________________
૨૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/-/૧/૬ - લોકપ્રદીપ, તિર્યચ-નર-દેવરૂપ વિશિષ્ટ લોકના અંતર અંધકારને દૂર કરનાર હોવાથી પ્રકૃષ્ટ પ્રકાશકારીથી પ્રદીપ સમાન. આ વિશેષણ દેખાતા લોકને આશ્રીને કહ્યું, હવે દેશ્ય લોકને આશ્રીને કહે છે - દેખાય તે લોક, આ વ્યુત્પત્તિથી સકલવસ્તુ સમૂહરૂપ લોકાલોક સ્વરૂપને અખંડ, સૂર્યમંડલની પેઠે બધાં પદાર્થોના સ્વભાવનો પ્રકાશ કસ્વામાં સમર્થ કેવલજ્ઞાનરૂપ આલોકપૂર્વક પ્રવચનપ્રભા સમૂહને પ્રવતવિવાથી પ્રકાશને કસ્વીના સ્વભાવવાળા હોવાથી લોક પ્રધોતકર,
ઉક્ત વિશેષણયુક્ત તો સૂર્ય, હરિ, હર, બ્રહ્માદિ પણ, તે-તે તીર્થિકના મતે છે, તો ભગવંતની શી વિશેષતા ? તેથી વિશેષે કહે છે -
ઉજવવ • પ્રાણનો નાશ કરવામાં સિક તથા ઉપસર્ગોને કરનારા પ્રાણીને ભય દેનાર ન હોવાથી અભયદાતા અથવા સર્વ પ્રાણીના ભયને હરનાર દયા જેને છે છે. આ વિશેષતા હરિ, હરાદિમાં નથી. ભગવંત અપકારી તથા અન્ય પ્રાણીના અનર્થનો માત્ર પરિહાર જ કરે છે, એટલું જ નહીં, પણ તેઓને પદાર્થની પ્રાપ્તિ પણ કરે છે, માટે કહ્યું પાય - શુભાશુભ પદાર્થના વિભાગને દશવિનાર હોવાથી શ્રુતજ્ઞાન ચણા સમાન છે. કહ્યું છે - શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ વડે હેયોપાદેયને જાણે તે જ ચક્ષવાળા છે. તેને દેનારા હોવાથી ચક્ષુદય છે. અટવીમાં ગયેલા, ચોર વડે લુંટાયેલા ધનવાળા, પાટા વડે જેમની આંખો બાંધેલી છે, એવા મનુષ્યોને ચા ઉઘાડી ઈષ્ટમાર્ગમાં બતાવનાર જેમ ઉપકારી છે, તેમ ભગવંત પણ સંસાર-અરણ્યવર્તી, રાગાદિ ચોર વડે જેઓનું ધર્મધન લુંટાઈ ગયું છે, સજ્ઞાન લોચનો કુવાસનાચ્છાદિત છે તેને ખસેડી શ્રુતચક્ષુ આપીને નિવણિમાર્ગને બતાવતા ઉપકારી છે –
માર્ગદાતા, માન - સમ્યગદર્શનજ્ઞાન ચાસ્ત્રિાત્મક મોક્ષરૂપ નગરના માર્ગને આપનાર હોવાથી માર્ગદય છે. જેમ લોકમાં ચક્ષુ ઉઘાડી, માર્ગ બતાવી, ચૌરાદિથી લુંટાયેલને નિરુપદ્રવ સ્થાને પહોંચાડનાર પરમ ઉપકારી થાય, તેમ ભગવંત પણ છે, તે દશવિ છે - શરણદાતા, શરણ - વિવિધ ઉપદ્રવોથી દુ:ખી જીવને શરણ-એટલે પરમાર્થથી નિવણિને આપે તે શરણદય છે. ભગવંતનું શરણદાયકપણું ધર્મદેશના વડે છે તેથી કહે છે - શ્રતયાત્રિગ્ધ ધર્મને કહે છે માટે ધમદિશક છે. પાઠાંતરથી - ચારિત્રધર્મના દાતા હોવાથી ભગવંત ધર્મદય છે. ધર્મદશક તો માત્ર ધર્મની દેશનાથી કહેવાય છે, માટે કહે છે - ધર્મરૂપ થના પ્રવર્તક ભગવંત સારથિ સમાન છે. જેમ રથના સારથી રથમાં બેસનાર અને રથને લઈ જનાર ઘોડાઓનું રક્ષણ કરે છે. તેમ ભગવંત પણ ચાસ્ત્રિ ધર્મના સંયમ, આત્મા અને પ્રવચનરૂ૫ અંગોના રક્ષણના ઉપદેશાત્મપણાથી ધર્મસારથી છે. અન્યતીર્થિકો પણ તેમના ભગવંતને ધર્મસારથી કહે છે, તેથી વિશેષથી કહે છે - ધર્મવચાતુરંતચક્રવર્તી.
