Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 586
________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો : સજ્જનસ્તુતિ અધિકાર પુણ્યની ખ્યાતિ(પ્રથા)રૂપી, પ્રબળ પ્રભાવવાળા સ્થાન (ભવન)રૂપી દિવ્ય ઔષધી પાસે ન હોય તો દોષોનો ઉલ્લેખ કરવારૂપી વિષવાળો, ક્રોધથી સળગતો, દુર્જનોના મુખરૂપી દરમાંથી નીકળતો, જિદ્વારૂપી સર્પ ગુણવાનોના કયા બાળગુણનો (વિકસતા ગુણનો) ક્ષય ન કરી નાખે ? વિશેષાર્થ : આ સંસારમાં આટલા બધા દુર્જનો હોવા છતાં ગુણવાન પુરુષોના ગુણો કેમ ટકી રહે છે? આવો પ્રશ્ન જો કોઈને થાય તો તે સ્વાભાવિક છે. જગતમાં શુભ અને અશુભ, ઇષ્ટ અને અનિષ્ટ તત્ત્વો જેમ છે તેમ સજ્જનો અને દુર્જનો પણ છે. દુર્જનોનું કામ કેવું છે ? એવું ભયંકર છે કે સજ્જનોના ગુણોનો ઘડીકમાં તેઓ ક્ષય કરી નાખી શકે એમ છે. દુર્જનો હમેશાં બીજાના દોષો જ જોયા કરે છે. તેઓ ક્રોધી હોય, ઈર્ષ્યાળુ હોય, બીજાનો નાશ કરી નાખવાની વૃત્તિવાળા હોય છે. એમના મુખમાંથી નીકળતા શબ્દો પણ બીજાને દઝાડે એવા હોય છે. જાણે કે દુર્જનના મુખરૂપી દરમાંથી નીકળેલો ક્રોધરૂપી સર્પ જેને કરડે તેને મારી નાખે એવો ભયંકર હોય છે. એ વિષની સામે મોટા માણસો કદાચ થોડો વખત ઝઝૂમી શકે, પણ બાળકો તો તત્કાળ મૃત્યુ પામે. એ રીતે દુર્જનોની પ્રવૃત્તિને કારણે સજ્જનોના બાલગુણ તો તરત ક્ષય પામે. પરંતુ તેમ છતાં દુર્જનો ફાવતા નથી. એનું કારણ એ છે કે સજ્જનો પ્રત્યે શાસ્ત્રાર્થના જાણવાવાળા, પરોપકાર કરવાના સ્વભાવવાળા સંતપુરુષોની કારુણ્યભરી કૃપાદૃષ્ટિરૂપી દિવ્યઔષધી રહેલી છે. જ્યાં દિવ્યઔષધી હોય ત્યાં વિષ પણ કશું કરી શકે નહિ. અમૃત આગળ વિષનું કશું ચાલે નહિ. એટલે જ જગતમાં દુર્જનો ગમે તેટલા હોય તો પણ સજ્જનો અને સંતપુરુષો જ્યાં સુધી છે ત્યાં સુધી દુર્જનો હંમેશાં ફાવી શકતા નથી. [૯૩૭] ૩ત્તાનાર્થનિરાં તોડણવામાન્નિસારતાં નિરે | गंभीरार्थसमर्थने बत खलाः काठिन्यदोषं ददुः ॥ तत्को नाम गुणोऽस्तु कश्च सुकविः किं काव्यमित्यादिकां । स्थित्युच्छेदमति हरन्ति नियतां दृष्टा व्यवस्थाः सताम् ॥४॥ અનુવાદ : સરળ અર્થવાળી (કવિની) વાણી જે પોતાની મેળે સમજી શકાય એવી હોય છે ત્યાં દુર્જનો કહે છે કે : “એ તો નિઃસાર છે અને ગંભીર અર્થના સામર્થ્યવાળી હોય તો કઠિનતાનો દોષ આપે છે. તો પછી ગુણ (કાવ્યગુણ) કોને કહેવો? સુકવિ કોણ? કાવ્ય વગેરે કોને કહેવાં? (પરંતુ) સપુરુષોની વ્યવસ્થા (કાવ્યવિવેચના) જોઈએ છીએ ત્યારે સ્થિતિનો ઉચ્છેદ કરનારી દુર્જનોની) મતિ તરત હરાઈ જાય છે. વિશેષાર્થ : જેમ કાવ્યવિવેચનાના ક્ષેત્રમાં તેમ જીવનના વિવિધ ક્ષેત્રોમાં કેટલાક એવા દોષદર્શી માણસો રહેવાના જ કે જેઓને કોઈપણ વાતથી સંતોષ ન થાય. કવિતાના વિષયનો વિચાર કરીએ તો કોઈ કવિએ સરળ, સરસ અને જાતે વાંચતાં તરત જ સમજાઈ જાય એવી, કોઈની મદદ લેવાની જરૂર ન પડે તેવી ઉત્તમ કાવ્યકૃતિની રચના કરી હોય તો એવા ખલપુરુષો કહેશે કે : “આવી કવિતામાં વાંચવાનું શું હોય ? તે સાવ નિઃસાર, તુચ્છ, સામાન્ય કવિતા છે.” આમ સરળ કવિતાને ઉતારી પાડવા માટેની દલીલ એમની પાસે હોય છે. બીજી બાજુ કોઈ કવિએ કઠિન પદાવલીવાળી, ગૂઢાર્થથી સભર, અર્થ ૫૪૧ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598