Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 13
________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 621