ત્રણ સમુદ્રો અને ચોથો હિમવંત, એ ચાર પૃથ્વીના અંત છે, તે ચારે છેડાનો સ્વામી તે ચાતુરંત છે, તે રૂપ ચકવર્તી, વર - શ્રેષ્ઠ, તે વર ચાતુરંત ચક્રવર્તી - અતિશયવાળો રાજા, ભગવંત ધર્મ વિશે ચાતુરંત ચક્રવર્તી સમાન છે. જેમ પૃથ્વીમાં બીજા રાજા કરતાં અતિશયવંત હોય છે. તેમ ભગવંત પણ ધર્મપ્રણેતાઓમાં અતિશયવંત
છે તેથી અથવા ધર્મરૂપ બીજા એક કરતા અથવા કપિલ આદિના ધર્મચક કરતાં શ્રેષ્ઠ, ચાતુરંતદાનાદિ ભેદથી ચાર પ્રકારનું અથવા નાકાદિ ચારગતિના નાશ કરનાર, અંતર શત્રુનું ઉચ્છેદક હોવાથી જે ચક્ર, તે ચક્ર વડે વર્તવાના સ્વભાવવાળા હોવાથી તે ધર્મવર ચાતુરંત ચક્રવર્તી.
આ ધમદશકાદિ વિશેષણો પ્રકૃષ્ટ જ્ઞાનાદિ યોગથી ઘટે છે -
Hપ્રતિત - કટ, કુટી આદિ વડે અખલિત અથવા અવિસંવાદક અથવા ક્ષાયિક હોવાથી શ્રેષ્ઠ વિશેષ-સામાન્ય બોધાત્મક કેવલજ્ઞાનદર્શનને ધારણકર્તા હોવાથી અથવા કોઈ અન્યમતિ, છાસ્થોને પણ ઉપર્યુક્ત સંપત્તિયુક્ત માને છે, પણ તે મિચ્યોપદેશક હોવાથી ઉપકારી ન થાય, માટે ભગવંતના છડારહિતત્વને બતાવવા કહે છે -
વ્યાવૃત્તછા - વ્યાવૃત્ત એટલે ગયેલું છે, છઠ્ઠા-શઠવ કે આવરણ જેનું તે. છાનો અભાવ રાગાદિના જયવી છે, તેથી નિન - રાગ, દ્વેષ આદિ રૂપ શત્રુને જિતે છે. રાગાદિનો જય અને રાગાદિ સ્વરૂપ અને તેના જયના ઉપાયોનું જ્ઞાન દશવિતા કહે છે . નાઇID - છાાસ્થિક ચાર જ્ઞાન વડે જાણે છે, તે જ્ઞાયક. એ રીતે સ્વાર્થ સંપત્તિ કહી, હવે ભગવંતની પરાર્ય સંપત્તિ ચાર વિશેષણોથી કહે છે - યુદ્ધ - જીવાદિ તત્વોને જાણનારા વોટ - બીજાને જીવાદિ તત્વોનો બોધ પમાડનાર. પુd - બાહ્યાવ્યંતર ગ્રંથિ બંધનથી મુક્ત, મોયણ - બીજાને કર્મ બંધનથી મૂકાવનાર,
હવે મુક્તાવસ્થાને આશ્રીને વિશેષણો કહે છે સર્વજ્ઞ એટલે સર્વ વસ્તુની સમૂહને વિશેષરૂપે જાણવું હોવાથી સર્વજ્ઞ. તેનું સામાન્ય રૂપે જાણપણું હોવાથી સર્વદર્શી અથતિ મક્તાવસ્થામાં પણ સર્વજ્ઞ, સર્વદર્શી. પણ અન્યદર્શનીના મત મુજબ મુક્તપણામાં સ્થિત પુરવત્ ભાવિમાં જડ થનાર નહીં. આ બે પદ ક્યાંક નથી દેખાતા.
સર્વ અબાધારહિતવથી શિવ, સ્વાભાવિક-પ્રાયોગિક ચલન હેતુ અભાવથી અવન, રોગનાં કારણ શરીર અને મનને અભાવે રોગરહિત, અનંતાર્થ વિષય જ્ઞાનસ્વરૂપવથી મનન, સાદિ-અનંત સ્થિતિત્વથી અક્ષય, અથવા પરિપૂર્ણ પૂર્ણિમાના ચંદ્રમંડલવત્ અક્ષત, બીજાને અપીડાકારી હોવાથી મેળવી, જેમાં જવાથી નિષ્ક્રિતાર્થ થવાય તે સિદ્ધિ, તે તરફની ગતિ હોવાથી સિદ્ધિગતિ, તે જ પ્રશસ્ત નામ છે તે તથા, અનવસ્થાનના કારણરૂપ કર્મના અભાવે સ્થિર થવાય તે સ્થાન એટલે ક્ષીણકર્મ જીવનું સ્વરૂપ કે લોકાણ. •x-x- આવા સ્થાને જવાની ઈચ્છાવાળા, પણ તેને પ્રાપ્ત ન કરેલ. કેમકે તે પ્રાપ્ત થતાં વિવક્ષિત પ્રરૂપણા અસંભવ છે. જો કે આ વિશેષણ તો ઉપચારથી છે કેમકે કેવલિ ભગવંતો તો ઈચ્છા વિનાના જ હોય છે.
નાવ સસરy - સમવસરણનો વર્ણક આવે ત્યાં સુધી ભગવંતનું વર્ણના વાંચવું. તે ભગવંત વર્ણન આ પ્રમાણે - ભુજમોચક રન, કાળો કીડો કે અંગારો, ગળીનો વિકાર, મણી, હર્ષિત ભમરાનો સમૂહ, સ્નિગ્ધ, કાળી કાંતિવાળો, ગોવા નિબિડ, કુંડલીભૂત, પ્રદક્ષિણાવર્ત જેના મસ્તકના વાળ છે, એ રીતે કેશવનથી પગના તળીયાં સુધી શરીરનું વર્ણન કહેવું. [ઉવવાઈ સૂઝમાં આ વર્ણન વિસ્તારથી છે.]