Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 577
________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : ડહાપણ માત્ર મોટી ઉંમરની વ્યક્તિઓમાં જ હોય છે એવું નથી. કેટલીક વાર નાનાં બાળકો પણ સારી સાચી શિખામણ ઉચ્ચારે છે. હું મારાથી નાના માણસોની વાત ગ્રહણ કરું જ નહિ એવું અભિમાન જ્ઞાનીજનો ક્યારેય કરે નહિ. તેઓ તો જ્યાંથી જે હિતવચન સાંભળવા મળે તે તરત સહજભાવે સ્વીકારી લે છે, પછી ભલે તે હિતવચન કોઈ નાના બાળક પાસેથી મળતું હોય. બીજી બાજુ દુર્જનોનાં દુષ્ટ વચનો, નિંદાવચનો સાંભળવા મળતાં હોય, તો પણ જ્ઞાની પુરુષો તેવા દુર્જનો પ્રત્યે વૈષભાવ ન ધરાવતાં કે તેનો તિરસ્કાર ન કરતાં, માધ્યસ્થભાવથી તેમના પ્રત્યે કરુણા જ ચિંતવતા હોય છે અને તેમનું પણ ભલું જ ઇચ્છતા હોય છે. - જ્ઞાની પુરુષો પોતાની એષણાઓને સંયમમાં રાખે છે. બીજાની પાસેથી માગીને મેળવવાનું તેઓને રુચતું નથી. તેઓ અજાચક જેવા હોય છે. તેમને પોતાને માટે કશું મેળવવાની ઇચ્છા થતી નથી. જે સહજ રીતે મળ્યું તેમાં તેઓને પૂરો સંતોષ હોય છે. એટલે તેઓ પારકી આશા પર મીટ માંડતા નથી. તેઓ તૃષ્ણાત્યાગી હોય છે. પરદ્રવ્યના સંયોગથી દુઃખ છે એમ તેઓ માને છે. પોતાના દેહને પણ તેઓ પદ્રવ્ય તરીકે નિહાળે છે. વળી જ્ઞાની મહાત્માઓ સાંસારિક સંબંધો વધારવાની, મિત્રો કે સંબંધીઓનું વર્તુળ મોટું કરવાની જરા પણ ઉત્સુકતા રાખતા નથી. તેઓ જાણે છે કે જેમ સાંસારિક સંબંધો વધારે તેમ કર્મબંધ વધારે. એટલે તેઓ યથાશક્ય અસંગ રહેવાનું જ પસંદ કરે છે. અસંગપણામાં જેટલું આધ્યાત્મિક સુખ રહેલું છે તેટલું સંગમાં નથી. ઊંચી આધ્યાત્મિક દશા પ્રાપ્ત થયા પછીથી તો સંગમાં પણ અસંગ રહી શકવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ સાધક દશામાં તો અસંગપણાનું લક્ષ જ રાખવું ઇષ્ટ ગણાય છે. [૯૨૯] સુત્યાયોનાર્થ કોપોપનિયનનૈઃ વૃક્તથી सेव्या धर्माचार्यास्तत्त्वं जिज्ञासनीयं च ॥४१॥ અનુવાદઃ બીજા માણસોએ કરેલી સ્તુતિથી ગર્વ ન કરવો અને નિંદા માટે ક્રોધ ન કરવો; ધર્માચાર્યોનું સેવન કરવું અને તત્ત્વની જિજ્ઞાસા રાખવી. વિશેષાર્થ : સ્વગુણકથન કે આત્મશ્લાઘા જેમ અહિતકર છે તેમ બીજા દ્વારા થતી પ્રશંસા પણ સૂક્ષ્મ ઉપસર્ગ જેવી નીવડવાનો સંભવ છે. પોતાની જયાં સ્તુતિ-પ્રશંસા થતી હોય ત્યાંથી સાધકોએ ખસી જવું જોઈએ અથવા તેમ શક્ય ન હોય તો મૌન રાખી માધ્યસ્થ ભાવે તેનું શ્રવણ કરવું જોઈએ. પ્રશંસા ઉન્માદ જન્માવનારી છે માટે જ્ઞાની પુરુષોએ એનાથી દૂર રહેવું જોઈએ અને પોતાનામાં માનકષાય થાય નહિ તે માટે જાગ્રત રહેવું જોઈએ. જેમ પોતાની સ્તુતિ અભિમાન જન્માવે છે, તેમ પોતાની નિંદા ક્રોધ જન્માવે છે. પરંતુ સાધકે તો પોતાની નિંદા સાંભળીને કે તે વિશે વાત થતી સાંભળીને કોપાયમાન ન થતાં તટસ્થ દૃષ્ટિ રાખી, ઉદાસીન ભાવ ધારણ કરી, સંસારના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. સાધકે ધર્માચાર્યોનું સેવન કરવું જોઈએ. જેઓ સાચા સાધક છે, તત્ત્વજ્ઞાની છે, જગતના સર્વ જીવો પ્રત્યે કરુણાના ભાવવાળા છે, પોતાના શિષ્યોનું આત્મહિત સધાય એ માટે તત્પર છે, એવા ધર્માચાર્યોની ૫૩૨ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598