________________
અધ્યાત્મસાર
સરોવરની જલલહરી છે. વળી વૈરાગ્યની આસ્થારૂપી મનોહર વાયુ વડે પુષ્ટ થયેલું ચિંતન સત્પરુષોને માટે પરમાનંદદાયક બને છે.
[૭૭] રૂતિઃ શ્રાવનિર્વતિ પરિતો ફુરસદ રૂતિઃ |
पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः ॥ इतः क्रोधावर्तो विकृतितटिनी संगमकृतः ।
समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ॥२॥ અનુવાદ : આ સંસારરૂપી સમુદ્રમાં એક તરફ દુસહ એવો કામરૂપી વડવાનલ ચારે તરફ સળગી રહ્યો છે, બીજી બાજુ વિષયરૂપી પર્વતના શિખર ઉપરથી તૂટી પડેલા પથ્થરો પડી રહ્યા છે અને આ બાજુ વિકારરૂપી નદીઓના સંગમથી ક્રોધરૂપી વમળો થાય છે. આવા આ સંસારરૂપી સમુદ્રમાં કોને ભય ઉત્પન્ન ન થાય ? ' વિશેષાર્થ : આ શ્લોકમાં સંસારરૂપી સમુદ્ર શા માટે ભયંકર છે તે દર્શાવ્યું છે. એ માટે સમુદ્રના સ્વરૂપની વિગતો સમજાવી છે. સમુદ્રમાં તળિયે વડવાનલ હોય છે. એ વડવાનલ સમુદ્રને દઝાડે છે અને જલનું શોષણ કરે છે. સમુદ્રમાં વચ્ચે આવેલા કે કિનારે આવેલા પર્વતોનાં શિખરો તૂટી પડતાં મોટા મોટા ખડકો પાણીમાં અવરોધો ઉત્પન્ન કરે છે. વેગથી ધસી આવતી નદીનો સમુદ્ર સાથે જયાં સંગમ થાય છે ત્યાં મોટાં મોટાં વમળો ઉત્પન્ન થાય છે. એમાં ફસાયેલા માણસો કે જહાજો ડૂબી જાય છે. એવી રીતે સંસારરૂપી સમુદ્રમાં કામવાસનારૂપી વડવાનલ સતત સળગી રહેલો છે. તે સંયમ કે ઉપશમરૂપી જળનું શોષણ કરી લે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોરૂપી પર્વતોના આસક્તિરૂપી પથ્થરો આરાધકો માટે વિઘ્નરૂપ બને છે. વિકારોરૂપી નદીના સંગમથી ક્રોધરૂપી આવર્તે પેદા થાય છે જે પ્રયાણને અથવા સુગતિને રોકે છે. આવા સંસારના સ્વરૂપનું ગહન ચિંતન કરનાર સર્વને સંસાર ભયંકર લાગ્યા વગર રહે નહિ.
[૭૮] પ્રિયા વીના મંત્રીમતિ તવંતાપતંર તા |
कटाक्षान् धूमौघान् कुवलयदलश्यामलरुचीन् ॥ अथांगान्यंगाराः कृतबहुविकाराश्च विषया ।
दहन्त्यस्मिन् बह्नौ भववपुषि शर्म व सुलभम् ॥३॥ અનુવાદ : જેમાં રતિ (વિષય)રૂપી સંતાપથી ચપળ એવી પ્રિયારૂપી જ્વાળાઓ નીકળે છે, જેમાં નીલકમલદળના જેવી શ્યામ ક્રાન્તિવાળા કટાક્ષો રૂપી ધૂમાડાઓ નીકળ્યા કરે છે તથા ઘણા વિકાર કરનારા વિષયરૂપી અંગારા અંગને બાળી નાખે છે એવા સંસારરૂપી અગ્નિમાં સુખ ક્યાંથી સુલભ હોઈ શકે ?
૪૦ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org