને વિવિધ વ્યંજનવાળા છે - ઘટ, પટ, લકુટ. પ્રશ્નસૂનમાં બીજા અને ચોથા ભંગનું ગ્રહણ કરેલ છેકેમકે નવે પદો વિવિધ વ્યંજન અને અર્થવાળા છે. ઉત્તર ઝમાં તો ચલનાદિ ચારે પદોને આશ્રીને બીજો ભંગ અને કિધમાન આદિ પાંચે પદોમાં ચોથો ભંગ છે.
શંકા- “ચલન’ આદિમાં અર્થોનો સ્પષ્ટ ભેદ છે, તો આદિ ચાર પદો સમાનાર્થ કેમ કહ્યા ? ઉત્પન્ન-ઉત્પાદનો જે પક્ષ-પરિગ્રહ •x• તે વડે ઉત્પત્તિ પક્ષના અંગીકારથી એકાઈક છે. અર્થાત્ ઉત્પાદ પર્યાયને પરિગ્રહીને એ ચારે પદો કાર્થક કહા. અથવા ઉત્પન્નપક્ષ-ઉત્પાદ નામક વસ્તુ વિકાને કહેનારા એ ચારે પદો છે. આ ચારે પદો • x " નો અન્તર્મુહૂર્ત કાળ હોવાથી તે પણ તુલ્ય છે. તે ઉત્પાદ નામક પર્યાય વિશિષ્ટ કેવલજ્ઞાનોત્પાદરૂપ છે. કેમકે કર્મવિચારણામાં કર્મના નાશથી બે ફળ થાય - કેવલજ્ઞાન અને મોક્ષ. આ ચારે પદો કેવલજ્ઞાનના ઉત્પાદવિષયક હોવાથી કાર્યક કહ્યા. કેમકે જીવે પૂર્વે ક્યારેય કેવલજ્ઞાન પર્યાય પ્રાપ્ત કર્યો નથી, વળી તેને માટે જ પુરવાનો પ્રયાસ હોવાથી તે જ કેવલજ્ઞાનનો ઉત્પાદરૂપ પયય અહીં સ્વીકાર્યો છે. આ ચારે પદો એકાર્યક હોવા છતાં તેઓનો આ અર્થ સામર્થ્ય પ્રાપિત ક્રમ યુકત છે. અર્થાત પહેલા કર્મ ચાલે છે - સ્થિતિક્ષયથી કે ઉદીરણા બળથી બંને રીતે ઉદયમાં આવેલ કર્મ વેદાય છે. • x - તે કર્મ વેદાયા પછી જીવથી જુદું પડે છે. • x • આ વૃત્તિકારની વ્યાખ્યા છે.
બીજા આ રીતે વ્યાખ્યા કરે છે - આ ચારે પદો સ્થિતિબંધાદિ વિશેષરહિત - સામાન્ય કમશ્રિત હોવાથી એકાર્યક છે, કેવલજ્ઞાનના ઉત્પાદ પક્ષના સાધક છે, ચલનાદિ ચાર પદો એકાર્યક છે, એમ કહેવાથી શેષ પાંચે પદો અનેકાર્થક થશે. છતાં સાક્ષાત્ પ્રતિપાદનાર્થે કહે છે –
કિધમાન આદિ સ્પષ્ટ છે. વિશેષ નાનાર્થક આ પ્રમાણે - છેદાતું તે છેદાયું. આ વાક્ય સ્થિતિબંધ સાપેક્ષ છે. કેમકે અંતકાળમાં યોગનિરોધ કરનાર સયોગીકેવલી દીર્ધકાળ સ્થિતિક વેદનીય, નામ, ગોત્ર એ ત્રણે પ્રકૃતિના સર્વ અાપવતનાકરણથી અત્તમુહૂર્ત સ્થિતિ પરિમાણવાળું કરે છે. “ભેદાતું તે ભેદાયું” અનુભાગબંધ આશ્રિત છે. જે કાળે સ્થિતિઘાત કરે તે જ કાળે સઘાત કરે છે. • X - આ પદ સઘાત કરવાના અર્થવાળું હોવાથી સ્થિતિઘાતાર્થ પદથી ભિન્ન અર્થવાળું છે.
બળતું તે બળ્યું" એ પદ પ્રદેશબંધ આશ્રિત છે. અનંત પ્રદેશાત્મક અનંત સ્કંધોને કર્મ ઉત્પાદન કરવું તે પ્રદેશબંધ છે. પાંચ હૂસ્વાક્ષર ઉચ્ચારકાળ જેટલા પરિમાણવાળી અને અસંખ્યાતસમયયુક્ત ગુણશ્રેણિની ચનાથી પૂર્વરચિત અને અંતિમ સમય સુધી પ્રતિસમયે ક્રમથી અસંખ્યાતગુણ વૃદ્ધ કર્મ પુદ્ગલોના દહનને દાહ કહે છે. તે શૈલેશી અવસ્થામાં શુક્લ ધ્યાનના ચોથા પાદરૂપ ધ્યાનાગ્નિથી થાય છે. એ રીતે આ પદ દહનાર્થક હોવાથી પૂર્વ પદોશી ભિન્નાર્થક છે. •x - અહીં મોક્ષાધિકારમાં મોક્ષ સાધક ઉકતલક્ષણ કર્મવિષયક દાહ ગ્રહણ કરવો.
મરતું તે મર્ય” આ પદ આયુકર્મ વિષયક છે. કેમકે આયુ સંબંધી પુદ્ગલોનો